1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિન તા 22મીએ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સ બંધ રાખવા વેપારીઓની માગ

રાજકોટઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીએ હોવાથી મહોત્સવના દિવસે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવા વેપારી એસો. દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન દ્વારા યાર્ડના ચેરમેનને પત્ર લખી 22 જાન્યુઆરીએ દેશમાં ઐતિહાસિક ઉત્સવનો માહોલ હોવાથી વેપારીઓ, ખેડૂતો અને મજૂરો પણ તેમાં સહભાગી બની શકે તે માટે યાર્ડમાં […]

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લીધે રાજકોટના રામવનમાં 22મી જાન્યુઆરીએ નિશુલ્ક પ્રવેશ અપાશે

રાજકોટઃ અયોધ્યા ખાતે આગામી 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાવવાનો છે. ત્યારે 22મી જાન્યુઆરીએ રાજકોટમાં મ્યુનિ.સંચાલિત રામનવમાં લોકોને મફત પ્રવેશ આપવામાં આવશે. વધુમાં વધુ લોકો આ પવિત્ર દિવસે રામ વનની મુલાકાત લઈ શકે તે માટે મ્યુનિ. દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના આજી ડેમ પાસે, કિશાન ગૌ […]

યુવા કોંગ્રેસ દ્વારા યંગ ઈન્ડિયા બોલ ‘કાર્યક્રમ સિઝન-4’ લોન્ચ કરાયું, 20મી સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે

અમદાવાદઃ ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમ ‘સિઝન-4’ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમનું રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી સુધી થઈ શકશે. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ઓમ જાટ  જણાવ્યું હતું કે, યુવાનો રાજનીતિમાં  આવે તે માટેનું યંગ ઈન્ડિયા બોલ એક અનોખુ પ્લેટ ફોર્મ છે. […]

PM મોદીએ ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફીનટેક લીડરશીપ ફોરમમાં ઉદ્યોગપતિઓને બે કલાક સાંભળ્યાં

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ભાગરૂપે 10 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લીધો હતો. આ ફોરમમાં  મુકેશ અંબાણી,  સંજય મલ્હોત્રા,  લક્ષ્મી મિત્તલ સહિત વિશ્વની 26 અગ્રણી ફીનટેક કંપનીઓના ચેરમેન તેમજ સીઈઓએ ભાગ  લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિનટેક કંપનીના પ્રમુખો પાસેથી ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય […]

ઇલેક્ટ્રિક વિહીકલ ક્ષેત્રે રોકાણ કરો, નહિતર બસ ચૂકી જશો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશનમાં આયોજિત ‘ઇલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ- ચાર્જિંગ અહેડ ટુ-2047  સેમિનારમાં કેન્દ્રીય પરિવહન મંત્રી  નીતિન ગડકરીએ, ઇવી નિર્માતાઓ અને મહાનુભાવો સમક્ષ, દેશમાં વિકાસ થઇ રહેલી ઇવી ઇકોસિસ્ટમ, તેમાં રોકાણની તકો અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારત આ ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધી શકે છે, તેના વિશે જણાવી કહયું હતુ કે, ઇલેક્ટ્રિક વિહીકલ ક્ષેત્રે […]

સ્પેસ સેક્ટરના દેશ અને દુનિયાના સ્ટેકહોલ્ડર્સ માટે ગુજરાત મોકાનું સ્થાન : મુખ્યમંત્રી

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024માં સૌ પ્રથમ વખત યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સમાં   મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, સ્પેસ સેક્ટરના દેશ અને દુનિયાના સ્ટેકહોલ્ડર્સ માટે  ગુજરાત મોકાનું સ્થાન બની ગયું છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ડીયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેસ)નું હેડ ક્વાર્ટર અમદાવાદને આપ્યું છે. આ સંસ્થા સિંગલ વિન્ડો, ઇન્ડિપેન્ડન્ટ અને ઓટોનોમસ નોડલ એજન્સી […]

PMના મુખ્ય ત્રણ ધ્યેયને લીધે ગુજરાત મજબુત ભવિષ્ય માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમઃ CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝીશનનાં જે ત્રણ મુખ્ય આધાર કહ્યાં છે તેમાં લીડ લઈને ગુજરાત સસ્ટેઇનેબલ ફ્યુચર માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાને આપેલા ત્રણ ધ્યેય – રિન્યૂએબલ ઊર્જાનું ઉત્પાદન વધારવું, ઇકોનોમીમાં ફોસીલ ફ્યૂઅલનો ઉપયોગ ઘટાડવો અને ગેસ આધારિત ઇકોનોમી […]

ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં ચંદ્રયાન-3ની રેપ્લિકાએ લોકોમાં જમાવ્યું આકર્ષણ

ગાંધીનગરઃ  વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોમાં ઇસરો દ્વારા બનાવાયેલી ચંદ્રયાન-3ની રેપ્લિકા  પ્રદર્શન નિહાળનાર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઇસરો દ્વારા લોન્ચ વ્હીકલ, રોકેટ એન્જિન, સ્પેસ ક્રાફ્ટ,નેવિગેશન એપ જેવા વિવિધ વિષયોને આવરીને તેની માહિતી પૂરી પાડવામાં આવી છે. ઇસરોનું અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વૈજ્ઞાનિકો અને તેમની ટીમે પણ ચંદ્રયાન-3 મિશનમાં યોગદાન આપ્યું છે. આ મિશનથી […]

અમદાવાદથી અયોધ્યા સુધી સીધી ફ્લાઈટનો પ્રારંભ, રામભક્તોમાં ખુશી ફેલાઈ

અમદાવાદઃ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ અત્યારથી જ રામમય બની ગયો છે. ગુજરાતવાસીઓ પણ અયોધ્યા જવા તલપાપડ થઈ રહ્યા છે. તેવામાં અમદાવાદથી અયોધ્યા માટેની પ્રથમ ફ્લાઇટ આજથી શરૂ થઈ છે. મુસાફરો ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના પોશાક પહેરીને એરપોર્ટ પર પહોંચ્યા હતા અને જય શ્રી રામના […]

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ ધોરડો સફેદ રણનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓએ 12 આંતરરાષ્ટ્રીય કાઈટિસ્ટ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઈટિસ્ટોને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર આપ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે જિલ્લા કલેકટરે વિવિધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code