1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાવનગરમાં ડમીકાંડઃ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના સાળા કાનભા પાસેથી પોલીસે 38 લાખ કબજે કર્યા

ભાવનગરઃ જિલ્લાના ડમીકાંડે રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી. ડમીકાંડને પ્રકાશમાં લાવનારા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ કાંડ સામે આવ્યા બાદ યુવરાજ સિંહ સામે આરોપ લાગ્યો હતો કે, ડમીકાંડમાં ઉમેદવારોના નામ જાહેર ન કરવા માટે લાખો રુપિયા લીધા હતા. યુવરાજસિંહે રાજકીય આક્ષેપો પણ કરતા એની ગમે ત્યારે ધરપકડ થાય તેવી અટકળો શરૂ થઈ […]

સરખેજ અને વેજલપુર વચ્ચે આવેલા પાંચા તળાવની દીવાલ એક કરોડના ખર્ચે બનાવાશે

અમદાવાદઃ શહેરના વેજલપુર અને સરખેજ  વચ્ચે આવેલાં પાંચા તળાવની દીવાલ  ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદને લીધે તૂટી જતાં ભારે ખાનાખરાબી સર્જાઇ હતી, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાંચા તળાવની દીવાલ સહિત ત્રણ જગ્યાએ રિપેરીંગ માટે એક કરોડનો જંગી ખર્ચ કરવામાં આવશે. સરખેજ અને વેજલપુર વચ્ચે આવેલાં પાંચા તળાવમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઇનો નાખવામાં આવેલી છે. […]

કચ્છના બન્ની વિસ્તારમાં પાણી અને ઘાસચારાની તંગી સર્જાતા માલધારીઓની પશુઓ સાથે હિજરત

ભૂજઃ જળ એ જ જીવન છે. કચ્છ જિલ્લો છેલ્લા દશકાથી નર્મદાના નીરથી પાણીદાર બન્યો છે. પરંતુ તંત્રની અણ આવડત કહો કે ગમે તે હજુ ઘણાબધા વિસ્તારોમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની પણ વિકટ સમસ્યા ઊભી થતી હોય છે. જેમાં સરહદી વિસ્તાર અને છેવાડાના એવા સૂકા મલક બન્ની વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો માલધારીઓ કરી […]

સાંતલપુરના છાણસરા ગામમાં નળ છે, પણ પાણી નથી, મહિલાઓનો માથે બેડા લઈને રઝળપાટ

પાટણઃ  જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણસરા ગામે પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ગામની અંદાજીત કુલ વસતી બે હજાર આસપાસ છે .પશુધન એક હજાર છે. તળાવમાં પાણી છે, તે દૂષિત છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા માત્ર દિવસનું અડધો કલાક જ અપાય છે, જે પાણી પુરતું નથી. તેમજ ગામના કેટલાક ઘરો એવા છે. કે, નળ […]

મુખ્યમંત્રીએ ફરિયાદો મળ્યા બાદ રાજકોટ ભાજપના કોર્પોરેટરોને કાલે મંગળવારે ગાંધીનગર તેડાવ્યાં

રાજકોટઃ ભાજપના વન ડે વિથ વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે રાજકોટ શહેર અને જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં કોર્પોરેટર વચ્ચે ચાલતા જુથવાદને લઈ વહિવટી કામોને અસર પડી રહી હોવાથી ફરિયાદો મળતા મુખ્યમંત્રી ખૂબ નારાજ થયા હતા. […]

રાજકોટના યાર્ડમાં કૃષિ ઉપજની ધૂમ આવક, ઘઉં કરતા જુવાર અને બાજરીના વધુ ઉપજતા ભાવ

રાજકોટઃ સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ્સમાં આ વખતે ખેડુતોને કૃષિ ઉપજના સારા ભાવ મળી રહ્યા છે. જો કે ખેડુતો અને ગ્રાહકોને એક સાથે ખૂશ રાખવા અઘરા છે. જો ખેડુતોને વધુ ભાવ મળે તો ગ્રાહકોને તે ભાવ પરવડતા નથી. એટલે મોંઘવારીની બૂમો પડતી હોય છે. આવક અને માગ પર બજારોની રૂખ નક્કી થતી હોય છે. હાલ ઘઉંની […]

સરકારી ઇજનેરી કોલેજોના 270 અધ્યાપકો વતન નજીક બદલીઓ ક્યારે થશે, તેની રાહ જોઈ રહ્યા છે

અમદાવાદઃ રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પોતાના વતમાં કે વતન નજીક નોકરી કરવાનો મોહ હોય છે.  સરકારી નોકરી મેળવ્યા બાદ પણ કર્મચારીઓ પોતાના વતન નજીક બદલી માટેના પ્રયાસો કરતા હોય છે. જો કે સરકારે પણ માનવતાવાદી અભિગમ દાખવીને માગણી મુજબ સરકારી કર્મચારીને પોતાના વતન નજીક પોસ્ટિંગ આપતી હોય છે. એમાંયે ખાસ કરીને પ્રાથમિક શાળાને શિક્ષકો […]

વાહનો ચલાવતા સગીર બાળકો સામે ટ્રાફિક પોલીસ ડ્રાઈવ કરશે, સ્કૂલ-ક્લાસિસ બહાર વોચ ગોઠવશે

અમદાવાદઃ ગુજરાતના મહાનગરોમાં સગીર વયના બાળકો વાહનો ચલાવતા જોવા મળી રહ્યા છે. ઘણીવાર સગીર વાહનચાલકો દ્વારા અકસ્માતના બનાવો બનતા હોય છે. સગીર બાળકોને વાહન ચાલાવવા માટે આપતા વાહનોના માલિક સામે પણ ગુનો નોંધવામાં આવી શકે છે. વાલીઓ પણ પોતાના સંતાનોને ના છૂટકે વાહન ચલાવવા માટે આપતા હોય છે. સ્કુલમાં જવા માટે કે ક્લાસિસમાં જવા માટે […]

પીએમ મોદીએ મધ્યપ્રદેશના રીવા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીને સંબોધિત કરી

દિલ્હી :   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના રીવા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસને સંબોધન કર્યું હતું. તેમણે શિલાન્યાસ પણ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા, આશરે રૂ. 17,000 કરોડ છે. સભાને સંબોધતા વડાપ્રધાનએ મા વિદ્યાવાસિની અને બહાદુરીની ભૂમિને નમન કરીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે તેમની અગાઉની મુલાકાતો અને અહીંના લોકોના સ્નેહને યાદ કર્યો. વડાપ્રધાનએ […]

ઓસ્ટ્રેલિયામાં PM મોદીના વખાણ, NID ચીફે કહ્યું- તેઓ વિશ્વના સૌથી પ્રગતિશીલ અને બિનસાંપ્રદાયિક વડાપ્રધાન

દિલ્હી : રવિવારે ઓસ્ટ્રેલિયાના મેલબર્નના બજિલ પેલેસમાં આયોજિત વિશ્વ સદભાવના કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક સમુદાયોના લોકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવી હતી. સાથે જ ઓસ્ટ્રેલિયાના સાંસદ જેસન વૂડે કાર્યક્રમને સફળ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે તમામ ધર્મગુરુઓ સાથે શાંતિ અને સંવાદિતાના એક અવાજમાં વાત કરવી સારી વાત છે. આ કાર્યક્રમ ખરેખર એક મહાન અનુભવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code