in

કચ્છના ભચાઉ હાઈવે પર કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માતમાં એકનું મોતઃ 6 ઘાયલ

  • અકસ્માત બાદ બન્ને વાહનો પલટી ખાઈ ગયા
  • કાર ચાલક રાજસ્થાનથી કચ્છ જતો હતો
  • ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા

ભુજઃ ભચાઉ હાઇવે પર કનૈયાબે ગામ નજીક ટેમ્પો અને કાર વચ્ચે ગમ્ખ્વાર અકસ્મામત સર્જાયો હતો. બન્ને વાહનો સામ-સામે અથડાયા બાદ પલટી ખાઈ ગયા હતા. આ અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું હતું. જ્યારે ટેમ્પો ચાલક સહિત છ વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મુળ મહારાષ્ટ્રના અને હાલ ભુજમાં સંદીપ જમદાલે દાણમના કન્શલટનનું કામ કરતા કરતા હતા. સંદીપ કાર લઈને રાજસ્થાનથી પરત કચ્છ આવી રહ્યાં હતા. દરમિયાન કનૈયાબે નજીક સામેથી આવતા ટેમ્પો સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. ત્યાર બાદ બન્ને વાહનો પલટી ખાઈ ગયા હતા. ડ્રાઇવરની સાઇડનો ખુડદો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ધવાયેલા સંદીપને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. જો કો, સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું. જ્યારે છ વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. ટેમ્પો મોટા યક્ષના મેળામાંથી મજુરો અને તેમનો સામાન લઈને દેવગઢ બારિયા જતો હતો. ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ચંદ્રબાબુ નાયડુની મુશ્કેલી વધી, વેદિકા બાદ હવે આ ઘર પર બુલડોઝર ફરશે

ED એ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની જામીનનો કર્યો વિરોધ