1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સાયક્લોનિક સરક્યુલેશનને લીધે ગુજરાતમાં મંગળવારથી ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં મંગળવારથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્ય પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. તેની અસરને કારણે આગામી તા.18મીને મંગળવારથી કેટલાક દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં ભારેથી  અતિભારે વરસાદની વકી છે. 48 કલાકમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે તા. 18, 19, 20 અને 21મીએ ભારેથી અતિભારે […]

વર્લ્ડ બેન્ક ગુજરાતમાં લાર્જ સ્કેલ પ્રોજેક્ટ સહિતના ક્ષેત્રોમાં સહાયતા માટે તત્પર છેઃ અજય બાંગા

ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાઇ રહેલી G-20 બેઠકોમાં સહભાગી થવા આવેલા વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ  અજય બાંગા અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાથે વિસ્તૃત બેઠક ગાંધીનગરમાં યોજી હતી. ગુજરાત સાથેના વર્લ્ડ બેંકના સંબંધોનો સેતુ સુદ્રઢ થતો રહ્યો છે અને ગુજરાત વિકાસના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે તે માટે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી […]

પાલનપુર નગરપાલિકાએ કરકસરના ભાગરૂપે 17 આઉટસોર્સ કર્મચારીઓને છૂટા કરી દીધા

પાલનપુરઃ શહેરની નગરપાલિકામાં રોજબરોજનો ખર્ચ વધી રહ્યો છે. બીજી બાજુ પ્રોપર્ટી ટેક્સની પુરતી આવક થતી નથી. સરકારની ગ્રાન્ટ પણ કપાઈને આવી રહી છે. ત્યારે ખર્ચને પહોંચી વળવા માટે મ્યુનિ.ના સત્તાધિશોએ કરકસરના પગલે લેવાનું નક્કી કર્યું છે. જેમાં નગરપાલિકાની પાણી પુરવઠા શાખાના 17 આઉટસોર્સ કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર નગરપાલિકાના […]

બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં 80 ટકા કરતા વધુ પાણી ભરાતા નદી વિસ્તારમાં પ્રવેશ ન કરવા સૂચના

પાલનપુરઃ બનાસકાંઠામાં આ વખતે અષાઢ મહિના દરમિયાન સારોએવો વરસાદ પડ્યો છે. ઉપરાંત રાજસ્થાનમાં પણ ભારે વરસાદને કારણે બનાસ સહિતની નદીઓ બે કાંઠે બની છે. તેમજ જિલ્લાના જળાશયોમાં પાણીની સારીએવી આવક થઈ છે. જેમાં દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 80.00 ટકાથી વધુ ભરાયેલો છે અને હાલમાં ભારે વરસાદની આગાહી સાથે ચોમાસુ  સક્રિય છે, ઉપરવાસમાં ભારે વરસાદ થાય […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ચાર સ્થળોએ AC યોગા સ્ટુડિયોનું નિર્માણ કરાશે

ગાંધીનગરઃ યોગાને વધુ મહત્વ આપવાના હેતુથી ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના ચાર મહત્ત્વના વિસ્તારોમાં યોગ સ્ટુડિયો ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સેક્ટર-1ના ગાર્ડન પાસે, સેક્ટર-5, કુડાસણ ખાતે લાઇબ્રેરી પાસે, તેમજ પેથાપુર વિસ્તારમાં યોગ સ્ટુડિયો વિકસાવવામાં આવશે. જીવન જીવવાની કળા અને વિજ્ઞાનના સંગમનું ઉત્તમ ઉદાહરણ એટલે યોગ જે ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ પૈકી […]

ભાવનગર જિલ્લાના જળાશયો બન્યા છલોછલ, શેત્રુંજી ડેમની સપાટી 30 ફુટને વટાવી ગઈ

ભાવનગરઃ ગોહિલવાડમાં સારા વરસાદને કારણે મોટાભાગના જળાશયો છલોછલ બની ગયા છે. જિલ્લામાં એક વર્ષ સુધી પીવાના પાણી અને સિંચાઈ માટેનો પ્રશ્ન નહીં રહે, પુરતું પાણી મળી રહેશે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા શેત્રુંજી ડેમની જળસપાટી વધીને 30.3 ફૂટને વટાવી ગઈ છે. આ ઉપરાંત માલણ ડેમમાં 315 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે રંઘોળા ડેમમાં 827 […]

રાજકોટમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમ

રાજકોટઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ કરી દેવાયો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત તમામ શિક્ષકોને એક વર્ષમાં 50 કલાકની તાલીમ ફરજિયાત કરાઈ છે. જેને લઈ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પ્રથમ વખત અલગ-અલગ શાળાઓનાં 1000 શિક્ષકો માટે નિરંતર તાલીમ કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં ખાનગી […]

રાજકોટમાં માધાપુર ચોકડીથી પુનિતના ટાંકા સુધી લકઝરી બસોના પ્રવેશ પ્રતિબંધ સામે વિરોધ

રાજકોટઃ શહેરમાં વધતી જતી વસતીની  સાથે ટ્રાફિકમાં પણ વધારો થઈ રહ્યો છે. બહારગામના લોકો પણ વસવાટ માટે શહેરમાં આવી રહ્યા છે. શહેરના દરેક રોડ-રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. એમાંયે રાજ્યના તમામ નગરો અને મહાનગરોમાંથી ખાનગી લકઝરી બસ રાજકોટ આવતી-જતી હોય છે. અત્યાર સુધી તો જ્યારે દિવસ દરમિયાન લોકોને જવા આવવાનું થતું હોય ત્યારે […]

વડોદરાની M S યુનિવર્સિટીની હોસ્ટેલમાં પ્રવેશ માટે ધસારો, 2000 વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે

વડોદરાઃ ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની મહારાજા સયાજીરાવ (એમએસ) યુનિવર્સિટીમાં બહારગામના વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. તેના લીધે યુનિ.ની હોસ્ટેલમાં પ્રવેશ માટે પડાપડી થઈ છે. આ વખતે એફવાયના 1100 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળશે. ગત વખતે 1700 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો. કોરોનાકાળના પગલે જગ્યાઓ ખાલી હોવાથી ગત વર્ષે વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. આ વખતે હોસ્ટેલની ક્ષમતા […]

સાણંદના હઠીપુરા ગામના કૂવામાં મોટા અજગરને રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડી દેવાયો

અમદાવાદઃ જિલ્લાના સાણંદ તાલુકાના નળ સરોવર પાસે આવેલા હઠીપુરા ગામમાં 40 ફૂટ ઊંડા કૂવામાં એક અજગર ફસાઈ ગયો હતો. ગ્રામજનોને જાણ થતાં અજગરને જોવા માટે લોકો દાડી ગયા હતા. કુવામાં ફસાઈ ગયેલા પાંચ ફૂટ લાંબા અજગરને બહાર કાઢવા માટે એનિમલ રેસ્ક્યૂ ટીમને જાણ કરી હતી. એનિમલ લાઈફ કેરના વિજય ડાભીને જાણ કરવામાં આવતાં તેઓએ મહા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code