1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

રૂપાલાના વિવાદ સામે ડેમેજ કન્ટ્રોલ, આજે ક્ષત્રિય સમાજના 92 આગેવાનોની ભાજપ સાથે બેઠક યોજાશે

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાએ એક જાહેર સભામાં ક્ષત્રિયો વિશે કરેલા વિવાદિત ઉચ્ચારણોને લીધે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. રૂપાલાએ બેવાર માફી માગી હોવા છતાંયે વિવાદ શમતો નથી. તેથી હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે ડેમેજ કન્ટ્રોલની કવાયત હાથ ધરીને ક્ષત્રિય સમાજના આગેવાનોને મનાવવાના […]

ગાંધીનગરના સેક્ટર-27માં હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે સ્કુટરચાલકનું મોત

ગાંધીનગરઃ શહેરના સેક્ટર-27માં હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલા કોઈ અજાણ્યા વાહને સ્કુટરને ટક્કર મારતાં સ્કુટરચાલક ગોટીલાલ મદનલાલા શાહને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. […]

ભાવનગરમાં સિહોર-ઘાંઘળી રોડ પરની GIDCમાં બોયરલ ફાટતા બે શ્રમિકોનાં મોત, એક ગંભીર

ભાવનગરઃ જિલ્લાના  સિહોર-ઘાંઘળી રોડ પર આવેલી GIDCમાં આવેલી એક ફેકટરીના બોઇલરમાં બ્લાસ્ટ થતાં બે શ્રમિકોના થયાં હતા. જ્યારે એક શ્રમિક ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખસેડાયો છે. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ભાવનગર જિલ્લાના સિહોર નજીક ધાંધળી ગામ પાસે આવેલી વેગા એલાઇન્સ નામની ફેક્ટરીમાં ગત મોડી રાત્રે  બોઇલર ફાટતા ત્રણ પરપ્રાંતીય શ્રમિકો […]

રાજકોટના ઝૂમાં વાઘ-દીપડા અને સિંહ માટે પોન્ડ બનાવાયાં, અન્ય પ્રાણીઓ માટે ફુવારા મુકાયાં

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગરમી વધતી જાય છે. અને એપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ત્યારે રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સિંહ, વાઘ, દીપડા માટે પાંજરામાં વિશાળ પોન્ડ (તળાવ) બનાવવામાં આવ્યું છે. જ્યારે ભારે ગરમી હોય ત્યારે રીંછને ખાસ પ્રકારની ફ્રુટ […]

સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 વર્ષમાં 10 લાખ મતદારો વધ્યાં, રાજકોટમાં સૌથી વધુ 2,00,000 મતદારો ઉમેરાયાં

રાજકોટઃ સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓમાં નવા મતદારોની સંખ્યામાં 10 લાખનો વધારો થયો છે. જેમાં રાજકોટ લોકસભાની બેઠક પર બે લાખ નવા મતદારોનો ઉમેરો થયો છે. નવા મતદારોમાં મોટાભાગના મતદારો યુવા મતદારો છે. એટલે રાજકીય પક્ષો પણ યુવા મતદારોને આકર્ષવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કુલ 1.31 કરોડ મતદારો નોંધાયા છે. ચૂંટણી પંચ દ્વારા ગત વિધાનસભામાં […]

અમદાવાદમાં ગરમીને લીધે મ્યુનિ.ની 425 શાળાઓ મોર્નિંગ શિફ્ટમાં કામ કરશે, વિદ્યાર્થીઓને રાહત

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે એએમસી હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 425 શાળાઓને સવારની શિફ્ટમાં તબદિલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે મ્યુનિની કુલ 449 સ્કૂલમાંથી 425 સ્કૂલોમાં અભ્યાસ કરતા 9 હજાર વિદ્યાર્થીઓને મોર્નિંગ શિફ્ટમાં બોલાવાશે. જો કે પરીક્ષા નજીકમાં છે. અને ત્યારબાદ ઉનાળું વેકેશન પડશે. અમદાવાદ […]

ગુજરાતમાં એપ્રિલના અંતથી ગરમી ભૂક્કા કાઢશે, તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જશે

અમદાવાદઃ ગુજરાતમાં હવે ચૈત્ર મહિનાથી ઉનાળો વધુ આકરો બનશે, તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, અને અંપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. મે મહિનામાં પણ ગરમી ભૂક્કા કાઢશે, લોકસભાની ચૂંટણીના 7મીમેના મતદાનના દિવસે પણ અસહ્ય ગરમી અનુભવાશે. હાલ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરનું મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ દર્દીનું અંગદાન, ચાર વ્યક્તિઓને મળશે નવુ જીવન

ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 148મુ અંગદાન થયું છે. ખેડા જિલ્લાના કપડવંજના રહેવાસી અને ખેત મજૂરી કરતાં 19 વર્ષનાં કિશનભાઇ પરમાર પોતાની બહેનને પરિક્ષામાં મુકીને પરત ફરી રહ્યાં હતાં . એકાએક બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગભીર ઈજા થઈ. સ્થિતી ગંભીર હોવાથી પ્રથમ વાત્રક હોસ્પિટલ અને ત્યારબાદ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. […]

ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ મેળવશેઃ ડૉ. એસ. જયશંકર

અમદાવાદઃ વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે મંગળવારે જણાવ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ મેળવશે, જોકે તેમણે સ્વીકાર્યું કે તેના માટે “વધારાની મહેનત”ની જરૂર પડશે. રાજકોટમાં એક કાર્યક્રમમાં એસ.જયશંકરે કહ્યું, “અમે ચોક્કસ કાયમી સભ્યપદ મેળવીશું. પરંતુ મહેનત વગર કોઈ મોટી સિદ્ધિ મળતી નથી. તેથી, આપણે તેના માટે […]

રૂપાલાના વિવાદીત નિવેદન મામલે શંકરસિંહ વાઘેલાએ ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. દરમિયાન રાજકોટ બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ભાજપાએ ટીકીટ ફાળવી છે. એક કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલા નિવેદનને પગલે વિવાદ વકર્યો છે. વિવાદને શાંત કરવા માટે રૂપાલાએ ક્ષત્રિય સમાજ સમક્ષ માફી માંગી છે પરંતુ મામલો શાંત થવાને બદલે નવો રંગ પકડ્યો છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code