1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ધો-12 સાયન્સના 1,37,799 વિદ્યાર્થીઓ ઈજનેરી, ફાર્મસીમાં પ્રવેશ માટે 31મી માર્ચે ‘ગુજકેટ’ આપશે,

અમદાવાદઃ ધોરણ 12 સાયન્સ બાદ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યાને ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. અને તેના મેરીટને આધારે વિદ્યાર્થીઓ પસંદગીની કોલેજ અને વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકે છે. ધોરણ 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ થતાં જ હવે ગુજકેટની પરીક્ષા આગામી તા. 31મી માર્ચને રવિવારે યોજાશે. ધોરણ-12 સાયન્સ બાદ ડિગ્રી […]

ભાવનગરના અલંગ વિસ્તારમાં સુચિત ટીપી સ્કીમ સામે 17 ગામોના ખેડુતોએ કર્યો વિરોધ,

ભાવનગરઃ અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા સૂચિત ટીપી સ્કીમનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઘણાબધા ગામોની ફળદ્રુપ જમીનોનો સમાવેશ કરાતા ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુચિત ટીપી સ્કીમના અસરગ્રસ્ત 17 ગામના ખેડૂતોએ રવિવારે તળાજાના મણાર ગામ પાસે એકઠા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તળાજા તાલુકાના મણાર ગામે બાપાસીતારામ મઢુલી ખાતે રવિવારે […]

ભાવનગરના તણસા ગામ પાસે પુરફાટ ઝડપે કાર પલટી જતાં બેનાં મોત, માતા-પૂત્રને ગંભીર ઈજા

ભાવનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગર-મહુવા હાઈવે પર તણસા ગામ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. વેગનઆર કાર પૂર ઝડપે જઈ રહી હતી. ત્યારે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલટી ખાઈને રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.જયારે ગંભીર રીતે ઘવાયેલ માતા-પુત્રને સારવાર […]

આર્ટ્સ, કોમર્સ સહિત વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે 1લી એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન

અમદાવાદઃ ગુજરાતમાં 14 યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર સહિત કૂલ 2,343 જેટલી કોલેજમાં પ્રવેશ માટે એક જ પોર્ટલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) ઉપર અરજી કરી શકાશે, ધોરણ 12ના પરિણામ પહેલા જ વિદ્યાર્થીઓ 1લી એપ્રિલથી પ્રવેશ માટે GCASના પોર્ટલ પર વિદ્યાશાખા અને કોલેજની પસંદગી કરીને અરજી કરી શકે છે. ત્યારબાદ ધોરણ 12 પરીક્ષાના પરિણામ બાદ […]

ધારાસભ્યો અને અધિકારીઓના નામના ફેક આઈડી બનાવીને નાણા માગતાં બે શખસો પકડાયા

અમદાવાદઃ દેશમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. સોશિયલ મીડિયાના જમાનામાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. જેમાં ધારાસભ્યો, અધિકારીઓ કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ફેક આઈડી બનાવીને તેમના નામે રૂપિયા ઉધરાવવાના બનાવો પણ બની રહ્યા છે. જેમાં અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકરના નામનું ફેક આઈડી બનાવીને રૂપિયા માગતાં આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે રાજસ્થાનના કિશનગઢ […]

ગુજરાતમાં હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, હોળી-ધૂળેટી બાદ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જશે

અમદાવાદઃ  ગુજરાતમાં ઉનાળાના આગમન સાથે તાપમાનમાં ક્રમશ- વધારો થઈ રહ્યો છે. જો કે, ગત વર્ષની તુલનાએ ફાગણ મહિનાના પ્રથમ સપ્તાહમાં તાપમાન સામાન્ય રહ્યું હતું. ત્યારબાદ તાપમાન સરેરાશ 35 ડિગ્રીએ પહોંચ્યુ હતુ. દરમિયાન હવામાન વિભાગના કહેવા મુજબ માર્ચના અંત સુધીમાં એટલે કે હોળી અને ધૂળેટી બાદ તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. જ્યારે હવામાનની આગાહી કરનારા […]

અમદાવાદમાં નિકોલ રોડ પર મંદિરનો શેડ તોડતા મ્યુનિ.સામે સ્થાનિક લોકોએ કર્યો વિરોધ,

અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર થતાં દબોણને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. તેના લીધે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ પરના દબાણો દુર કરવામાં આવતા હોય છે. જેમાં રોડ પર ધાર્મિક સ્થળો પર કરાતા દબાણોને દુર કરવામાં તંત્રને લોકોનો વિરોધ સહન કરવો પડતો હોય છે, શહેરમાં વિરાટનગર વોર્ડમાં નિકોલ રોડ પર આવેલા મંદિરનો શેડ નડતરરૂપ હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ‘આપ’ના 600 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપાનું સંખ્યાબળ વધતુ જાય છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી થવા આમ આદમી પાર્ટીના 600થી વધુ કાર્યકરોના “કેસરિયા”. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપનો ભરતી મેળો યોજાયો. જેમાં 600થી વધુ વિપક્ષી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ‘વેલકમ’ કાર્યક્રમ યોજાયો. જેમાં આમ આદમી પાર્ટીના 7 જેટલા નેતાઓએ કેસરિયો ખેસ […]

વડોદરાઃ ISI માર્ક વગરના A.Cનું શન્ટ કેપેસિટર મામલે ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ વડોદરાના સાવલી GIDCમાં આવેલા ટ્રિનિટી એનર્જિ સિસ્ટમ પ્રા.લિ કંપનીમાં ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. માન્ય લાયસન્સ લીધા વગર ISI માર્ક વિના A.C સિસ્ટમનું સ્વ-સમાયેલ પ્રકાર શન્ટ કેપેસિટર વાપરતા યુનિટ પર ભારતીય માનક બ્યુરોએ કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન કંપનીમાંથી ISI માર્ક વગર લગભગ 24 નંગ A.C જપ્ત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે […]

ગુજરાત યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ હવે બિનનિવાસી ભારતીય (NRI) હોસ્ટેલમાં રહેશે

અમદાવાદઃ નમાઝ અદા કરવાની જગ્યાને લઈને વિવાદમાં અફઘાન વિદ્યાર્થી પર હુમલાની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ માટે બિનનિવાસી ભારતીય (NRI) હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. દર વર્ષે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) હેઠળ મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવે છે. આ તમામ વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓની છાત્રાલયોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code