1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજકોટમાં ગણેશોત્સવમાં ગણેશજીની મુર્તિ 9 ફુટથી વધુ ઊંચી અને POPની ખરીદવા-વેચવા સામે પ્રતિબંધ

રાજકોટઃ શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવે છે. ગણેશ ઉત્સવના હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને ગણપતિજીની 9 ફુટથી વધુ ઊંચાઈની મૂર્તિઓ સ્થાપી શકકાશે નહીં ઉપરાંત પીઓપીની મૂર્તિઓ પણ ખરીદવા અને વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત પંડાલમાં યોજાતા ગણેશોત્સવમાં સીસીટીવી કેમેરા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. […]

ગુજરાતમાં ઈજનેરીનો કોર્ષ ગુજરાતીમાં ભણવા વિદ્યાર્થીઓને રસ નથી, માત્ર 1 બેઠક જ ભરાઈ

અમદાવાદઃ ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં ઈજનેરીનો અભ્યાસ કરે તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)એ  પ્રાયોગિક ધોરણે એક સરકારી ઈજનેરી કોલેજમાં અંડર ગ્રેજ્યુએટના ચાર વિવિધ કોર્ષ ગુજરાતી માધ્યમમાં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.પણ ગત વર્ષે માત્ર બે જ વિદ્યાર્થીએ જ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમમાં ભણવામાં કોઈ રસ જણાતો નથી. […]

અમદાવાદમાં પ્લાસ્ટિકના મુદ્દે AMCના સોલીડ વેસ્ટ વિભાગની કામગીરી સામે કમિશનરે આપ્યો ઠપકો

અમદાવાદઃ  શહેરમાં ઓછા માઈક્રેનવાળા પ્લાસ્ટિકનો બેરોકટોક ઉપયોગ થઈ રહ્યો છે. જેના લીધે લોકોના આરોગ્યને નુકશાન થઈ રહ્યું છે. શહેરમાં ગેરકાયદે પ્લાસ્ટિકના વપરાશ સામે એએમસીનું સોલિડ વેસ્ટ વિભાગ કામગીરી કરી રહ્યું છે. પણ આ વિભાગની કામગીરી સામે ખૂદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસનએ  સવાલ ઉઠાવ્યા છે. મ્યુનિના અધિકારીઓ સાથેની રીવ્યુ બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર દ્વારા […]

ગુજરાતમાં ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત 13.62 લાખ મહિલાઓને સહાય ચુકવાઈ

અમદાવાદઃ ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વર્ષ 2022-23માં રાજ્યની 13.62 લાખ જેટલી નિરાધાર વિધવા મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા પ્રતિમાસ રૂ.1250ની સહાય લેખે કુલ રૂ. 1600 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે ચાલુ વર્ષના બજેટમાં આ માટે રૂ.1897 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિધવાઓ પણ પુનર્લગ્ન કરીને ફરીથી નવું જીવન શરૂ કરી શકે તે માટે […]

કચ્છ: સીસીટીવી કેમેરા અને વાઇફાઇની સુવિધા સાથે ભીમાસર બન્યું સ્માર્ટ ગામ

ભીમાસરની મુલાકાત નેપાળના પૂર્વ તેમજ અત્યારના વડાપ્રધાન લઈ ચૂક્યા છે ગામને રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના ઘણા એવોર્ડ પણ મળ્યાં અમદાવાદઃ અંદાજે 15,000ની વસ્તી ધરાવતા ભીમાસર ગામમાં પાકા રોડ રસ્તા, પાણીની 24 કલાક સુવિધા, સ્ટ્રીટ લાઇટો, ડિજિટલ પંચાયત, સીસીટીવી કેમેરા તેમજ વાઇફાઇની સુવિધા છે. ભીમાસર ગામમાં સૂચના આપવા માટે વિશેષ સાયરન સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. […]

આજકાલ યુવતીઓમાં જૂના જમાનાની ફેશન કહેવાતી ‘બેલ બોટમ પેન્ટ’નો વધતો ક્રેઝ, અનેક ફ્રેબિકમાં છે ઉપલબ્ધ

દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર આકર્ષક દેખાઈ અને આ માટે તે અવનવા પરિધાન ધારમ કરે છે અને ફેશન સાથે ચાલવાનો પ્રયત્ન કરે છે તેજ રીતે હવે ફએશનની વાત કરીએ તો આજકાલ જૂના દાયકા એટલે કે 80 90ના દાયકાની ફેશનનું પુનરાવર્તન થી રહ્યું છે ટોપ હોય અનારકલી ડ્રેસ હોય કે બોલ્ડ બેટમ પેન્ટ […]

ઓયલી સ્કિન અને ખીલ માટે ફુદીનાના પાન કરશે કમાલ,જાણો ફેસ પેક બનાવવાની રીત

ઔષધીય ગુણોથી ભરપૂર ફુદીનાનો ઉપયોગ અનેક રીતે થાય છે. ફુદીનાને કુંડામાં પણ સરળતાથી ઉગાડી શકાય છે, તેના પાંદડાનો ઉપયોગ માત્ર ચટણી અને જ્યુસ બનાવવા માટે જ નથી થતો, પરંતુ તે ઘણી બીમારીઓને પણ મટાડે છે. ફુદીનો ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વરસાદની ઋતુમાં ઓયલી સ્કિનવાળા લોકોમાં પિમ્પલ્સની સમસ્યા વધી જાય છે, જેનાથી છુટકારો […]

કિચન ટિપ્સઃ- શું તમારા બાળકો એપલ નથી ભાવતા  તો લંચ બોક્સમાં આપો આ કર્ડ-એપલ સલાડ

સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સફરજન અનેક ગુણોથી ભરપુર હોય છે ખાસ કરીને એવા બાળકો જે પોષ્ટિક આહાર લેતા નથી તેઓજો દિવસમાં એક એપલ ખાીલે તોય ઘણું છે,પણ આજકાલના ઘણા બાળકો એપલ ખાવામાં સમજતા નથી આવી સ્થિતિમાં તમે તેને એપલ રાયતું બનાવીને ખવડાવી શકો છો જે હેલ્ધી પણ છે. સામગ્રી 1 નંગ […]

અદાણી ફાઉન્ડેશનના ‘કામધેનુ’ પ્રોજેક્ટ થકી પશુપાલકોના જીવનમાં હરિયાળી

અદાણી ફાઉન્ડેશન પશુપાલકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. કામધેનુ પ્રોજેક્ટ થકી સમુદાયોની આવક સાથે જીવનસ્તર સુધરી રહ્યું છે. પશુધનના રસીકરણ, સારવાર, શેડ, યોગ્ય ઘાસચારો અને કૃત્રિમ બીજદાન સહિત તંદુરસ્ત ઉછેરના ઉત્તમ અને પ્રોત્સાહક પરિણામો મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં દહેજની આસપાસના ગામોમાં પશુધન સંવર્ધન થવાથી પશુપાલકોની આવકમાં વૃદ્ધિ થઈ છે. જેનાથી ખુશખુશાલ પશુપાલકો ફાઉન્ડેશનની […]

ચંદ્રયાન-3 માટે શનિવારનો દિવસ ખુબ મહત્વનો, ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે

નવી દિલ્હીઃ ચંદ્રયાન-3 અંતરિક્ષયાને 14મી જુલાઈના રોજ લોન્ચ થયા બાદ ચંદ્રમાની લગભગ બે તૃતીયાંશ અંતર કાપી લીધું છે. ટ્રાન્સ-લૂટન ઈન્જેક્શન પછી ચંદ્રયાન-3 યૃથ્વીની કક્ષાની બહાર નીકળ્યા બાદ હવે ચંદ્રની નજીક પહોંચી રહ્યું છે. આવતીકાલનો દિવસ ખુબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આવતીકાલે શનિવારે ચંદ્રયાનને ચંદ્રની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈના રોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code