1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

હોળી-ધૂળેટીના પર્વમાં ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા એસટી દ્વારા 1500 એક્સ્ટ્રા બસ દોડાવાશે

અમદાવાદઃ  હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આદિવાસી સમાજમાં હોળીનું વિશેષ મહાત્મ્ય હોય છે. અને આ તહેવારોમાં લોકો પોતાના માદરે વતન જતા હોય છે.  ત્યારે હાળી-ધૂળેટીના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી દ્વારા રાજ્યભરમાં 1500 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. જેમાં ડાકોર અને દ્વારકા માટે 500 વધારાની બસો દોડાવાશે. હોળી-ધુળેટીનાં તહેવારોમાં દરવર્ષેની […]

BJPના મહિલા મોરચાના અગ્રણી અને વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ

વડોદરાઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા વડોદરાની બેઠક પરથી સાંસદ રંજનબેન ભટ્ટને પુનઃ ટિકિટ અપાતા શહેરના પૂર્વ મેયર અને ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ ડો, જ્યોતિ પંડ્યા નિરાશ થયો હતા. અને  સાંસદ રંજન ભટ્ટ સામે સનસનીખેજ આરોપો લગાવ્યા હતા. અને રાજીનામું આપવાની ચીમકી પણ આપી હતી. તેથી ભાજપ દ્વારા પક્ષમાંથી ડો, જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા […]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના નવા કૂલપતિ તરીકે પ્રો, કિશોર પોરીયાની વરણી

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કૂલપતિની જગ્યા ખાલી હતી. અને કાર્યકારી કૂલપતિથી વહિવટ ચલાવવામાં આવતો હતો. સરકારે આખરે યુનિવર્સિટીના 19 મા કુલપતિ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્રના વડા પ્રો. કિશોરકુમાર છગનલાલ પોરીયાની વરણી કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કર્યો છે. જેમાં રાજ્યપાલના આદેશથી હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીના કૂલપતિ તરીકે પ્રો. […]

રાણાવાવમાં ગાયનો શિકાર કરવા જતા દીપડો કૂવામાં ખાબક્યો, વન વિભાગ દ્વારા કરાયું રેસ્ક્યું

પોરબંદરઃ જિલ્લામાં બરડા ડુંગર વિસ્તારમાં દીપડાની વસતીમાં વધારો થયો છે. દીપડા શિકારની શોધમાં ગામડાંઓ અને શહેરી વિસ્તાર નજીક પર લટાર મારતા જોવા મળતા હોય છે. ત્યારે રાણાવાવ નજીક પાવ સીમમાં આવેલી એક વાડીમાં કૂવા નજીક ખીલે બાંધેલી ગાય અને શ્વાનનો શિકાર કરવા માટે દીપડો ધસી આવ્યો હતો. અને ગાયના શિકાર કરવા માટે જમ્પ મારતાં  દીપડો […]

અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે ‘એકતા હેરિટેજ’ ટ્રેન હવે દર શનિ-રવિ દોડશે

અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. તા. 16 માર્ચથી અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ શનિવાર અને રવિવારે ચાલશે. ટ્રેન નંબર 09409 અમદાવાદ-એકતા નગર સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ […]

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની 150 બોક્સની આવક, 10 કિલોના 1900થી 3000ના ભાવ બોલાયાં

રાજકોટઃ શિયાળો પૂર્ણ થતાં જ ઉનાળાનો પ્રારંભ થયો છે. ત્યાં કેસર કેરીનું બજારમાં આગમન થઈ ગયું છે. આમ તો આ વર્ષે વિપરિત હવામાનને લીધે કેસર કેરીના પાકને અસર થઈ છે. કેરીની સીઝનને હજુ થોડો સમય બાકી છે. ત્યાં જ ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના 150 બોક્સની આવક થઈ છે. મુહૂર્તના કેસર કેરીના 10 કિલોના બોક્સનો […]

અમદાવાદમાં રોડ પર તણખાં ઉડાડીને બાઈક પર સ્ટંટ કરતાં ત્રણ નબીરાની પોલીસે કરી ધરપકડ

અમદાવાદઃ શહેરમાં ખાસ કરીને રાતના સમયે રોડ પર ભયજનકરીતે વાહનો ચલાવીને નબીરાઓ આંતક મચાવતા હોય છે. અને ભયજનકરીતે વાહનો ચલાવતા અવે સ્ટંટ કરીને સીન-સપાટા કરતા નબીરાઓને પોલીસ પાઠ પણ ભણાવતી હોય છે. શહેરમાં ગત તા. 10મી માર્ચને રાતના સમયે મીઠાખળી અંડર બ્રિજમાં જાહેર રોડ ટૂ-વ્હીલર વડે સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા નબીરાઓનો વીડિયો વાઇરલ […]

લોકસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાના સુચારૂ પાલન માટે નોડલ અધિકારીઓ નિમાયા

ગાંધીનગરઃ  ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અંગેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તે દિવસથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવશે. રાજ્યમાં આદર્શ આચારસંહિતાનું પાલન થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શનમાં રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે 460થી વધુ […]

રાજકોટમાં ભાજપે બે મહિલા કોર્પોરેટરને ગેરરીતિના મુદ્દે પક્ષમાં સસ્પેન્ડ કર્યા, પણ કોર્પોરેટરપદે યથાવત

રાજકોટઃ શહેરના ગોકુલનગર આવાસ યોજનામાં મકાનોની ફાળવણીના ડ્રોમાં થયેલી ગેરરીતિમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરોની સંડોવણી પ્રકાશમાં આવતા ભાજપએ વોર્ડ નં. 5નાં કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નં. 6નાં કોર્પોરેટર દેવુબેન જાદવને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જો કે બન્ને કોર્પોરેટરની સેવા અપક્ષ તરીકેની ચાલુ રહેશે. આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં  વોર્ડ નં. […]

ધોરણ 10 અને12 પરીક્ષાની ઉત્તરવહીઓની તપાસ માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શનિવારથી કાર્યરત થશે,

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા. 11મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. જે માર્ચના અંત પહેલા જ મોટાભાગની પરીક્ષાઓ પૂર્ણ થશે. આ વખતે પરીક્ષોઓનું પરિણામ વહેલા જાહેર કરવાનું હોવાથી તા.16મીને શનિવારથી ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કામ શરૂ કરી દેવામાં આવશે. મૂલ્યાંકનની કામગીરી માટે શિક્ષકોને ઓર્ડર આપી દેવામાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code