1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાકિસ્તાની દાણચોરો ડ્રોન દ્વારા ભારતના પંજાબમાં ડ્રગ્સ સપ્લાય કરતા હોવાની શાહબાઝના અધિકારીની કબૂલાત

નવી દિલ્હીઃ ભારતના પંજાબ રાજ્યમાં યુવાનોમાં ડ્રગ્સની વધતી આદત માટે હંમેશા પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવે છે. પરંતુ પાકિસ્તાન સરકાર દર વખતે આ વાત સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ હવે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના એક વરિષ્ઠ અધિકારીએ ટીવી પર કબૂલાત કરી છે કે, ડ્રોનની મદદથી સરહદ પાર ભારતના પંજાબ રાજ્યમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. આ […]

સુરતઃ પંચાયત હસ્તકના 45 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

અમદાવાદઃ સુરત જિલ્લામાં ચોવીસ કલાક દરમિયાન બારડોલી તાલુકામાં 8 ઈચ, મહુવા તાલુકામાં 12 ઈચ પલસાણા તાલુકામાં 6 ઈચ, માંડવીમાં ચાર ઈચ જેટલા ભારે વરસાદના કારણે જિલ્લામાં ઓવર ટોપીંગ, અન્ડર પાસમાં પાણી ભરવાને કારણે 45 જેટલા રસ્તાઓને વાહન વ્યવહાર તથા લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં પલસાણાના નવ, બારડોલીના 17, મહુવાના 13 અને માંડવી […]

દાંતીવાડા ડેમના છ દરવાજા ખોલીને બનાસનદીમાં 25 હજાર ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદઃ માઉન્ટ આબુ ઉપરવાસમાં ભારે વરસાદને લીધે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં 25,000 ક્યુસેક જેટલું પાણી છોડાયું છે. આ વર્ષે ઉપરવાસના જિલ્લાઓમાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. માઉન્ટ આબુ ઉપરવાસમાં 160 મી.મી. ભારે વરસાદ થતાં આજે 28 જુલાઈએ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 599.35 ફૂટ […]

ચહેરા માટે ઘરે જ બનાવો કેમિકલ ફ્રી નેચરલ બ્લીચ,દાગ-ધબ્બા થઈ જશે દૂર

જો તમે ચોમાસાની ઋતુમાં તમારી ત્વચાની કાળજી ન રાખો તો ચહેરાની ચમક ઓછી થવા લાગે છે. યુવતીઓ અને મહિલાઓ ચહેરાને નિખારવા માટે બજારમાં મળતા બ્લીચનો ઉપયોગ કરે છે, જેનાથી ઈન્સ્ટન્ટ ગ્લો આવે છે, પરંતુ પાછળથી કેમિકલના કારણે ચહેરો મુરઝાયેલો દેખાવા લાગે છે. બ્લીચ કર્યા પછી કેટલાક લોકોના ચહેરા પર ફોલ્લીઓ થઈ જાય છે. જો તમે […]

ભારતઃ 42 કાયદાઓની 183 જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવશે

નવી દિલ્હીઃ હાલ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જેમાં વિવિધ બિલ પસાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.  ગુરુવારે લોકસભામાં જન વિશ્વાસ (સુધારા) બિલ 2023 પાસ થયું છે. આ બિલ નાના ગુનાઓ માટે સજાને નાબૂદ કરવા અથવા ઘટાડવા સાથે સંબંધિત છે. બિલ દ્વારા 42 કાયદાઓની 183 જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવશે. બિલની રજૂઆત અને ચર્ચાનો જવાબ […]

અમદાવાદમાં બેક્ટેરિયલ કન્ઝક્ટિવાઈટિસના કેસમાં ચિંતાજનક વધારો

સાત દિવસમાં સિવિલ અનો સોલા સિવિલમાં 2800 કેસ નોંધાયાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો આંખમાં નાખવાની દવાની અછત ઉભી થયાની અટકળો અમદાવાદઃ શહેરમાં વાયરલ કન્ઝક્ટિવાઈટિસ એટલે કે ‘અખિયાં મિલા કે’ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરની સિવિલ અને સોલા સિવિલમાં સાત દિવસમાં 2800થી વધારે કન્ઝક્ટિવાઈટિસના કેસ નોંધાયાં છે. શહેરમાં અખિયા મિલા કે ના કેસમાં વધારો […]

ડેન્ગ્યુના વધતા કેસ વચ્ચે દિલ્હીમાં કડકાઈ- કોમર્શિયલ સ્થળો પર મચ્છરોનું બ્રીડિંગ જોવા મળશે તો 10 ગણો દંડ ભરવો પડશે

દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં ડેન્ગ્યુ અને અન્ય વેક્ટર-જન્ય રોગોને રોકવા માટેની રીતો પર ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો દિલ્હીમાં કોમર્શિયલ સ્થળો પર મચ્છરોનું બ્રીડિંગ જોવા મળશે તો 10 ગણો દંડ ભરવો પડશે આ સાથે હવે ઘરોમાં મચ્છરોના બ્રીડિંગ માટે બમણો દંડ ભરવો પડશે. […]

મહારાષ્ટ્રમાં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મળશે નવા મકાનો,મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે જણાવ્યું હતું કે, ઇરશાલવાડી ગામમાં પૂર અને ભૂસ્ખલનથી બચેલા લોકોના પુનર્વસન માટે એક પ્લોટની ઓળખ કરવામાં આવી છે, જ્યાં સિડકો તેમના માટે કાયમી મકાનો બાંધશે. શિંદેએ વરસાદ અને પૂરથી પ્રભાવિત લોકો માટે વધુ નાણાકીય સહાયની પણ જાહેરાત કરી હતી. રાયગઢ જિલ્લાના ઇરશાલવાડી ગામમાં 19 જુલાઇના ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 27 […]

આ વાયરસને કારણે ઝડપથી ફેલાઈ રહ્યો છે ‘આઈ ફ્લૂ’,રિસર્ચમાં થયો ખુલાસો..સાવચેત રહો

દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં ‘આઇ ફ્લૂ’ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે ‘આઇ ફ્લૂ’ના કેસ વધુ છે. તે જ સમયે,દિલ્હી AIIMSનું સંશોધન બહાર આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે વધુ કેસ કેમ આવી રહ્યા છે. AIIMSના રિસર્ચ અનુસાર, એડિનોવાયરસને કારણે આઈ ફ્લૂના કેસ ખૂબ વધી રહ્યા […]

મોહરમમાં ડ્રમ અને એમ્પ્લીફાયરના ઉપયોગથી કોલકાતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ મોહરમના જુલુસમાં ડ્રમ વગાડવા મામલે પશ્ચિમ બંગાળની અદાલતે નારાજગી વ્યક્ત કરી હતી. કોલકાતા હાઈકોર્ટે કહ્યું કે, આમ બેરોકટોક કરવું ખોટું છે કારણ કે તે લોકોની શાંતિને ખલેલ પહોંચાડે છે અને કોઈ ધર્મ તેની મંજૂરી આપતો નથી. કોર્ટે પોલીસને જાહેર નોટિસ જારી કરીને આ માટે સમય નક્કી કરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી અન્ય લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code