1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

Esclator માં બાળકો સાથે પ્રથમ વખત જઈ રહ્યા છો તો Parents આ રૂલ્સને કરો ફોલો

આધુનિક ટેક્નોલોજીના કારણે આજકાલ સીડીઓ ચઢવી ખૂબ જ સરળ બની ગઈ છે કારણ કે આજકાલ એસ્કેલેટરના કારણે કામ ખૂબ જ સરળ થઈ ગયું છે. પરંતુ જ્યારે આમાં બાળકો સાથે જવાની વાત આવે છે ત્યારે માતા-પિતાએ થોડું સાવધ રહેવું પડશે. ખાસ કરીને જ્યારે બાળક નાનું હોય ત્યારે પણ વધુ કાળજી લેવી પડે છે કારણ કે એસ્કેલેટર […]

કપરાડામાં 10 ઈંચ વરસાદ, ખંભાળિયામાં 9 ઈંચ, મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા

અમદાવાદઃ  ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે. શુક્રવારે સવારે 6 વાગ્યથી રાતના 10 વાગ્યા સુધીમાં 91 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના કપરાડામાં 10 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ, અને જુનાગઢના વિસાવદરમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ત્યારે શુક્રવારે સૌરાષ્ટ્ર […]

ગુજરાતમાં યુરિયા ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે, અફવાથી દુર રહેવા કૃષિમંત્રીની અપીલ

ગાંધીનગરઃ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યમાં યુરીયા ખાતરની ઉપલબ્ધતા અંગે ખેડૂતો તરફથી મળેલા સૂચનોને ધ્યાને લઇ કૃષિ મંત્રીએ ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે […]

ગુજરાતમાં ઓવરસ્પીડિંગ અને રોંગ સાઈડને લીધે 4 વર્ષમાં અકસ્માતોમાં 26553 લોકોના મોત થયાં

અમદાવાદઃ ગુજરાતમાં જે પ્રકારે ગમખ્વાર અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે  તે સમાજ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે. રાજ્યના ચાર મહાનગરોમાં એનસીઆરબીના આંકડા મુજબ ત્રણ વર્ષમાં  18,287 મૃત્યુ થયા છે. ગુજરાતમાં સૌથી વધુ અકસ્માતમાં મૃત્યુના કેસમાં  સુરત મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં 6760 મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદમાં ત્રણ વર્ષમાં […]

શામળાજી- હિંમતનગર હાઈવે પર નવ નિર્મિત ઓવરબ્રિજ પર એક-એક ફુટ ઊંડા ખાડાં પડ્યાં

હિંમતનગરઃ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેને પહોળો બનાવીને સિક્સ લેનમાં રૂપાંતર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હાઈવેના નિર્માણ કાર્ય તેના અંતિમ તબક્કામાં પહોંચ્યુ છે. દરમિયાન ઓવરબ્રિજ અને હાઈવેનુ કાર્ય નબળી ગુણવત્તાનુ કરવાને ફરિયાદો ઊઠી છે. સામાન્ય વરસાદમાં હાઈવે પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. અનેક જ્યાએ લાંબા અને ઊંડા ખાડાઓ પડવાને લઈ […]

રાજુલાના પીપાવાવ નજીક ગુડ્ઝ ટ્રેને બે સિંહને ટક્કર મારી, એક સિંહનું મોત, એકને ઈજા

અમદાવાદઃ અમરેલી જિલ્લામાં રાજુલા-પીપાવાવ બંદર હોવાથી તેમજ આ વિસ્તારમાં અનેક ઉદ્યોગો આવેલા હોવાથી ગુડઝ ટ્રેનની અવર-જવર વધુ રહેતી હોય છે. આ વિસ્તારમાં સિંહોનો પણ વસવાટ હોવાથી સિંહો અવાર-નવાર રેલવે ટ્રેક પર આવી જતાં હોય છે. આથી રેલવે ટ્રેકની બન્ને બાજુએ ફેન્સિંગ કરવામાં આવી છે, જેથી સિંહ ટ્રેક પર ન આવી શકે. પરંતુ આમ છતાં સિંહો ટ્રેક […]

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ, તથ્યને 3 દિવસના રિમાન્ડ, પ્રજ્ઞેશ પટેલને 14 દિવસની જ્યુડિ,કસ્ટડી

અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનારા જેગુઆર કારના ચાલક તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટ રૂમમાં પણ જવાની જગ્યા ન હતી. કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો. કોર્ટ પરિસરમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે કોરિડોર બનાવીને આરોપી તથ્ય પટેલને કોર્ટ પરિસરના આઠમા માળે હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં […]

પાલનપુરમાં ડમ્પિંગ સાઈટ પર કચરો ઠાલવવાની જગ્યા નથી, એજન્સીએ કચરો ઉપાડવાનું બંધ કર્યું

પાલનપુરઃ શહેરમાં નગરપાલિકા દ્વારા શહેરમાંથી કચરો એકઠો કરીને ડમ્પિંગ સાઈટ પર ઠાલવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હાલ ડમ્પિંગ સાઈટ પર કચરાના ડૂંગર ખડકાઈ ગયા છે. અને સ્થિતિ એવી ઊભી થઈ છે. કે. હવે કચરો ઠાલવવાની જગ્યા જ બચી નથી. તેથી ડોર ટુ ડોરનું કચરો એકઠો કરવાનું કામ કરતી એજન્સીએ હથિયારો હેઠા મૂક્યા હોય એમ તમામ […]

ગાંધીનગર જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત, હવે કર્મયોગી ભવન કે જુના સચિવાલયમાં કચેરી શિફ્ટ થશે

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર જિલ્લા પંચાયતનુ બિલ્ડીંગ જર્જરીત બની જતાં બિલ્ડિંગમાં જતા પણ કર્મચારીઓ ડર અનુભવી રહ્યા છે. અને હાલ વરસાદી સીઝનમાં જિલ્લા પંચાયતના બિલ્ડિંગમાં બેસીને કામ કરવુ પણ હિતાવહ નથી. સરકારની એજન્સીએ એક વર્ષ પહેલા બિલ્ડિંગ જર્જરિત હોવાનો રીપોર્ટ આપવામાં આવ્યો છે. જેને લઇને જિલ્લા પંચાયત દ્વારા સરકાર પાસે  નવું બિલ્ડિંગ બનાવવા માટે જમીન […]

હિરણ-2 ડેમના 7 દરવાજા ખોલાયાં, નદીમાં પૂરથી વિકટ સ્થિતિ, વરસાદે ખમૈયા કરતા હાશકારો

તલાળા ગીરઃ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓ ગાંડીતૂર બની છે. જળાશયોની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. હીરણ નદીમાં ઘોડાપુર આવતા હીરણ -ડેમ-2ના તમામ 7 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે.પરિણામે તાલાલા પંથકમાં અનેક ગામોમાં હિરણ નદીના ધસમસતા પાણી ફરી વળ્યા છે. અને લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું. સૌરાષ્ટ્રમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code