1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઊનાના ઉમરેજ ગામે ભારે પવનથી ડરીને ભાગેલા બે સિંહબાળ કૂવામાં ખાબક્યા, વનકર્મીઓએ બચાવ્યા

અમદાવાદઃ વાવાઝોડાની એંધાણ આપી રહેલા ભારે પવન સાથે વરસાદથી સર્જાયેલા તોફાની વાતાવરણને પગલે ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના ઉમેજ ગામ નજીકના એક ખેડૂતના ખેતરના કુવામાં બે સિંહબાળ પડ્યા હતા. વન વિભાગના અધિકારીઓ સહિત વનકર્મીઓ ઘટના સ્થળે આવી બંન્ને સિંહ બાળને સહી સલામત બહાર કાઢ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ બિપરજોય વાવાઝોડાના કારણે ડીસીએફ ધારીની સુચના મુજબ […]

વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં મોડી રાત્રે રાહત-બચાવ કાર્ય પર CMની નજર, ઉચ્ચસ્તરિય બેઠકમાં સમીક્ષા

ગાંધીનગરઃ ગુજરાત પર તોળાઈ રહેલા ‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત તીવ્ર અસરો સામે સંભવિત અસરગ્રસ્ત 8 જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા તંત્ર વાહકો સાથે યોજેલી […]

ગુજરાતમાં વાવાઝોડાને લીધે અમદાવાદ સહિત 11 જિલ્લામાં શુક્રવારે શાળાઓ બંધ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ગુરૂવારે સાંજે વાવાઝોડું ટકરાયા બાદ લેન્ડફોલ પ્રકિયા શરૂ થતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આવતી કાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રાજ્યની અનેક સ્કૂલ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં અમદાવાદ શહેર જિલ્લા સહિત 11 જિલ્લાઓમાં શાળાઓ કાલે શુક્રવારે બંધ […]

પોતાને મહાસત્તા ગણાવતા ચીનમાં યુવા બેરોજગારીનો દર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યો

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશો કોરોના મહામારી બાદ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે. કોવિડ-19 બાદ ભારત સહિત અનેક દેશો ફરીથી બેઠા થયાં છે અને આર્થિક વિકાસ કરી રહ્યાં છે. જ્યારે પોતાને મહાસત્તા ગણાવતા ચીનમાં યુવા બેરોજગારીનો દર રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. સતત બીજા મહીને ચીનમાં બેરોજગારીનો દર વધ્યો છે. ચીનમાં યુવા બેરોજગારીનો […]

સુરેન્દ્રનગર પાસે રેલવે ટ્રેક પર પથ્થર મુકી ટ્રેન ઉથલાવવા કાવતરૂ,પાયલટની સતર્કતા, દૂર્ધટના ટળી

સુરેન્દ્રનગરઃ શહેર નજીક અમદાવાદ તરફ જતી બ્રોડગેજ લાઈન પરની રેલવે ટ્રેક પર કોઈ તોફાની તત્વોએ મોટા પથ્થરો મુકીને ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ટ્રેનના પાયલટની સતર્કતાને કારણે ટ્રેન  અટકાવી દેતા મોટો અકસ્માત ટળ્યો હતો. આ મામલે પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કરીને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર -અમદાવાદ […]

ધોરણ 1માં પ્રવેશ લેનારા બાળકોની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો, ઉંમરમાં છૂટછાટ આપો, શાળાસંચાલકો

અમદાવાદઃ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવમાં ભૂલકાઓને ધોરણ-1માં પ્રવેશ રંગેચંગે અપાયો હતો. આ વર્ષે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-1માં જે બાળકના 6 વર્ષ પૂર્ણ થયા હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે. તેના લીધે આ વર્ષે પ્રવેશ લેનારા બાળકોની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો થયો છે. શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે 31 મે, સુધી બાળકની ઉંમર 6 […]

ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘાનું ધમાકેદાર આગમન

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ નજીક ટકરાઈ ગયું છે, પરંતુ એની વધુ અસર ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. વાવ તાલુકાના તળાવ ગામમાં મુશળધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે. ઘરોમાં પાણી ઘૂસતાં લોકો પરેશાન બન્યા છે તેમજ ઘરવખરી પણ પલળી ગઈ છે. આખા ગામમાં ગોઠણડૂબ પાણી ઘૂસી ગયાં […]

નબળો ગુરુ તમારું જીવન મુશ્કેલીઓથી ભરી શકે છે,આ ઉપાયોથી ભાગ્ય સોના જેવું ચમકશે!

શાસ્ત્રો અનુસાર દેવગુરુ ગુરુને તમામ નવ ગ્રહોમાં સૌથી મોટો અને શુભ ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહ ધન, વૈવાહિક જીવન આપે છે. તેને દરેક પગલે સફળતા મળે છે. પણ જો ગુરુ અશુભ હોય તો ભોગવવું પડે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ, લગ્નજીવનમાં સમસ્યાઓ, આર્થિક સંકડામણનો સામનો કરવો પડશે. ચાલો જાણીએ ગુરુ ગ્રહને મજબૂત કરવા અથવા આ […]

સૌરાષ્ટ્રના સાગરકાંઠે ‘બિપરજોય’ ટકરાયું: વાવાઝોડા પહેલા જ ભારે પવન ફૂંકાયો, થોડીવારમાં લેન્ડફોલ થશે

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ અંતે ગુજરાતના સાગરકાંઠે ટકરાયું છે. અને હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જે મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. આ સમયે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અને આગામી ત્રણ કલાક કચ્છ માટે ભારે હોવાનું કહેવાય છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે […]

દરિયાકાંઠા વિસ્તારમાં કોસ્ટગાર્ડ પણ એર ક્રાફ્ટ, જહાજ, ડોર્નિયર, હેલીકોપ્ટર સાથે તૈનાત

અમદાવાદઃ ગુજરાત તરફ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર પણ જોવા મળી રહી છે. હાલ દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યનું વહીવટી તંત્ર હાલ બચાવ કામગીરીમાં જોડાયું છે. દરમિયાન કોસ્ટગાર્ડ દ્વારા પણ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાઓ પર એર ક્રાફ્ટ, જહાજ, ડોર્નિયર, હેલીકોપ્ટર તૈનાત રાખ્યાં હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code