1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ભાજપના ક્ષત્રિય આગેવાનોની ઉપસ્થિતિમાં પરશોત્તમ રૂપાલાએ બે હાથ જોડીને ફરીવાર માફી માગી

અમદાવાદઃ રાજકોટ બેઠકના લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં ક્ષત્રિય સમાજ વિશે કરેલા ઉચ્ચારણો બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ઊભો થતાં જ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી લીધી હતી. છતાંયે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ યથાવત રહેતા ભાજપે ડેમેજ કન્ટ્રોલ હાથ ધરીને ભાજપના જ ક્ષત્રિય આગેવાનો જવાબદારી સોંપી હતી. અને શુક્રવારે ગોંડલના શેમાળા ગામે પૂર્વ […]

બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘ દ્વારા પક્ષીઓ માટે 10,000 માટીનાં કૂંડાનું પ્રા. શાળાઓને કરાયું વિતરણ

પાલનપુરઃ બનાસકાંઠામાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આકરા ઉનાળામાં પંખીઓને પીવાનું પાણી મળી રહે તે માટે  જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જીવ દયાનું કામ કરવામાં આવ્યું છે. અને સંઘ દ્વારા જિલ્લાની 2348 શાળાઓમાં 10,000 થી વધુ પાણીના માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ શાળાઓમાં વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓ માટે માટીના કુંડા મુકવામાં આવશે. બનાસકાંઠા […]

કચ્છના નાના રણમાં અગરિયાઓ અસહ્ય ગરમીમાં પીવાના પાણીની સમસ્યા વેઠી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. જિલ્લાના ખારાઘોડા, પાટડી અને ધ્રાંગધ્રા અને દસાડાનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. આ અફાટ ગણાતા રણ વિસ્તારમાં ઘોમધખતા તાપમાં અગરિયાઓ કાળી મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉનાળાની સીઝનમાં અગરિયાઓ સૌથી વધુ પીવાના પાણીની સમસ્યા ભોગવતા હોય છે. […]

પાટડીના બજાણા રેલવે ફાટક પાસે પૂરફાટ ઝડપે કાર ટ્રેલર પાછળ ઘૂંસી જતાં 5ને ગંભીર ઈજા

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના બજાણા રેલવે ફાટક પાસે વહેલી સવારે પૂરફાટ ઝડપે કાર ટેન્કરની પાછળ ધડાકા સાથે અથડાતા કારમાં પ્રવાસ કરી રહેલા ચાલક સહિત પાંચને ઈજાઓ થઈ હતી જેમાં ચારને ગંભીર ઈજાને લીધે પાટણની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતને લીધે ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં […]

રાજકોટ ST ડિવિઝનને વધુ 20 ડિલક્ષ બસની ફાળવણી, નવી બસો લાંબા રૂટ પર દોડાવાશે

રાજકોટઃ પ્રવાસીઓના વધતા જતાં ધસારાને લીધે રાજ્યના તમામ એસટી ડેપોને નવી બસો ફાળવવામાં આવી રહી છે. જેમાં રાજકોટ એસટી ડિવિઝનને વધુ 20 ડિલક્ષ બસોની ફાળવણી કરવામાં સુપર ડિલક્ષ બસોની સંખ્યા વધીને 280ની થઈ છે. જે 20 નવી બસો મળી છે. તેને ડિવિઝન દ્વારા રાજકોટ અને વાંકાનેર ડેપોને 4-4 બસ, તથા ગોંડલ,મોરબી, સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા, જસદણ […]

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં બે બાળવાઘનો જન્મ થતાં સફેદ વાઘની સંખ્યા 10 પર પહોંચી

રાજકોટઃ શહેરના પાર્ક પ્રાણીસંગ્રહાલયમાં નર સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ ગાયત્રીના સંવનનથી ગર્ભાવસ્થાના 105 દિવસ બાદ બે સફેદ વાઘબાળનો જન્મ થયો છે. આમ સફેદ વાઘણ ગાયત્રી અત્યાર સુધીમાં 12 બચ્ચાઓને જન્મ આપી ચૂકી છે અને આ સાથે જ પ્રાણીસંગ્રહાલયમાં સફેદ વાઘની સંખ્યા વધીને 10 થઈ છે. જેમાં 3 નર, 5 માદા અને 2 બચ્ચાનો […]

રાજકોટ એરપોર્ટથી સમર શેડ્યુલમાં દિલ્હી,બેંગ્લોર, ગોવા, મુંબઈ સહિત 12 ફ્લાઈટસ ઉડાન ભરશે,

રાજકોટઃ શહેરની ભાગોળે નવું ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ કાર્યરત થયા બાદ ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો થયો નથી. હજુ વિદેશની ફ્લાઈટ્સ સેવા શરૂ કરવામાં આવી નથી.  એરપોર્ટ ઓથોરિટી દ્વારા એપ્રિલથી ઓક્ટોબર માસ સુધી ઉડાન ભરનારી ફ્લાઈટ્સનું સમર શેડ્યુલ જાહેર કરાયુ છે. જેમાં રાજકોટથી મુંબઈની 5, દિલ્હીની 2, બેંગ્લોર, પુણે, ગોવા, અમદાવાદ, સુરતની એક-એક ફ્લાઈટ્સ સહિત કૂલ 12 […]

અમદાવાદમાં ગરમીને લીધે આવકમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવમાં કિલોએ 10થી 20નો વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા પખવાડિયાથી ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. અને તાપમાનને પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં લોકો રાતે પણ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ગરમીમાં વધારા સાથે જ ગામડાંઓમાંથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. તેના લીધે આવક ઘટતાં લીલા શાકભાજીના ભાવમાં 10થી 15 રૂપિયાનો વધારો થયો છે, શહેરની એપીએમસી […]

સુરતમાં ISI માર્ક વગરના રકમડા મામલે ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ સુરતમાં ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા બ્યૂરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાં વેચતા વેપારી ટોય સ્ટેશન પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતીય માનક બ્યૂરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાંનું વેચાણ તેમની દુકાન માં કરતા હતા. દરોડા દરમિયાન વેપારી પાસેથી વધારે માત્રા માં ISI માર્ક વગરના રમકડાં […]

ગુજરાત ભાજપના તમામ ઉમેદવારોને વિવાદાસ્પદ ટીપ્પણીથી દૂર રહેલા હાઈકમાન્ડે આપી સુચના

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી આગામી તા.7મીમે નારોજ યોજાશે. ભાજપએ તમામ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. અને ઉમેદવારો સભાઓ યોજીને પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે. ઘણીવાર ઉમેદવારો ભારે ઉત્સાહમાં કે જોશમાં આવી જઈને વિવાદાસ્પદ ટીપ્પણી કરતા હોય છે. તાજેતરમાં રાજકોટના લોકસભાની ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી એવા પરશોત્તમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code