REGIONALગુજરાતી

સરકારી વીજ કંપનીમાં વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિયરોની ભરતી પરીક્ષા રદ

  • ભરતી પરીક્ષા 850 કર્મચારીઓ માટે હતી
  • પરીક્ષા ફોર્મ સમયે ભરેલી ફી રીફન્ડ કરાશે
  • પરીક્ષા રદ કરાતા ઉમેદવારોમાં નારાજગી

અમદાવાદઃ ગુજરાતમાં બિન સચિલાવયની પરીક્ષામાં ગેરરીતીના મુદ્દે ઉમેદવારોએ પરીક્ષા રદ કરવાની માંગણી સાથે દેખાવો કર્યા હતા. દરમિયાન સરકારની વીજ કંપનીએ વિદ્યત સહાયક અને જુનિયર એન્જિનિયરોની ભરતીની પરીક્ષા રદ કરવામાં આવી છે. ઉમેદવારોને પરીક્ષા રદ કરવાનું કોઈ ચોક્કસ કારણ આપ્યા વગર માત્ર એક મેસેજ મારફતે ભરતી રદની જાણ કરવામાં આવી છે. જો કે, ફોર્મ ભરતી વખતે ભરેલા રૂ. 500 ઉમેદવારોને રિફન્ડ કરવામાં આવશે. ભરતી માટેની લાયકાતમાં ફેરફાર કરાયો હોવાથી પરીક્ષા રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સરકારી કંપની PGVCl, DGVCl, MGVCL માટે 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આની ભરતીનાં ફોર્મ વર્ષ 2018નાં જુલાઇ મહિનામાં ભરાવ્યાં હતાં. લાખોની સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. દરમિયાન ભરતી રદ કરવામાં આવી હોવાની વીજ કંપની દ્વારા ઉમેદવારોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે. ભરતી રદનાં મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું છે કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફી રીફન્ડ મળશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે. તેમજ આ અંગેનું નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

ઉર્જા વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે આ ભરતી માટેની લાયકાત નક્કી કરવામાં આવી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે આ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે.

Related posts
REGIONALગુજરાતી

ગુજરાતના બ્રાહ્મણ કુમારોએ લવ-કુશની જેમ કંઠસ્ત કર્યો રામ રક્ષા સ્તોત્ર

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામમાં ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવશે. ત્યારે ગુજરાતના લુવાણાડાના બ્રાહ્મણ કુમારોએ રામ…
HEALTHCAREREGIONAL

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું : 1009 પોઝિટિવ કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં 1100થી વધારે પોઝિટિવ કેસ સામે આવતા…
REGIONALગુજરાતી

આજથી રાજ્યમાં માસ્ક ન પહેરનારા પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલાશે

1 ઑગસ્ટથી માસ્ક ના પહેરનારા પાસેથી 500 રૂપિયા દંડની થશે વસૂલાત તે ઉપરાંત જાહેરમાં થૂંકનારા પાસેથી પણ 500 રૂપિયાનો દંડ લેવાશે અમૂલ…

Leave a Reply