1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

યુવાનોએ નિષ્ફળતાનો ભય રાખ્યા વિના સફળ થવા માટે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએઃ ઉપરાષ્ટ્રપતિ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના 72 મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના 51622 વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના અધ્યક્ષપદે આયોજિત આ દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવ્રતજી, CM ભૂપેન્દ્ર પટેલ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી અને મહાનુભાવોએ ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં નવનિર્મિત અટલ – […]

અમદાવાદની શૈક્ષણિક સંસ્થા NIMCJ માં રામદિવાળી ઉજવાશે

અમદાવાદ: આગામી સોમવાર,૨૨જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.સમગ્ર દેશ આ પ્રસંગને ઉત્સાહભેર ઉજવી રહ્યો છે ત્યારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, (NIMCJ) અમદાવાદમાં પણ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે 8.30 કલાકથી પરિસરમાં રામદિવાળી ઉજવાશે. રામદિવાળીની ઉજવણી અંતર્ગત મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામના આદર્શો અને […]

હરણી તળાવ દુર્ઘટના કેસની તપાસ માટે SIT ની રચના કરાઈ, 3ની અટકાયત

અમદાવાદઃ વડોદરામાં હરણી તળાવમાં સર્જાયેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે અને સમગ્ર મામલો હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા બોટીંગનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીના 18 જેટલા ભાગીદારો સામે બેદરકારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા 3 વ્યક્તિઓની અટકાયત કરીને આગવીઢબે પૂછપરછ આરંભી છે. દરમિયાન સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વકની […]

હરણી તળાવ દુર્ઘટના અંગે સુઓમોટો દાખલ કરવા હાઈકોર્ટમાં રજુઆત

અમદાવાદઃ વડોદરામાં હરણી તળાવમાં સર્જાયેલી દૂર્ઘટના અંગે રાજ્યની વડી અદાલતને ગુજરાત હાઈકોર્ટ એસોશિએશન  દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ સમગ્ર ઘટના અંગે સુઓમોટો દાખલ કરવા રજુઆત કરી હતી. હાઈકોર્ટે સમગ્ર ઘટના અંગે હાઈકોર્ટ  એડવોકેટ એસોશિએશન પાસે રિપોર્ટ માંગ્યો હોવાનું જાણવા મળે છે. વડોદરાની જાણતી સ્કૂલમાં અભ્યાસ કરતા નાના બાળકોને સ્કૂલ સંચાલકો પ્રવાસે હરણી તળાવ […]

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કૉંગ્રેસને મોટો આંચકો, ધારાસભ્ય સી. જે. ચાવડાએ “પંજો” છોડયો!

ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસ માટે એક સાંધેને તેર તૂટે આવી સ્થિતિ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને વીજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ વિધાનસભાની સદસ્યતા પરથી રાજીનામું આપી દીધું છે. સી. જે. ચાવડા ભાજપમાં સામેલ થાય તેવી શક્યતાઓ છે. ચાવડા ગુજરાત કોંગ્રેસના મોટા નેતા હતા. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ લહેર છતાં […]

શબરી માતાના ડાંગની મહિલાઓએ બોર ઉપર રામના નામ લખીને માળાઓ તૈયાર કરી

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા યોજાશે. શબરીના વંશજ એવા ડાંગના આદિજાતિ પ્રજાજનો, નોખી અને અનોખી રીતે ભગવાન શ્રીરામ પ્રત્યેનો ભક્તિભાવ પ્રગટ કરી રહ્યા છે. પ્રભુ શ્રીરામને દેશ અને દુનિયામાંથી અનેક વસ્તુઓ ભેટ તરીકે મોકલવામાં આવી રહી છે. ડાંગના ભીલ, વારલી, કુનબી, તથા આદિમજૂથના પ્રજાજનોએ ‘બોરનો હાર’ તૈયાર કરી પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભક્તિ, શક્તિ, અને […]

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃ સોમવારે ગુજરાતમાં સરકારી કચેરીઓમાં અડધો દિવસ રજા

ગાંધીનગરઃ અયોધ્યામાં 22મી જાન્યુઆરીને સોમવારે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઊજવણી કરાશે. ગુજરાતના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર તા. 22/01/2024 સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2.30 સુધી બંધ રહેશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. દેશભરમાં રામમય માહોલ […]

PM નરેન્દ્ર મોદી વડોદરામાં 10મી ફેબ્રુઆરીએ આદિવાસીઓના સંમેલનને સંબોધશે

વડોદરાઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. અને લોકસભાની તમમા 26 બેઠકો ભાજપના કબજામાં છે. આ વખતે ભાજપે તમામ 26 બેઠકો પાંચ લાખના માર્જિનથી જીતવા માટેનો નિર્ધાર કર્યો છે. ત્યારે આદિવાસીઓ વિસ્તારો પર ભાજપે વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. […]

ગાંધીનગરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજથી બે દિવસીય સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે તા.19/01/2024 શુક્રવારનાં રોજ વોર્ડ નં.-10, સંત રોહીદાસ મંદિર, સેક્ટર-6, ગાંધીનગર ખાતે તેમજ કાલે તા.20/01/2024 શનિવારનાં રોજ વોર્ડ નં-4, બોરીજ (વચ્ચે) પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં, આધારકાર્ડ, આધારકાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, જાતિનું પ્રમાણપત્ર,  PMJAY (મુખ્યમંત્રી અમૃતમ અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલય કાર્ડ),ડાયાબિટીસ – બી.પી.ની ચકાસણી, […]

પાટડીના સવલાસ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, બેને ગંભીર ઈજા

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં પાટડી નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. પાટડી તાલુકાના સવલાસ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા બાદ વધુ સારવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code