1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

EPFOમાં એક મહિનામાં 16.02 લાખ નેટ સબસ્ક્રાઇબર ઉમેરાયાં

નવી દિલ્હીઃ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 16.02 લાખ નેટ સબસ્ક્રાઈબર ઉમેર્યા છે. ગઈકાલે જારી કરાયેલા EPFOના પ્રોવિઝનલ પેરોલ ડેટા અનુસાર, જાન્યુઆરી, 2024 દરમિયાન લગભગ 8.08 લાખ નવા સભ્યો નોંધાયા છે. એક નિવેદનમાં, કેન્દ્રીય શ્રમ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ડેટાનું એક નોંધપાત્ર પાસું 18 થી 25 વર્ષની વય […]

પરશોત્તમ રૂપાલાએ ભાષણમાં ક્ષત્રિય સમાજ વિશે બોલીને વિરોધ થતાં માફી માગી

રાજકોટઃ લોકસભાની ચૂંટણી માટે જે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. તે ઉમેદવારો દ્વારા પ્રચારકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ  વાલ્મિકી સમાજનાં એક કાર્યક્રમમાં જાહેરમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન કરતાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ અંગે ભાજપના કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનોએ નારાજગી […]

વડોદરામાં કારચાલકે નશાની હાલતમાં બાઈકને ટક્કર મારતા દંપતી પટકાયું, પોલીસે કર્યો કારનો પીછો

વડોદરાઃ શહેરના મુજમહુડા વિસ્તારમાં પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર દંપત્તી અને બાળક રોડ પર પટકાયું હતું. દરમિયાન કારના બોનેટમાં બાઈક ફસાઈ ગયું હોવા છતાંયે કારને ઊભી રાખ્યા વિના ફુલ સ્પીડે દોડાવતા બાઈક બે કિંમી સુધી ઢસડાયું હતું, દરમિયાન પોલીસે કારનો પીછો કરીને નશાની હાલતમાં કારચાલકની ધરપકડ કરી હતી, આ સમગ્ર ઘટના […]

હોળીની જ્વાળા-પવનની દિશા જોઈને વર્તારો, આંધી સાથે મેઘાનું આગમન થશે, ચામાસું સારૂ રહેશે

અમદાવાદઃ ગુજરાતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ કેવું જશે તે હોળીની જ્વાળા અને પવનની રૂખ જોઈને વર્તારો કરવામાં આવતો હોય છે. ખેડુતો સારા ચોમાસાની 16 આની વરસની આશા રાખતા હોય છે. નક્ષત્ર, પવનની દિશા જોઈને ચોમસાનો વર્તારો કાઢવામાં આવે છે. હોળી અખાત્રીજનો પવન જોવામાં આવે છે. જોકે, હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા બાદ ઝાર જોવાની નહીં પરંતુ […]

ડાકોરમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું, જય રણછોડના નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું

ડાકોરઃ ફાગણી પૂનમના ડાકોરના ઠાકોરજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. ઠાકોરજીના દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર પહોચ્યા હતા. ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે, ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે ડાકોર ગૂંજી ઊઠ્યું છે. કાલે પૂનમ હોવાથી મંગળા આરતીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે. સવારે 9 કલાકે ફુલડોલોત્સવનો પ્રારંભ થશે. ભગવાન ભક્તો સાથે હોળી રમતા નજરે પડશે. […]

જાફરાબાદ નજીક ચાર લોકો પર હુમલો કર્યા બાદ હિંસક બનેલી સિંહણને વન વિભાગે પાંજરે પુરી

અમરેલીઃ જિલ્લામાં વનરાજોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં રાજુલાથી જાફરાબાદનો દરિયાઈ વિસ્તાર સિંહોને અનુકૂળ આવી ગયો હોય તેમ આ વિસ્તારમાં સિંહોના આંટોફેરા વધી રહ્યા છે. ત્યારે જાફરાબાદના લુણસાપુર ગામ નજીક ખાનગી કંપનીના સિક્યુરિટીગાર્ડ ઉપર મોડી રાતે એક સિંહણે હુમલો કર્યો હતો. ત્યારબાદ સવારે ફરી સિંહણ મીતીયાળા નજીક સીમ વિસ્તારમાં આક્રમણ બની ગઈ હતી. જેથી […]

સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરિસરમાં ભૂંડના ટોળાંનો વિડિયો વયરલ થતાં તપાસનો આદેશ

સુરતઃ શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ દૂબઈ અને આરબ અમિરાત સહિત વિદેશી ફ્લાઈટ્સ સેવા શરૂ થઈ છે. અને ટ્રાફિક પણ સારોએવો મળી રહ્યો છે. તાજેતરમાં એરપોર્ટ પરિસરમાં અને રનવે નજીક પુરતી તકેદારી રાખવામાં આવતી ન હોય તેમ ભૂંડનું ટોળું ફરતું હોવાનો વિડિયો વાયરલ થયો હતો. આથી સુરત એરપોર્ટ ડાયરેકટરએ ભૂંડનું ટોળું  ટર્મિનલ બિલ્ડિંગ […]

ભાવનગરના વરતેજ-બુધેલ રોડ પર લાખણકા પાસે પુલ પરથી ઘઉંનું થ્રેસર પડતા ત્રણના મોત

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં હાલ ઘઉંની સીઝન ચાલતી હોવાથી છેક પંજાબથી ઘઉંના થ્રેસર લઈને ઘઉં કાઢવા માટે અનેક લોકો આવ્યા છે. ત્યારે વરતેજ-બુધેલ રોડ પર લાખણકા ગામના ડેમ સામે જર્જરિત પુલ પરથી થ્રેસર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા થ્રેસર પુલ નીચે ખાબકીને પાણીમાં પડતા પંજાબના ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત […]

પાલિતાણામાં ગિરીરાજ શેત્રૂંજય પર છ ગાઉંની યાત્રામાં દેશ-વિદેશથી અનેક જૈનો ઉમટી પડ્યાં,

પાલિતાણાઃ જૈનોના તિર્થક્ષેત્ર એવા પાલીતાણા ખાતે ફાગણસુદ તેરસની પરંપરાગત છ ગાઉની યાત્રા-મેળો યોજાયો હતો. છ ગાઉંની યાત્રાનું જૈન સમાજમાં મહાત્મ્ય હોવાથી દેશ-વિદેશથી મોચી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શાશ્વત ગિરીરાજ શેત્રુંજયની છ ગાઉની યાત્રાનો  વહેલી સવારે તળેટીથી જય જય આદીનાથના જયઘોષ સાથે પ્રારંભ થયો હતો, પાલિતાણામાં ગિરીરાજ શેત્રુંજયની છ ગાઉની યાત્રામાં  મોટી સંખ્યમાં શ્રાવક-શ્રાવિકાઓ સાધુભવંતો, […]

ઉપલેટામાં મોજ નદી પરના 100 વર્ષ જુના બ્રિજ પર હવે ભારે વાહનો માટે પ્રવેશબંધી

રાજકોટઃ  જિલ્લાના ઉપલેટા શહેરની મોજ નદી પર અંદાજિત 100 વર્ષ પહેલા એટલે કે અંગ્રેજોના સમયમાં પુલનું નિર્માણ કરાયું હતું અને આજે પણ પુલ અડિખમરીતે ઊભો છે. પરંતુ સદી વટાવી ગયેલા વર્ષો જુના આ પુલનો સ્ટ્રક્ચર અને સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટરે આ પુલ પરથી ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે. સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code