1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં હવે ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે રૂપિયા 600નો ખર્ચ કરવો પડશે

અમદાવાદઃ  રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સની ફીમાં રાતોરાત 100 ટકાનો વધારો કરી દેવાતા વિરોધ ઊભો થયો છે. ફી વધારાના પરિપત્ર પહેલાં જ અરજી કરનારા વાહનચાલકો પાસેથી પણ નવો ભાવ વસૂલવામાં આવી રહ્યો છે. સામાન્ય સંજોગોમાં કોઈ વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ ગૂમ અથવા કોઇ કારણોસર તૂટી જાય તેવા સંજોગોમાં ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાની ફરજ પડે […]

અમદાવાદમાં વર્ષો જુના એલિસબ્રિજની કાયાપલટ કરાશે, AMCએ બનાવ્યો પ્લાન

અમદાવાદ: શહેરમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન બનાવેલો ઐતિહાસિક એલિસબ્રિજ વર્ષો પછી પણ અડિખમ ઊભો છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી વાહનો માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ રાહદારીઓ માટે પણ બંધ કરાયો છે. શહેરના ભવ્ય ભૂતકાળ સાથે પણ બ્રિજ જોડાયેલો છે. અલિસબ્રિજ આજે પણ એના સ્ટ્રક્ચર માટે આજે પણ બેનમુન છે. એટલે જ એની હયાતી જળવાઈ […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 12મી ઓગસ્ટથી પુનઃ જોય રાઈડ શરૂ કરાશે, ટિકિટના ભાવમાં વધારો

અમદાવાદઃ શહેરના સાબરમતિ રિવરફ્રન્ટથી હેલિકોપ્ટરની જોય રાઈડ સેવા શરૂ કરવામાં આવી હતી. શહેરીજનો આકાશી નજારો માણી શકે તે માટે આ સેવા શરૂ કરવામાં આવી હતી. કેટલાક મહિના આ સેવા કાર્યરત રહ્યા બાદ હેલિકોપ્ટર જોય રાઇડનો કોન્ટ્રાક્ટ રિન્યૂ નહીં થતાં તે અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે ફરીવાર રિવરફ્રન્ટ પર જોઈ રાઈડ શરૂ કરવામાં […]

ગુજરાતમાં વેપારમાં તેજીને લીધે મહિનામાં જ GSTના 96.18 લાખ ઈ-વે બિલો જનરેટ થયા

અમદાવાદઃ દેશમાં જીએસટીની આવકમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. નિકાસમાં પણ ગુજરાતના વેપાર-ધંધાએ કાઠુ કાઢ્યું છે. છેક વલસાડથી લઈને કચ્છ સુધી અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે. એટલું જ નહીં કૃષિ ઉત્પાદન પણ વધી રહ્યું છે.  એટલે વેપારનો ગ્રોથ વધતા જેની સિધી ઈફેકટ રાજય જીએસટી વિભાગ દ્વારા જનરેટ કરવામાં આવતા […]

ગુજરાતમાં એક મહિનામાં જ એક લાખથી વધુ નવા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

ગાંધીનગરઃ ખેડૂતોમાં જાગૃતિ અને સમાજના સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. જુલાઈ-2023 ના એક મહિનામાં જ રાજ્યમાં 1,05,000  નવા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. હવે રાજ્યમાં કુલ 7,74,000 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આ માટે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દરેક તાલુકામાં પ્રાકૃતિક […]

દેશમાં પ્રથમ સ્થાન, ગુજરાતની 1.78 મિલિયન વિદેશી પ્રવાસીઓએ એક વર્ષમાં લીધી મુલાકાત,

ગાંધીનગરઃ  કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-2023ના અહેવાલ મુજબ વિદેશી પ્રવાસીઓની દ્રષ્ટિએ ગુજરાતે ભારતમાં પ્રથમ સ્થાન અને સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022 માં 8.59 મિલિયન વિદેશી પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી હતી. જેમાંથી 1.78 મિલિયન પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. એટલે કે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં […]

તરણેતરનો ભાતીગળ લોકમેળો 18મી સપ્ટેમ્બરથી યોજાશે, કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી બેઠક

સુરેન્‍દ્રનગરઃ  જિલ્‍લામાં થાનગઢ નજીક તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિધ્‍ધ તરણેતરના ભાતીગળ મેળાનું આ વર્ષે 18 સપ્ટેમ્બરથી 21 સપ્‍ટેમ્‍બર-2023 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી, સભાખંડ ખાતે કલેકટર કે.સી.સંપટના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમા જિલ્લા કલેક્ટરે તરણેતર મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા […]

રાજકોટમાં ગણેશોત્સવમાં ગણેશજીની મુર્તિ 9 ફુટથી વધુ ઊંચી અને POPની ખરીદવા-વેચવા સામે પ્રતિબંધ

રાજકોટઃ શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવે છે. ગણેશ ઉત્સવના હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને ગણપતિજીની 9 ફુટથી વધુ ઊંચાઈની મૂર્તિઓ સ્થાપી શકકાશે નહીં ઉપરાંત પીઓપીની મૂર્તિઓ પણ ખરીદવા અને વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત પંડાલમાં યોજાતા ગણેશોત્સવમાં સીસીટીવી કેમેરા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. […]

ગુજરાતમાં ઈજનેરીનો કોર્ષ ગુજરાતીમાં ભણવા વિદ્યાર્થીઓને રસ નથી, માત્ર 1 બેઠક જ ભરાઈ

અમદાવાદઃ ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં ઈજનેરીનો અભ્યાસ કરે તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)એ  પ્રાયોગિક ધોરણે એક સરકારી ઈજનેરી કોલેજમાં અંડર ગ્રેજ્યુએટના ચાર વિવિધ કોર્ષ ગુજરાતી માધ્યમમાં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.પણ ગત વર્ષે માત્ર બે જ વિદ્યાર્થીએ જ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમમાં ભણવામાં કોઈ રસ જણાતો નથી. […]

અમદાવાદમાં પ્લાસ્ટિકના મુદ્દે AMCના સોલીડ વેસ્ટ વિભાગની કામગીરી સામે કમિશનરે આપ્યો ઠપકો

અમદાવાદઃ  શહેરમાં ઓછા માઈક્રેનવાળા પ્લાસ્ટિકનો બેરોકટોક ઉપયોગ થઈ રહ્યો છે. જેના લીધે લોકોના આરોગ્યને નુકશાન થઈ રહ્યું છે. શહેરમાં ગેરકાયદે પ્લાસ્ટિકના વપરાશ સામે એએમસીનું સોલિડ વેસ્ટ વિભાગ કામગીરી કરી રહ્યું છે. પણ આ વિભાગની કામગીરી સામે ખૂદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસનએ  સવાલ ઉઠાવ્યા છે. મ્યુનિના અધિકારીઓ સાથેની રીવ્યુ બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code