1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગોંડલ સહિતના માર્કેટ યાર્ડ્સમાં ઉનાળું મગફળીની ધૂમ આવક, સારા ભાવથી ખેડુતો ખૂશખૂશાલ

અમદાવાદઃ  રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં ઉનાળું મગફળીની ધૂમ આવક થઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો. ગુરૂવારે 20 કિલો મગફળીનો ભાવ 1500થી 1916 રૂપિયા બોલાયો હતો. ગોંડલ ઉપરાંત રાજકોટ, ભાવનગર સહિત માર્કેટ યાર્ડમાં પણ ઉનાળું મગફળીની આવક શરૂ […]

ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂંની 2500 બોરીની આવક, પ્રતિ 20 કિલોના ભાવ 12000 બોલાયા

મહેસાણા:  જીરૂંની ખરીદી માટે દેશભરમાં જાણીતા એવા ઊંઝા માર્કેટ યાર્ડમાં મસાલા સહિતની જણસી જેવી કે, જીરું, વરીયાળી અને ઈસબગુલની આવક વધી રહી છે. જેની સામે ગુરૂવારે અજમાની આવક પણ જોવા મળી હતી. હવે છૂટા છવાયા ખેડૂતો અજમો અને જીરુંના વેચાણ માટે માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. યાર્ડમાં હાલ જીરુંનાં ભાવે તમા રેકર્ડ તોડ્યા છે. ગુરૂવારે […]

ગુજરાતમાં આજથી એક મહિના સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત લઈ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરાશે

ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા ચૂંટણીઓને અનુલક્ષીને મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા કરાવવા અને નામ કમી કરવા માટેનો ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે તા.1લી જાન્યુઆરી, 2024ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરી રહ્યા હોય તેવા યુવાનો મતદાર તરીકે નોંધણી કરાવી આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.1લી જાન્યુઆરી, […]

ગુજરાતમાં પ્રતિ 1 લાખની વસતીએ ટીબીના 189 દર્દીઓ, વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્તિનો સંકલ્પ

ગાંધીનગરઃ ગુજરાતમાં એક લાખ વ્યક્તિએ પ્રતિવર્ષ ટી.બી.ના હવે માત્ર 189 દર્દીઓ મળી રહ્યા છે. ટી.બી.ના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ગુરૂવારે રાજભવનમાં રાષ્ટ્રીય ટી.બી. ઉન્મૂલન કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં થઈ રહેલા કાર્યની સમીક્ષા કરી હતી. સમગ્ર દેશમાં ગુજરાત શ્રેષ્ઠ કામગીરીમાં બીજા ક્રમે છે, તે માટે આરોગ્યતંત્રને બિરદાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાંથી […]

અમરેલી જિલ્લામાં 114.86 એકર જમીનમાં 75 અમૃત સરોવરઃ શનિવારે CM, રાજ્યપાલ મુલાકાત લેશે

ગાંધાનગરઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વવાનને સહર્ષ વધાવી લેતા અમરેલી જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરાયું છે. આ પૈકી અમરેલી જિલ્લાના દુધાળા ખાતે લોકભાગીદારીથી ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામેલા અમૃત સરોવરની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ શનિવારે મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ જળ સિંચનના કામોનું નિરીક્ષણ કરશે. હાલ […]

જામનગર નજીક રંગમતી ડેમના દરવાજા ખોલાતા દરેડ ગામ પાસે ખોડિયાર મંદિર પાણીમાં ડુબ્યું

જામનગરઃ જિલ્લાના અનેક તાલુકામાં ગુરૂવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે રંગમતી ડેમમાં પાણીની સપાટી વધતા ડેમના દરવાજા ખોલવામાં આવતા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું તેના લીધે દરેડ ગામના નદીકાંઠે આવેલા સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા. મંદિર અડધું પાણીમાં ગરકાવ થયું હતું. જામનગર શહેર અને […]

સુરતમાં અઠવાલાઈન્સથી કોર્ટના સ્થળાંતર સામે વકીલોની રેલી, સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને રજુઆત

સુરતઃ શહેરમાં કોર્ટને અઠવાલાઇન્સ વિસ્તારમાંથી  જીયાવ બુઢિયા વિસ્તારમાં સ્થળાંતર કરવા સામે વકિલો મેદાને પડ્યા છે. કોર્ટના સ્થળાંતરના વિરોધમાં વકીલો તમામ રીતે લડી લેવાના મૂડમાં છે. સરકાર દ્વારા જીયાવ બુઢિયા વિસ્તારમાં કોર્ટને સ્થળાંતર કરવા જગ્યા ફાળવી છે. જેના વિરોધમાં સુરતના વકીલો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. ગુરૂવારે 1500થી વધુ વકીલો દ્વારા કોર્ટથી કલેકટર કચેરી […]

બનાસકાંઠામાં ભારે બફારા બાદ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી,

પાલનપુરઃ બનાસકાંઠામાં મેઘરાજાએ લાંબો વિરામ લીધા બાદ હવે ફરીવાર પધરામણી કરી છે. ચેલ્લા ઘણા દિવસથી ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં ધાનેરાના બોર્ડર વિસ્તાર બાપલા, વાછોલ, વક્તાપુરા ગ્રામીણ વિસ્તાર તેમજ પાલનપુર વડગામ અમીરગઢ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. બનાસકાંઠા જિલ્લામાં થોડાક […]

ગાંધીનગર મ્યુનિ. સંચાલિત અંગ્રેજી માધ્યમની 5 શાળાઓમાં શિક્ષકો જ નથી, ક્યાંથી ભણશે બાળકો

ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત પાંચ જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં શિક્ષકો જ નથી. તો બાળકો કેવી રીતે ભણતા હશે. એવો પ્રશ્ન ઊઠ્યો છે. ગત વર્ષે પ્રવાસી શિક્ષકો બાળકોને ભણાવતા હતા. આ વખતે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને સવાથી દોઢ મહિનો વિતી ગયો હોવા છતાં હજુ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. તેથી અંગ્રેજી માધ્યમની પાંચ શાળાઓ શિક્ષકો […]

પાલિતાણા નગરપાલિકાની આર્થિક સ્થિતિ કંગાળ, કર્મચારીઓને બે મહિનાથી પગાર મળ્યો નથી

ભાવનગરઃ જિલ્લાની પાલીતાણા શહેરની નગરપાલિકાના તમામ કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગારની મળ્યો નથી. ત્રીજો મહિનો અડધો વિતી ગયા છતાયે પગરાનું ઠેકાણું પડતું નથી. નગરપાલિકા ગ્રાન્ટ ન હોવાનું રટણ કરે છે. કાયમી કર્મચારીઓ તો ઠીક પણ સફાઈ કામદારોને પણ બે મહિનાથી પગાર ચૂકવાયો નથી જેના કારણે કર્મચારીઓ પરેશાન બન્યા છે ત્યારે તાત્કાલિક પગારની ચુકવણી કરવા કર્મચારીઓમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code