1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કૉંગ્રેસને ડબલ આંચકો: પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે ઈન્કમટેક્સ વિભાગે પકડાવી 1700 કરોડ રૂપિયાની નોટિસ

નવી દિલ્હી: કોંગ્રેસને ગુરુવારે પહેલા દિલ્હી હાઈકોર્ટમાંથી આંચકો લાગ્યો. તેના પછી ઈન્કમટેક્સ વિભાગે મુશ્કેલીઓમાં વધારો કર્યો. ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ પકાડવી છે. તેની સાથે જ લોકસભા ચૂંટણીઓથી ઠીક પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતાઓ વધી ગઈ છે. ઈન્કમટેક્સ વિભાગની નવી માગણી 2017-18થી લઈને 2020-21 માટે છે. તેમાં દંડ અને વ્યાજ […]

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર બોલ્યું યુએન, સૌના અધિકારોની સુરક્ષા જરૂરી

ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસના એક પ્રવક્તાએ કહ્યુ છે કે તેમને આશા છે કે ભારત તથા કોઈપણ અન્ય દેશમાં, જ્યાં ચૂંટણી થઈ રહી છે, લોકોના રાજકીય અને નાગરિક અધિકારોની સુરક્ષા કરવામાં આવશે અને દરેક એક સ્વતંત્ર અને તટસ્થ માહોલમાં મતદાન કરી શકશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને […]

લોકસભા ચૂંટણીઃ જમ્મુ અને કાશ્મીરના માઈગ્રન્ટ મતદારોને વિશિષ્ટ મતદાન મથકની સુવિધા મળશે

નવી દિલ્હીઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માં કોઈપણ મતદાર મતદાનથી વંચિત રહી જાય નહીં તે સુનિશ્ચિત કરવાના હેતુથી ભારતના ચૂંટણી પંચ દ્વારા જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિસ્તારના સ્થળાંતરિત મતદારોને ટપાલ મતપત્ર અથવા દિલ્હી, ઉધમપુર અને જમ્મુ ખાતે સ્થાપિત વિશિષ્ટ મતદાન મથક ખાતે રૂબરૂ મતદાન કરી શકશે. આ મતદારોમાં માત્ર એવા મતદારોનો સમાવેશ થશે કે જે […]

લીંબડીના બળોલ ગામના તળાવમાં સગીર વયના બે પિતરાઈ ભાઈઓના ડુબી જતાં મોત

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લીંબડી તાલુકાના બળોલ ગામના તળાવમાં  પડેલી ભેંસોને બહાર કાઢવા જતાં બે સગીર વયના પિતરાઇ ભાઇઓના ડૂબી જતાં મોત નિપજતા ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી.  આ ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ ફાયર વિભાગની મદદથી બંનેના મૃતદેહો બહાર કાઢીને પી.એમ. અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ […]

કપરાડાના શીંગ ડુંગરી ગામ મધુબન ડેમના પાણીને લીધે બેટ બન્યું, અવર-જવર માટે હોડીનો સહારો

કપરાડાઃ વલસાડના કપરાડા તાલુકાનું શીંગ ડુંગરી ફળિયા તરીકે ઓળખાતું ગામ આજે પણ એનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. કારણે ગામની ફરતે પાણી ભરાયેલા હોવાથી ગામ ટાપુ બની ગયું છે. દરેક ઘરમાં હોડી જોવા મળે છે. એટલે બહાર જવા માટે હોડી એક માત્ર સાધન છે. ગામના દરેક વ્યક્તિ હોડી ચલાવવામાં માહેર છે. ગામમાં ધોરણ 1થી 5ની […]

દ્વારકામાં દરિયાની ભરતીને લીધે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં 40 પ્રવાસીઓનું રેસ્ક્યુ કરાયું

દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામે કાંઠે  આવેલા પંચકૂઈ દર્શન માટે 40 જેટલા યાત્રાળુંઓ જઈ રહ્યા હતા. ત્યારે દરિયામાં ભરતીને કારણે ગોમતી નદીનો પ્રવાહ એકાએક વધી જતાં તમામ યાત્રાળુંઓ પાણીમાં ફસાયા હતા.આ બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતા ત્વરિત કામગીરી કરીને તમામ પ્રવાસીઓનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં દર્શન પહેલાં ગોમતી સ્નાનનું […]

મોઢેરા ગામના ખેડુતોને કોર્ટનો હુક્મ છતાં વળતર ન ચુકવાતા નર્મદા વિભાગની કચેરીને સીલ

મહેસાણાઃ બહુચરાજી વિસ્તારમાં નર્મદાની કેનાલના રોડ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. જેમાં મોઢેરા ગામના 10 જેટલા ખેડુતોએ વળતરની પુરતી રકમ મળી ન હોવાનો અસંતોષ વ્યક્ત કરીને વધુ વળતર માટે કોર્ટમાં દાદ માગી હતી. આથી કોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી રૂ.8,31,000નું વળતર ચૂકવવા વર્ષ 2021માં આદેશ કર્યો હતો, કોર્ટનો આદેશ છતાં પણ વળતરની રકમ ન […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન કોંગ્રેસમુક્ત બની, બે કોર્પોરેટરએ રાજીનામાં આપ્યા, હવે ભાજપમાં જોડાશે

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીને લીધે ભાજપ દ્વારા ભરતી મેળાઓ યોજીને કોંગ્રેસને કાર્યકરો અને નેતાઓને ભાજપમાં વાજતે-ગાજતે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અને એ હદે પક્ષપલટો થઈ રહ્યો છે. કે, વિરોધ પક્ષનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. લોકશાહીમાં વિરોધ પક્ષ હોવો જરૂરી છે. પરંતુ ભાજપ પાસે બહુમતી હોવા છતાંયે કોંગ્રસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં […]

રાજકોટમાં એક વર્ષમાં 46000થી વધુ નવા વાહનો વેચાયાં, RMCને 29 કરોડની આવક થઈ

રાજકોટઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા એક વર્ષમાં 46000થી વધુ નવા વાહનોનું વેચાણ થયું હતું. જેના લીધે મ્યુનિ.કોર્પોરેશનને 29 કરોડથી વધુ આવક થઈ હતી. જ્યારે રાજકોટ આરટીઓ કચેરીમાં શહેર અને જિલ્લામાં નવા ખરીદાયેલા 1,11,578 વાહનોનું રજિસ્ટ્રેશન થતાં આરટીઓ કચેરીને 196 કરોડની આવક થઈ હતી. આમ રાજકોટ શહેર […]

ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારથી થશે રજિસ્ટ્રેશન

અમદાવાદઃ ધોરણ 12 સાયન્સના પરિણામ પહેલા જ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે 2જી એપ્રિલથી 15મી મે સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. જ્યારે ડિગ્રી ફાર્મસીમાં પણ 9મી એપ્રિલથી 28મી એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન પ્રકિયા ચાલશે. ધારણ-12 સાયન્સના જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે. તેવા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code