1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદના નાગરિકોના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે AMC દ્વારા 5મી ઓગસ્ટથી લોક દરબાર યોજાશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે  લોકો ધણી ફરિયાદો કરવા છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. નાગરિકોના પ્રાથમિક પ્રશ્નો રોડ રસ્તા, ગટર પાણી, સ્ટ્રીટ લાઈટ સફાઈ વગેરેના પ્રશ્નો પ્રત્યે તંત્રનું ધણીવાર ઉદાસિન વલણ જોવા મળતું હોય છે. અને રજુઆતો કરવા છતાં ઉકેલ આવતો નથી. આથી હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આગામી તા.5મી ઓગસ્ટથી લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. […]

ધરોઈ ડેમમાં નવા પાણીની સતત આવક, સાબરમતી નદીના કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયાં

અમદાવાદઃ ઉત્તર ગુજરાતની જીવાદોરી મનાતા ધરોઈ ડેમના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે ધરોઈ ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. જેથી સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકાને સાબદા રહેવા તાકીદ કરી છે. ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝનનો 60 ટકા જેટલો વરસાદ વરસો રહ્યો છે. સૌથી વધારે કચ્છમાં સૌથી વધારે 120 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં […]

ગુજરાતઃ તીર્થ દર્શન યોજના હેઠળ 1.36 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરી તીર્થયાત્રા

અમદાવાદઃ ગુજરાતમાં વસતા સિનિયર સિટિઝન્સ તીર્થ દર્શનનો લાભ લઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા ચાલતી શ્રવણ તીર્થ યોજનાનો અત્યાર સુધીમાં 1,32,928 શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે. વર્ષ 2017થી અમલી આ યોજનામાં સરકારે શ્રદ્ધાળુઓને રૂ. 757 લાખની સહાય પ્રદાન કરી છે. ગુજરાત સરકારની તીર્થ દર્શન માટે ચાલતી વિવિધ યોજનાઓ હેઠળ કુલ 1.36 લાખ શ્રદ્ધાળુઓએ લાભ લીધો […]

અમદાવાદમાં મુખ્ય રોડ અને ક્રોસ જંકશન પરના 636 CCTV બંધ હાલતમાં, 727 કેમેરા તૂટી ગયા

અમદાવાદઃ  શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે તમામ મહત્વના જંકશનો અને મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પણ કેટલા સીસીટીવી કેમેરા કાર્યરત છે. અને કેટલા નથી ચાલતા તેની કોઈ જ દરકાર લેવામાં આવતી નથી. શહેરમાં 636 સીસીટીવી બંધ હાલતમાં છે. જ્યારે 727 કેમેરા તૂટી જતાં દૂર કરવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના કેમેરા ઓવર બ્રિજ, સેન્ટ્રલ […]

અમદાવાદમાં પોલીસે રોડ પરથી ગેરકાયદે પાર્કિંગ હટાવ્યા બાદ ફરી એ જ જગ્યાએ વાહનો પાર્ક થઈ ગયા

અમદાવાદઃ શહેરમાં ઈસ્કોનબ્રિજ પર અકસ્માતની ઘટના બાદ પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. એટલુ જ નહીં એએમસીના અધિકારીઓને સાથે રાખીને રોડ પર ગેરકાયદે પાર્કિંગ કરનારા સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પરંતુ કહેવત છે, ને કે, શેઠની શિખામણ ઝાંપા સુધી એમ પોલીસે ગેરકાયદે પાર્કિંગના સ્થળેથી વાહનો હટાવ્યા બાદ પોલીસ અને એમએમસીના અધિકારીઓ જતાં ફરીવાર એ જ […]

ગુજરાત યુનિ,એ ઉત્તરવહી કાંડમાં કાર્યવાહી ન કરતા NSUIએ કૂલપતિની ચેમ્બરમાં નારા લગાવ્યાં

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી નર્સિંગની પરીક્ષાની 28 ઉત્તરવહીઓ ગાયબ થયા બાદ ગુજરાત યુનિવર્સિટીએ માત્ર પોલીસ ફરિયાદ નોંધાવીને પોતાની ફરજ પુરી થઈ ગઈ હોય તેમ જવાબદારો સામે કોઈ જ પગલાં લેવાયા નથી. આ મામલે સની ચૌધરી નામના વ્યક્તિનું નામ ખૂલ્યું છે. NSUIનો આક્ષેપ છે કે, આરોપી ભાજપ સાથે જોડાયેલો હોવાથી યુનિવર્સિટી કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં […]

ગુજરાતમાં 70 જેટલાં IPSની બદલીનો ગંજીપો ચીપાયો, અમદાવાદના નવા સીપી કરીતે G S મલિક

અમદાવાદઃ  ગુજરાતમાં આઈપીએસની બદલીઓ માટે છેલ્લા મહિનાઓથી રાહ જોવાતી હતી. ત્યારે એકસાથે 70 જેટલા આઈપીએસ અધિકારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવી છે. જેમાં દિલ્હીમાં ડેપ્યુટેશન પર રહેલા ગ્યાનેન્દ્રસિંહ મલિકને હોમ કેડરમાં પાછા બોલાવાયા છે, અને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંહને ગાંધીનગરમાં લો એન્ડ ઓર્ડરના DGની જવાબદારી સોંપાઈ છે. દિલ્હી ડેપ્યુટેશન […]

તમારા મોનસુનને બનાવો યાદગાર -ઓગસ્ટમાં ફરવા જવું છે તો જાણીલો આ કુદરતી સાનિધ્યમાં આવેલા પર્યટન સ્થળો વિશે

ચોમાસાના શરુઆતમાં ગોવા,આમાસ ફરવા માટે બેસ્ટ વધુ વરસાદમાં આ જગ્યાઓ પર જવું ટાળવું જોઈએ હવે થોડા જ સમયમાં ગરમીમાંથી રાહત મળશે અને ચોમાસાનું આગમન થશે જો તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો તે વરસાદ પડતાજ સવ્રગ્ જેવા બની જતા પ્રદેશોની મુલાકાત લઈ શકો છો.જેમાં ખઆસ કરીને  અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને આસામમાં ભારે વરસાદ થઈ શકે […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમારાની વિવિધ ઘટનામાં રેલવેને રૂ. 55 લાખનું નુકસાન

નવી દિલ્હીઃ ભારતીય રેલવે ઘણા રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવી રહી છે. દરમિયાન અનેક જગ્યાએથી પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં માહિતી આપી હતી કે, 2019થી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાને કારણે રેલવેને 55 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. રેલવે મંત્રીએ લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી […]

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર વિપક્ષને ઘેરવાની ભાજપાએ બનાવી ખાસ રણનીતિ

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને સ્પીકરે સ્વીકારી લીધો છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) આ તકનો ફાયદો ઉઠાવીને કોંગ્રેસ પર નિશાન સાધશે. ભાજપાએ વિપક્ષને પોતાના હથિયારથી હરાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. માનવામાં આવે છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર આગામી સપ્તાહે ચર્ચા થશે. જેથી ભાજપ વિપક્ષ સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code