1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતમાંથી દવાઓ અને ફાર્માસ્યુટિક્લ ઉત્પાદનોની નિકાસમાં 125 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ભારતે દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની નિકાસમાં એક મુખ્ય સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જેણે છેલ્લા નવ વર્ષમાં 125 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જે 2013-14માં રૂ. 90,415 કરોડથી વધીને 2022-23માં રૂ. 2,04,110 કરોડ થઈ છે. ભારતની કુલ નિકાસમાં ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સનો હિસ્સો 5.71 ટકા છે. લગભગ 200 દેશો અને પ્રદેશોમાં નિકાસ કરતી દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સના […]

નરેન્દ્ર મોદી 72 વર્ષની ઉંમરે પણ ફિટ,યોગથી કરે છે દિવસની શરૂઆત,જાણો ડાયટ પ્લાન

દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 72 વર્ષના છે. આ ઉંમરે પણ તેની એનર્જી અને ફિટનેસ દરેક માટે પ્રેરણારૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ જાહેર મંચ પર હોય ત્યારે તેમની ઉર્જા અને ઉત્સાહ જોઈને એ કહેવું મુશ્કેલ છે કે તેઓ 70 વર્ષથી વધુ ઉંમરના છે. પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે નરેન્દ્ર મોદી ખોરાકનું ખાસ […]

વાવાઝોડાના સંકટને પગલે મુખ્ય સચિવે વ્યવસ્થાપનનો તાગ મેળવ્યો

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, બીજી તરફ સરકાર દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં સ્થળાંતર સહિતની વ્યવસ્થાપનની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે જે વિવિધ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. જે જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની છે તે જિલ્લાના કલેકટરો સહિતના અધિકારીઓ સાથે વાવાઝોડાને લઈને વાતચીત કરીને પરિસ્થિતિનો […]

મનસુખ માંડવિયાએ ગુજરાતમાં ચક્રવાત ‘બિપરજોય’ અંગે તૈયારીના પગલાંની સમીક્ષા કરી

રાજકોટ :  કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના ભુજ ખાતે ગુજરાતના આરોગ્ય મંત્રી  રૂષિકેશ ગણેશભાઈ પટેલ સાથે ચક્રવાત ‘બિપરજોય’ અંગે કેન્દ્ર અને ગુજરાત રાજ્યના વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી રહેલાં તૈયારીઓના પગલાંની સમીક્ષા કરી હતી. ચક્રવાત બિપરજોય, “ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન” 15 જૂને ગુજરાતના દરિયાકાંઠે પાર થવાની ધારણા છે. આરોગ્ય […]

દેશમાં આપત્તિ વ્યવસ્થાપન માટે રૂ.8000 કરોડથી વધુની ત્રણ યોજનાઓની જાહેરાત

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આપત્તિ વ્યવસ્થાપન મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશમાં આપત્તિ વ્યવસ્થાપન માટે ₹8000 કરોડથી વધુ મૂલ્યની ત્રણ મુખ્ય યોજનાઓની જાહેરાત કરી હતી. રાજ્યોમાં ફાયર સર્વિસના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે ₹5,000 કરોડનો પ્રોજેક્ટ, […]

મણીપુરમાં ફરી ભડકી હિંસા – ઉગ્રવાદી અને ગ્રામજનો વચ્ચે ગોળીબારની ઘટના સામે આવી

મણીપુરમાં ફરી હિંસા ભડકી ગ્રામજનો અને ઉગ્રવાદીઓ વચ્ચે થયો ગોળીબાર 4 લોકો ઘાયલ થયાના સમાચાર ઈમ્ફાલ – 3 મેના રોજથી મણીપુરમાં હિંસાનો દોર ચાલુ છે, મતેઈ અને કુકી સમુદાયનું આંદોલન જોતજોતામાં હિંસક બન્યું અંદાજે આત્યાર સુધી 90થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા પરિસ્થિતિનું નિરિક્ષણ કરવા ગૃહમંત્રી શાહે પોતે જવુ પડ્યું તેવી સ્થિતિ પણ સર્જાય જો કે […]

વોવાઝોડાનું સંકટઃ ગીર જંગલમાં સાવજોની સલામતી માટે સતર્ક વનવિભાગનું સઘન પેટ્રોલીંગ

અમદાવાદઃ ગુજરાતના દરિયા કિનારા ઉપર બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. વાવાઝોડાની શકયતાને પગલે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે અને દરિયાકાંઠા વિસ્તારમાં જોરશોરથી લોકોને સલામત સ્થળ પર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢના ગીર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સાવજોની સલામતીને ધ્યાનમાં રાખીને વનવિભાગ પણ ગીર જંગલ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરી રહ્યું છે. તેમજ […]

Biparjoy ચક્રવાતનું નામ કેવી રીતે પડ્યું અને કોણ નક્કી કરે છે આ નામ,અહીં જાણો વિગતવાર

દરિયાકાંઠાના વિસ્તારો પર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નો ખતરો મંડરાઈ રહ્યો છે. IMDના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ચક્રવાત આગામી 12 કલાકમાં ‘અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન’માં વધુ તીવ્ર બનશે. 14 જૂન સુધીમાં તે ઉત્તર તરફ અને પછી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે આગળ વધશે, જેને તે 15 જૂનની બપોર સુધીમાં પાર કરશે. 15મી જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે બિપરજોયના […]

અમેરીકામાં પીએમ મોદીનું ઐતિહાસિક સ્વાગત કરાશે – રાષ્ટ્રપતિ બાઈડનના પરિવાર સાથે કરશે ડિનર

અમેરીકામાં પીએમ મોદીનું ઐતિહાસિક સ્વાગત કરાશે  રાષ્ટ્રપતિ બાઈડનના પરિવાર સાથે ડિનર કરશે દિલ્હીઃ અમેરિકા અત્યારથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનમાં વ્યસ્ત થઈ ચૂક્યું છે,પીએમ મોદી 19 જૂનના રોજ અમેરિકાના પ્રવાસે જવાના છે પીએમ મોદીની આ મુલાક ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. પીએમ મોદીના સ્વાગતને લઈને અનેક પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે આ […]

ઉત્તર ભારતમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, જમ્મુ-કાશ્મીરમાં નોંધાયું કેન્દ્ર બિંદુ

ભૂકંપની તીવ્રતા 5થી વધારેની નોંધાઈ જાનહાનીની હજુ કોઈ ઘટના સામે નથી આવી ભૂકંપના આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડ્યાં નવી દિલ્હીઃ ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. દરમિયાન દેશમાં ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ જમ્મુ-કાશ્મીરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code