1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વડોદરાથી ભાજપના સાંસદ રંજનબહેન ભટ્ટનો ચૂંટણી લડવાનો ઈન્કાર, જાણો શું છે કારણ?

વડોદરા: ગુજરાતના વડોદરામાં ભાજપમાં બધું ઠીક દેખાય રહ્યું નથી. અહીંથી ભાજપના સીટિંગ એમપી રંજનબહેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. લોકસભા ચૂંટણી માટે આ બેઠક પરથી ત્રીજીવાર રંજનબહેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ હવે તેમણે પોતાની ઉમેદવારીને પાછી ખેંચી છે. રંજનબહેન ભટ્ટ ગત 2 ટર્મથી સાંસદ છે. તાજેતરમાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા […]

લોકસભા ચૂંટણીઃ સાબરકાંઠા બેઠકના ભાજપાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી રહ્યાં છે. જો કે, પહેલા અમદાવાદ પૂર્વ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. બીજી તરફ ભાજપામાં કેટલાક ઉમેદવારો ચૂંટણી […]

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. જેથી લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ પોરબંદર અને ગીરસોમનાથમાં હિટ વેવની પરિસ્થિતિ રહેશે. આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 25 તારીખ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, […]

બનાસકાંઠામાં 89038 હેકટરમાં ઉનાળું વાવેતર, બાજરી, મગફળી, સહિતના વાવેતરમાં વધારો

પાલનપુરઃ બનાસકાંઠામાં રવિ સીઝન પૂર્ણ થતાં જ ખેડુતો ઉનાળાની વાવણી કાર્યમાં જોતરાયા છે. જિલ્લામાં બોર-કૂવા અને કેનાલો દ્વારા સિંચાઈ માટે પાણી મળી રહેતું હોવાથી ખેડૂતો વર્ષે ત્રણ પાક લેતા હોય છે. હાલ ખેડુતોએ 89038 હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર કર્યુ છે. જેમાં સૌથી વધુ બાજરી, ઘાસચારો અને મગફળીનું વાવેતર થયું છે. કેટલાક વિસ્તારોમાં હજુ વાવણીનું […]

પર્ણ ઓછાને ફુલ જાજા,… ફાગણે ખીલ્યો કેસુડો, રંગે રાતો, ને મદમાતો, ઘૂળેટીમાં કેસુડાનું મહાત્મ્ય

અમદાવાદઃ હોળી અને ધુળેટીના પર્વને એક જ દિવસ બાકી છે. ધૂળેટી પર્વને રંગોના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં કેસુડાના ફુલોમાંથી બનાવેલા કેસરી રંગથી લોકો ધૂળેટી રમતા હોય છે. જોકે ગામડાંમાં કેમિકલયુક્ત રંગોના સ્થાને લોકો કેસુડાથી રંગોત્સવ મનાવતા હોય છે. પણ શહેરોમાં આજે પણ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થયો હયો છે. હાલ ફાગણ મહિનો ચાલી […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં કાકા-ભત્રીજાનું મોત

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પુરફાટ ઝડપે ઓવર ટ્રેકને લીધે તેમજ રાતના સમયે હાઈવે પર પાર્ક કરેલા વાહનો સાથે અન્ય વાહનો અથડાવવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ સાયલા સર્કલ પાસેના ઓવરબ્રિજ પર સર્જાયો હતો. બ્રિજ પર રોડ સાઈડમાં ઊભેલી ટ્રક પાછળ પાછળથી આવેલી ટ્રક ધડાકાભેર અથડાતાં […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના 2024-25ના બજેટને મંજુરી, વ્હાઈટ ટેપ રોડ માટે 30 કરોડ ખર્ચાશે

ભાવનગરઃ મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2024-25નું બજેટને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા મેયર ભરત બારડના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ષ 2024-25નું 176 કરોડનું  બજેટ તેમજ  મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2024-25નું 1648 કરોડના બજેટને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણીની આચારસંહિતા લીધે કોઈ ચર્ચા કર્યા વિના જ 5 મિનિટમાં બજેટને મંજૂરી […]

શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા NSUIએ આપ્યું આવેદનપત્ર

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ આર્થિક નબળા અને જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ  RTE હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અને 26મી માર્ચ છેલ્લી તારીખ છે. ઘણાબધા વાલીઓ આરટીઈના ફોર્મ ભરી શક્યા નથી. તેમજ આ વખતે રજિસ્ટર્ડ ભાડા કરારનો પ્રશ્ન […]

બોલો કઈ યુનિવર્સિટીની માર્કશીટ જોઈએ છે?… નકલી માર્કશીટનું કૌભાંડ પકડાયું, એજન્ટની ધરપકડ

સુરતઃ શહેરમાં બોગસ માર્કશીટ વેચવાનું કૌભાંડ પકડાયુ છે. શહેરના સિંગણપોર પોલીસે નકલી માર્કશીટ કૌભાંડમાં એજન્ટ એવા નિલેશ સાવલિયા ધરપકડ કરી હતી. અને આરોપી પાસેથી 137 જેટલી દેશભરની અલગ-અલગ યુનિવર્સિટીઓની માર્કશીટ મળી આવી હતી.  ફરીદાબાદમાં દેશભરની માગો તે યુનિવર્સિટીની નકલી માર્કશીટ અને નકલી ડિગ્રી સર્ટિફિકેટ બનાવવામાં આવતી હતી. અને નિલેશ ગ્રાહકો શોધવા માટે એજન્ટની ભૂમિકા ભજવતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code