1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ડીસા-પાલનપુર હાઈવે પર ટ્રેલરે બાઈકને અડફેટે લેતા દંપત્તી પટકાયું, પત્નીનું મોત, પતિને ઈજા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. હાઈવે પર પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે તેમજ ઓવરટેક કરવા જતાં અકસ્માતો સર્જાતા હોય છે. આવો જ એક અકસ્માત ડીસા-પાલનપુર હાઈવે પર સર્જાયો હતો. જેમાં ટ્રેલરે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર દંપતી રોડ પર પટકાતાં પત્નીનું મોત નિપજ્યુ હતું. જ્યારે તેના પતિને ઈજાઓ થઈ હતી. […]

રાજકોટમાં એસટી ડિવિઝન કચેરીની જર્જરિત હાલત, અવાર-નવાર સ્લેબમાંથી ગાબડાં પડે છે

રાજકોટઃ શહેરના ગોંડલ રોડ પર એસટી ડિવિઝન કચેરીનું બિલ્ડિંગ જર્જરીત હાલતમાં છે. સ્લેબમાંથી વારંવાર ગાબડાં પડી રહ્યા છે. જેથી એસટીના અધિકારીઓ સહિત 100 જેટલા કર્મચારીઓનો જીવ જોખમે કામ કરી રહ્યા છે. જો કે  ડિવિઝન કચેરીનું નવું બિલ્ડિંગનું કામ મોટાભાગનું પૂર્ણ થઈ ગયું છે. એકથી બે માહિનામાં બાકી કામ પણ પૂરું થઈ જશે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

અમદાવાદમાં પાલતું ડોગ માટે લાયસન્સ લેવું પડશે, રખડતા કૂતરા માટે RFID ચીપ લગાડાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા અને પાલતુ કૂતરાઓ માટે પોલીસી બનાવી છે. રેબિઝ ફ્રી સિટી 2030ના પ્લાન મુજબ રખડતાં કૂતરાંની સાથે પાલતુ કૂતરા માટે પણ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે.  જો કોઈપણ વ્યક્તિને ઘરે કૂતરો પાળવો હોય તો તેને ફરજિયાતપણે લાઈસન્સ લેવું પડશે. લાઈસન્સ ફી રૂ.500થી 1000ની વચ્ચે નક્કી કરાશે. ઉપરાંત રખડતાં કૂતરાંને આરએફઆઈડી ચિપ […]

અમદાવાદના એરપોર્ટ પર વધતો જતો પ્રવાસી ટ્રાફિક, એક વર્ષમાં કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા,

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટે પર રોજબરોજ ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ પ્રવાસીઓને સેવા આપવાનો રેકોર્ડ સર્જાયો છે. અગાઉ, 2019-20માં સૌથી વધુ 87,634 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM) સાથે 1,15,63,887 મુસાફરોને સેવા આપવાનો રેકોર્ડ હતો. જ્યારે છેલ્લા એક વર્ષથી પ્રવાસીઓની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઈ છે. સાથે […]

અમદાવાદના બાપુનગરમાં ગાજ-બટનની દુકાનમાં SOGની રેડ, MD ડ્રગ્સનો જથ્થો પકડાયો

અમદાવાદઃ શહેરના ડ્રગ્સના વેચાણ સામે ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી બાજ નજર રાખી રહ્યું છે. અને છૂટક ડ્રગ્સનું વેચાણ ક્યાંથી થઈ રહ્યું છે. તેની જાણકારી મેળવવા માટે બાતમીદારોને કામે લગાડાયા છે. દરમિયાન શહેરના બાપુનગર વિસ્તારમાં ગાજ બટન અને સ્ટીમ પ્રેસની એક દુકાનમાં MD ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાની એસઓજીને બાતમી મળતા રેડ પાડવામાં આવી હતી. પોલીસે […]

ગુજરાતમાં ચૂંટણી ખર્ચની દેખરેખ અને આચારસંહિતા ભંગની ફરિયાદો માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયાં

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ધીમી ગતિએ માહોલ જામતો જાય છે. જો કે ચૂંટણીને હજુ સવા મહિનો બાકી છે. કોંગ્રેસએ તો હજુ લોકસભાની સાત બેઠકોના ઉમેદવારો અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા નથી. ભાજપ દ્વારા તમામ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકીય પક્ષોના નેતાઓ હાલ ગૃપ મીટિંગો કરીને તેમજ સભાઓ […]

ક્રિકેટ મેદાનમાં ઘુસેલા શ્વાસ સાથે અયોગ્ય વર્તન, એનિમલ એક્ટિવિસ્ટે કરી દંડની માંગ!

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચના થોડાક વિડિયો સામે આવ્યા છે. જ્યા એક શ્વાન મેદાનમાં દેખાયું હતુ. ઘણા વિડિયોઝમાં મેદાનના સુરક્ષાકર્મી કુતરાને પકડવા પાછળ ભાગતા દેખાયા છે. આ દરમિયાન સુરક્ષાકર્મી કુતરા સાથે ખરાબવર્તન કરતા નજર પડ્યાં હતા. જેના પર હવે હોબાળો મચી ગયો છે. […]

“બહુમુખી વ્યક્તિત્વ ડૉ. બાબા સાહેબ આંબેડકરનું રાષ્ટ્ર ચિંતન” વિષયે વિચાર ગોષ્ઠિ યોજાઈ

ગાંધીનગર: ભારતીય વિચાર મંચ, ગાંધીનગર દ્વારા “બહુમુખી વ્યક્તિત્વ ડૉ. બાબા સાહેબ આંબેડકરનું રાષ્ટ્રચિંતન” વિષય પર વિચાર ગોષ્ઠિનું આયોજન મંગળવારે વિદ્યાભારતી સ્વામિનારાયણ ગુરુકુલ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદના નિયામક પ્રો ( ડૉ ) શિરીષ કાશીકર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં ભારતીય વિચાર મંચ- ગાંધીનગર કેન્દ્રના […]

અમદાવાદઃ સાબરમતી નદીમાંથી મનપાના કર્મચારીની લાશ મળી, પોલીસ તંત્ર દોડતું થયું

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારીની લાશ મળી આવી હતી. આ કર્મચારીએ આત્મહત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં સબ ઈન્સ્પેસ્ટર તરીકે ફરજ બજાવતો જયદીપ પટેલ (રહે, પાલડી, અમદાવાદ) નામનો યુવાને મંગળવારે […]

અમદાવાદમાં બે જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા, 13 સ્થળો ઉપર સર્ચ-સર્વે

આઈટીના 75થી વધારે અધિકારીઓ દરોડામાં જોડાયાં પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ-સર્વેની કામગીરી હાથ ધરાઈ દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની આશા અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે ફરી એકવાર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાજમાં જાણીતા બે જૂથ ઉપર દરોડા પાડ્યાં હતા. ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા જૂથ ઉપર દરોડાને પગલે આ વ્યવસાય સાથે જોડાયેલા અન્ય જૂથના સંચાલકોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code