1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

નખની સ્થિતિ જણાવશે લિવરની હાલત, ડેમેજ થતા જ કલર અને સાઈઝમાં થશે આ ફેરફાર

લીવર આપણા શરીરનો ખૂબ જરૂરી ભાગ છે. લીવરનું બીજું નામ જીગર છે. ડોકટર્સની વાત કરીએ તો, લીવર ખૂબ જ સ્માર્ટ ઓર્ગન કહેવાય છે. લીવર આપણા શરીરમાંથી ગંદકી દૂર કરવાનું કામ કરે છે. આ ઓર્ગન પાચનમાં પણ કામ કરે છે, સારા કોલેસ્ટ્રોલ અને રેડ બ્લડ સેલ્સ બનાવે છે. લીવર એવું ઓર્ગન છે જે પોતાની જાતને હેલ્દી […]

રાજકોટના શાપરમાં બપોરના ટાણે 2,9 તિવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

રાજકોટઃ કચ્છમાં હજુ ગુરૂવારે ભૂકંપના આંચકા બાદ રાજકોટના શાપર અને આજુબાજુના વિસ્તારોમાં  પણ શુક્રવારે બપોરના ટાણે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 2.9ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કીમી દુર હતું. ગત 12મી એપ્રિલે આ જ ક્ષેત્રમાં ઉપરાઉપરી ચાર આંચકા અનુભવાયા હતા અને તેનુ કેન્દ્રબિંદુ રાજકોટથી દક્ષિણ-દક્ષિણપુર્વમાં 17 કીમી દુર હતુ. આજના આંચકાનુ કેન્દ્રબિંદુ એક કીમી નજીક […]

સાળંગપુરમાં હનુમાન જ્યંતિની તા.21થી 23 એપ્રિલ દરમિયાન ભવ્યાતિભવ્ય ઊજવણી કરાશે

બોટાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં હનુમાન જ્યંતિની તા.21થી 23 એપ્રિલ દરમિયાન ભવ્યાતિભવ્ય ઊજવણી કરાવામાં આવશે. જેમાં 21 એપ્ર્રિલના રોજ રાજોપચાર પૂજન તેમજ 22 એપ્રિલના રોજ સવારે 11 કલાકે કેરીનો ભવ્ય અન્નકૂટ ,સાજે 4 કલાકે 54 ફૂટની કિગ ઓફ સાળંગપુરની મૂર્તિને 5000 કિલો પુષ્પનો અભિષેક, ડાંસનું આયોજન, સાજે 7-30 કલાકે અગ્નિ પૂજા અને મહા […]

પાલનપુરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો

પાલનપુરઃ ગુજરાતમાં ખાદ્ય ચિજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. જેમાં શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું વેચાણ વધતું જાય છે. ત્યારે બાતમીને આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની ટીમે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેની એક પેઢીમાં દરોડો પાડીને રૂ. 17 લાખની કિંમતનું 2749 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રને બાતમી […]

રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજે ઘડી રણનીતિ, હવે 26 બેઠકો પર ભાજપનો વિરોધ કરાશે

અમદાવાદઃ શહેરમાં ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે શુક્રવારે બપોર બાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજ બે કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાએ ફોર્મ પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે. જેમાં તમામ 26 બેઠકો પર ક્ષત્રિય સમાજ […]

વડોદરામાં અકોટા બ્રિજ પર કારચાલકે સ્કુટરને ટક્કર માર્યા બાદ ત્રણને અડફેટે લેતા એકનું મોત

વડોદરાઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વડોદરા શહેરમાં આકોટા બ્રિજ પર કારચાલક નબીરાએ પૂરઝડપે કાર દોડાવતા બે સ્કુટરને ટક્કર માર્યા બાદ રાત્રે બ્રિજની પાળી પર ઠંડક મેળવવા માટે બેઠેલા ત્રણ જણાને પણ અડફેટે લીધા હતા. જેમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે બે યુવતીને ઈજાઓ થઈ હતી. આ અકસ્માતની વિગતો એવી જાણવા […]

ગુજરાતમાં પવનની દિશા બદલાતા ગરમીમાં થોડી રાહત મળી, હવે બે દિવસ બાદ તાપમાન વધશે

અમદાવાદઃ ગુજરાતમાં 13મીથી 15 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસ માવઠાને લીધે વાતાવરણ થોડી ઠંડક થતાં લોકોને રાહત થઈ હતી. પણ ત્યારબાદ ગરમીમાં વધારો થયો હતો. અને તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જતાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. હવે પવનની દિશા બદવાતા ત્રણ-ચાર દિવસ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી […]

ભાવનગર જિલ્લામાં 51258 હેકટરમાં ઉનાળું વાવેતર, તળાજા તાલુકામાં સૌથી વધુ વાવેતર

ભાવનગરઃ જિલ્લામાં ઉનાળુ વાવેતર પૂર્ણ થયું છે. જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા છે, એવા વિસ્તારોમાં ઉનાળું વાવેતર સૌથી વધુ થયું છે. જિલ્લાના કુલ વાવેતરમાં તળાજા તાલુકાનો જ હિસ્સો લગભગ 40% જેટલો છે. જેમાં મુખ્ય પાકોના વાવેતરમાં બાજરી, મગફળી અને તલનું સૌથી વધુ વાવેતર થયુ છે. જિલ્લામાં કુલ 51,258 હેક્ટરમાં ઉનાળુ વાવેતર કરાયુ છે. જિલ્લાના કૃષિ વિભાગના […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થા અને યુનિ.ઓના હિસાબી ઓડિટમાં 98.60 કરોડની ગેરરીતિ પકડાઈ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક હિસાબી ભંડોળ પાસે રાજ્યની ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના 2001થી 2019 સુધીના હિસાબોનું ઓડિટ કરાવવામાં આવ્યું હતું. જેમાં 9 જેટલી સરકારી યુનિવર્સિટી અને 14 અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના ઓડિટમાં 98.60 કરોડના હિસાબી અનિયમિતતા મળી આવી હતી, જે સરકારી યુનિવર્સિટીઓમાં હિસાબી અનિયમિતતા જોવા મળી છે. કે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2013-14 થી 2014-15 […]

અમદાવાદમાં ગરમી વધતા પાણીના વપરાશમાં પણ પ્રતિદિન 10થી 12 કરોડ લિટરનો વધારો,

અમદાવાદઃ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ગરમીને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગરમીમાં વધારો થતાં શહેરમાં પાણીનો વપરાશ પણ વધી રહ્યો છે. સામાન્યરીતે શહેરમાં રોજના 166 કરોડ લિટર પાણીનો વપરાશ થતો હોય છે. પરંતુ ગરમી વધી જતાં આ વપરાશ રોજના 10થી 12 કરોડ વધી 178 કરોડ લિટરથી 180 કરોડ લિટર સુધી પહોંચી ગયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code