1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદમાં PIની બદલીનો ગંજીપો ચિપાયો, એકસાથે 62 પોલીસ ઈન્સ્પેકટરની સાગમટે બદલી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની તારીખ એકાદ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ જશે, તે પહેલા જ પોલીસ કમિશનરે શહેરના 63 પીઆઈની સાગમટે બદલીઓ કરી છે. બદલીઓમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર વેઇટિંગમાં હતા તેમને પણ નિમણૂક આપવામાં આવી છે, અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની રાહ જોવાઇ રહી હતી. તેમાં […]

અમદાવાદના મણિનગરમાં જ્વેલર્સની દુકાનમાં બંદુકની અણિએ થયેલી લૂંટ કેસમાં 3 શખસો પકડાયા

અમદાવાદઃ શહેરનાં મણિનગર વિસ્તારમાં  ભૈરવનાથ ચાર રસ્તા પાસે આવેલી જય ભવાની જ્વેલર્સની દુકાનમાં ધૂંસીને ચાર જેટલા લૂટારૂ શખસોએ રિવોલ્વર તથા છરો બતાવી સોના-ચાંદીના દાગીના અને મોબાઇલ મળી કુલ રૂ.11.63 લાખની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા. પખવાડિયા પહેલા બનેલા લૂંટના આ બનાવમાં શહેરની ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ સર્વેલન્સ અને સીસીટીવીના કૂટેજ મેળવીને ત્રણ લૂટારૂ શખસોને દબોચી […]

દાહોદ અને પંચમહાલમાં ભારત જોડો ન્યાયયાત્રાનું સ્વાગત, રાહુલ ગાંધીએ પાવાગઢ મંદિરમાં કર્યા દર્શન

દાહોદઃ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા દોહાદ અને પંચમહાલના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.  ગુરૂવારે સાંજે ઝાલોદમાં રાહુલ ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. ત્યારબાદ આજે શુક્રવારે યાત્રાનો પ્રારંભ દાહોદથી થયો હતો. ન્યાયયાત્રા દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરી હતી. રાહુલ ગાંધી સવારે કંબોઈ ધામ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં દર્શન કરીને આશીવાર્દ મેળવ્યા […]

સોમનાથ મહાદેવજીના મંદિરમાં મહાશિવરાત્રીએ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં,

સોમનાથઃ  દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ દેવાધિદેવ સોમનાથ દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શિવરાત્રિના દિને સવારે 4:00 વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. જે દરમિયાન સાંજે 6:00 વાગ્યા સુધીમાં 50,000 થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી દ્વારા પાલખી પૂજન અને ધ્વજા પૂજા […]

CM ભૂપેન્દ્ર પટેલ 1500 કરોડની નમો લક્ષ્મી અને સરસ્વતી યોજનાનો આજે શુભારંભ કરાવશે

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે, જેને પૂર્ણ કરવાના ઉદ્દેશથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદ્રઢીકરણ કરવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આજે તા. 9 માર્ચના […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ “અભયમ” મહિલા હેલ્પલાઇને 9 વર્ષમાં 14 લાખ મહિલાઓને મદદ પહોંચાડી

અમદાવાદઃ મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન”ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે 8 માર્ચ 2015ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી […]

ફળ કે તેના જ્યુસમાંથી શું આરોગ્ય માટે સારુ ? જાણો….

નવી દિલ્હીઃ શરીરને સક્રિય અને ફિટ રાખવા માટે દરેક વ્યક્તિ પોતાની દિનચર્યામાં ફળોનો સમાવેશ કરે છે. પરંતુ ઘણી વખત આ પ્રશ્ન ઉભો થાય છે કે ફળો ખાવાથી વધુ ફાયદો થાય છે કે ફળોનો રસ પીવો ફાયદાકારક છે. તમારે આ બેમાંથી કયું પસંદ કરવું જોઈએ? ફળો સ્વાદિષ્ટ, તાજા અને વિટામિન્સ અને  એન્ટી ઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. તમે […]

નર્મદા, સહિત તમામ ડેમની કેનાલો, પેટા કેનાલો દ્વારા માત્ર 50 ટકા જમીનને જ મળે છે, સિંચાઈનો લાભ

અમદાવાદઃ સરદાર સરોવર નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી ગણાય છે. નર્મદા યોજનાને લીધે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દુર થઈ ગઈ છે. ઉપરાત તળાવો અને ડેમો પણ નર્મદાના નીરથી ભરવામાં આવે છે, તેમજ રાજ્યમાં નર્મદા તેમજ વિવિધ સિંચાઈ યોજનાઓ દ્વારા કેનાલો અને પેટા કેનાલો દ્વારા 46,18,026 હેક્ટરને સિચાઈની સુવિધા પુરી પાડવામાં આવી છે. જોકે […]

જુનાગઢના મહાશિવરાત્રીના મેળામાં બે લાખ ભાવિકો ઉમટી પડ્યા, આજે મૃગીકુંડમાં શાહી સ્નાન

જૂનાગઢ: ભવનાથની તળેટીમાં શિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. બે લાખથી વધુ લોકો મેળાને માણી રહ્યા છે. ઠેર ઠેર સાધુ-સંતોની રાવટીઓ, ધૂણીઓ ધખાવેલી જોવા મળી રહી છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ભાવિકો પુણ્યનું ભાથું ભરવા ભવનાથ ક્ષેત્રમાં ઊમટી પડ્યા છે આજે શિવરાત્રીના દિને સાધુ-સંતો મૃગીકુંડમાં શાહી સ્નાન પણ કરશે. જીવમાં શિવ મળી જવાની […]

પાલનપુરના RTO ઈન્સ્પેક્ટર અને વચેટિયો રૂપિયા 11700ની લાંચ લેતા રંગેહાથ પકડાયા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર આરટીઓ અધિકારી અને તેના વચેટિયાને લાંચ રૂશ્વત વિરોધી શાખાએ લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત પંચાલ તેના વચેટિયા ભરત પટેલ સાથે રહી 11,700 રૂપિયાની ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો, એસીબીએ છટકું ગોઠવી આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેના વચેટીયાને પાલનપુર શહેરના ગઠામણ દરવાજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code