1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની દીકરીના શિક્ષણની ચિંતા સરકાર કરશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને ચાર વર્ષમાં કુલ રૂ. 50,000 આર્થિક સહાય આપવાની ‘નમો લક્ષ્મી’ યોજના તથા ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બે વર્ષમાં કુલ રૂ. 25000 આર્થિક સહાય આપવાની ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્યની દિકરીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવાવા […]

મોરબીમાં નિર્માણધીન મેડિકલ કોલેજની ઈમારતનો એક ભાગ ધરાશાયી

અમદાવાદઃ મોરબીમાં નિર્માણધીન મેડિકલ કોલેજની ઈમારતનો એક ભાગ ધરાશયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં પાંચ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ઈમારતમાં રાતના કામ ચાલી રહી હતી ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ બનાવની જાણ થતા કોલેજના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે […]

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યુવા સાંસદ-2024 કાર્યક્રમ યોજાશે

અમદાવાદઃ 9મી માર્ચે ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેશન સેન્ટર ખાતે યુવા સાંસદ-2024 યોજાશે. આ કાર્યક્રમનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા યુવાઓના ઉત્કર્ષ માટે તેમજ સંસ્કૃતિના સંવર્ધન માટે કરવામાં આવ્યું છે. આ અવસરે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી. કાર્યક્રમ અંગેની માહિતી જણાવતા હર્ષ સંઘવીએ કહ્યું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના […]

સાવલીના રસેલપુર ગામે મહી નદીમાં નાહવા પડેલા બે યુવાનો ધસમસતા પ્રવાહમાં તણાયા

વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના રસેલપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નહાવા માટે ગયેલા બે યુવાનો તણાઈ જતાં લાપત્તા થઈ ગયા હતા. મહી નદીના ધસમસતા પાણીમાં લાપત્તા થયેલા બંને યુવાનોને શોધવા NDRFની ટીમ કામે લાગી છે. 20 કલાકથી પણ વધુ સમય તવા છતાં પણ હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. બંને યુવાનો પરિવારના એકના એક […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક થયેલી લાખોની લૂંટના કેસમાં 4 શખસો પકડાયા

લીંબડીઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર લીંબડીના જનશાળીના પાટિયા પાસે ગઈ તા. 6ઠ્ઠી માર્ચના રાતના સમયે બનેલા ધાડના ચકચારી ગુનામાં જિલ્લા એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે  ગણતરીના કલાકોમાં ગુનો શોધી કાઢી ચાર આરોપીઓ તથા ગુનામાં વપરાયેલી ત્રણ ફોર વ્હીલ કાર તથા એક મોટરસાયકલ તથા ગુનામાં વપરાયેલી હાથ બનાવટની એક પીસ્તોલ તથા એક હાથ […]

બનાસકાંઠાના જસરા ગામે યોજાયો અશ્વમેળો, 16 રાજ્યોના અશ્વસવારોએ બતાવ્યા કરતબ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે દર વર્ષે શિવરાત્રિના દિને પરંપરાગતરીતે અશ્વમેળો યોજાઈ છે. આ વખતે પણ શિવરાત્રિના દિને યોજાયેલા અશ્વમેળામાં 16 રાજ્યોના અલગ અલગ નકસલના અશ્વોએ ભાગ લીધો હતો. અને અશ્વસવારોએ સ્પર્ધામાં ભાગ લઈને કરતબો બતાવ્યા હતા. લાખણી તાલુકાના જસરા ગામમાં પૌરાણિક બુઢેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ આ મંદિર પાંડવોના ઇતિહાસ […]

ગાંધીનગરમાં લગ્નપ્રસંગમાં ગાજરનો હલવો ખાધા બાદ 98ને ફુડપોઈઝનિંગ, 20ને હોસ્પિટલ ખસેડાયાં

ગાંધીનગરઃ શહેરના સેકટર-24 સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારના ઘરે લગ્નપ્રસંગ હોવાથી રંગમંચ ખાતે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નપ્રસંગમાં રાત્રિના સમયે ભોજન આરોગ્ય બાદ 98 જેટલા લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થતાં 20 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી. લગ્નપ્રસંગમાં પનીરની સબજી અને ગાજરનો હલવો […]

રાજકોટને અપાતા નર્મદાના નીરનું રૂપિયા 1342 કરોડનું બીલ બાકી, RMCએ આપ્યો જવાબ

રાજકોટઃ શહેરમાં નર્મદાના પાણીથી આજી સહિતના ડેમો સમયાંતરે ભરવામાં આવતા હોવાથી હવે પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. સૌની યોજના અંતર્ગત નર્મદાના પાણી ડેમમાં ઠાલવવામાં આવે છે. જો કે નર્મદાના પાણી માટે પ્રતિ 1000 લિટરે રૂપિયા 4થી 6 પ્રમાણે ગણતરી કરીને મ્યુનિ.કોર્પોરેશનએ સરકારને બીલ ચુકવવું પડે છે. સિંચાઈ વિભાગ, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડ લિમિટેડ, અને […]

સુરતમાં કોર્પોરેટરના બંગલામાં મધરાતે લાગી આગ, 17 વર્ષના યુવાનનું મોત, ઘર-વખરી બળીને ખાક

સુરતઃ શહેરના મોટા વરાછા વિસ્તારમાં આનંદધારા સોસાયટીમાં  AAPના કોર્પોરેટર જિતેન્દ્ર (જિતુ) કાછડિયાના બંગલામાં રાત્રે બે વાગ્યે આગ લાગતાં જીતુભાઈના પુત્રનું મોત નીપજ્યું હતું.  બંગલામાં આગ લાગતા અને ધૂમાડો પ્રસરી જતાં કાછડિયા પરિવારના છ સભ્ય બાજુના ઘરમાં કૂદી પોતાનો જીવ બચાવી લીધો હતો, પરંતુ 17 વર્ષીય પુત્ર ફસાઈ જતાં તેનું મોત નિપજ્યુ હતુ. આગના બનાવની જાણ […]

અમદાવાદમાં PIની બદલીનો ગંજીપો ચિપાયો, એકસાથે 62 પોલીસ ઈન્સ્પેકટરની સાગમટે બદલી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની તારીખ એકાદ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ જશે, તે પહેલા જ પોલીસ કમિશનરે શહેરના 63 પીઆઈની સાગમટે બદલીઓ કરી છે. બદલીઓમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર વેઇટિંગમાં હતા તેમને પણ નિમણૂક આપવામાં આવી છે, અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની રાહ જોવાઇ રહી હતી. તેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code