1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લોકસભા ચૂંટણીઃ સાતમા તબક્કાનું 57 બેઠકો ઉપર શનિવારે મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું ચૂંટણી પ્રચાર ગુરુવારે સમાપ્ત થઈ ગયું છે. આ સાથે છેલ્લા બે મહિનાથી પ્રચારને લગતી રાજકીય ગતિવિધિઓ પણ થંભી ગઈ છે. સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે અને પરિણામ 4 જૂને જાહેર થશે. સાતમા તબક્કામાં 8 રાજ્યોમાંથી 904 ઉમેદવારો મેદાનમાં છે. સાતમા તબક્કામાં આઠ રાજ્યોની 57 લોકસભા અને […]

અમેરિકન સિંગર કેટી પેરી અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પરફોર્મ કરશે, ₹424 કરોડના વિલામાં યોજાશે કાર્યક્રમ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રથમ ભવ્ય પ્રી-વેડિંગ પછી હવે બીજું પ્રી-વેડિંગ ફંક્શન પણ ભવ્ય બનવા જઈ રહ્યું છે. 29મી મેથી ઈટાલીમાં સમારંભો શરૂ થયા છે અને 1લી જૂન સુધી ચાલશે. આ એક ક્રુઝ પાર્ટી છે જે 4 દિવસ સુધી ઈટાલીથી ફ્રાન્સ સુધી ચાલશે. આ ફંક્શનમાં હોલીવુડ અને બોલિવૂડ સહિત અનેક મોટી હસ્તીઓ હાજરી આપી […]

ચોમાસાના આગમન પહેલાં મણિપુરમાં ભારે વરસાદ, 800 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

નવી દિલ્હીઃ કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે અને થોડા જ દિવસોમાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ચોમાસું પહોંચશે. જો કે તેની પહેલાં જ મણિપુરમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. મણિપુરના ઇમ્ફાલમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મણિપુર પોલીસ, સેના, અસમ રાઈફલ, NDRF અને SDRF દ્વારા […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન બેઠા

બેંગ્લોરઃ વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આધ્ત્યામિક પ્રવાસ પર છે. જ્યાં તેઓ મૌન રહી વિવેકાનંદ રોક મેમોરીયલ સ્થિત મંડપમમાં ધ્યાન કરી રહ્યા છે. તેઓ આવતીકાલ 1 જુન સાંજ સુધી ધ્યાનસ્થ રહેશે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી તસ્વીરો સામે આવી હતી. જેમાં તેઓ ઉગતા સૂર્યને અર્ઘ્ય દેતા નજર આવ્યા હતા. સાથે જ તેઓ […]

અમેરિકાઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હશ મની કેસમાં દોષી જાહેર

નવી દિલ્હીઃ અમેરિકના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. હશ મની કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને દરેક 34 મામલામાં દોષી જાહેર કરવામાં આવ્યા છે. આરોપ માટે દોષિત જાહેર કરવામાં આવેલ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે. બે દિવસના વિચાર-વિમર્શ બાદ 12 સભ્યોની બેંચ દ્વારા તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે હવે 11 […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું 4થી જુને પરિણામ, સવારે 8 વાગ્યાથી શરૂ થશે મત ગણતરી

અમદાવાદ:  ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી ગઈ તા. 7મી મેના રોજ યોજાઈ હતી. તેની મતગણતરી તા. 4થી જુનને મંગળવારે સવારે 8 વાગ્યાથી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા મતગણતરી માટેની તમામ આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના 25 કેન્દ્રો પર મતગણતરી કરવામાં આવશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. […]

ગુજરાત સરકાર હવે ફાયર એક્ટમાં કરશે સુધારો, આગની દૂર્ઘટનાની જવાબદારી નિશ્વિત કરાશે

ગાંધીનગરઃ રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર વધુ એલર્ટ બની છે. અને ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને તે માટે પગલાં લઈ રહી છે. દરમિયાન સરકાર આગની દૂર્ધટનાની જવાબદારી નક્કી કરવા માટે  ‘ગુજરાત પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટ’માં સુધારો કરશે.  એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવશે કે, જે સ્થળોએ વધુ લોકો ભેગાં થતાં હોય ત્યાં તે સ્થળના માલિકો […]

ભાવનગરના મહારાજા કૃષ્ણકૂમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજીનું નિધન, રાજવી પરિવારમાં શોક

અમદાવાદઃ ભાવનગરના પ્રજા વત્સલ મહારાજ કૃષ્ણકુમારસિંહજીના પૂત્ર શિવભદ્રસિંહજીનું 91 વર્ષની વયે નિધન થયું છે. શિવભદ્રસિંહજીના નિધનથી ભાવનગર સહિત દેશના તમામ રાજવી પરિવારોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.શિવભદ્રસિંહજી મહારાજકુંવર તરીકે ઓળખતા હતા. સ્વર્ગસ્થના પાર્થિવદેહને નિવાસસ્થાને દર્શન માટે રાખવામાં આવ્યો છે. દેશ અને દુનિયાભરના અલગ અલગ સ્થળોએ રહેતાં તેમના સ્વજનો તેમના અંતિમ દર્શન માટે ભાવનગર આવી […]

ભારે પવનને લીધે દરિયામાં કરંટ, દાંડી અને ઉભરાટ બીચ પર્યટકો માટે 5 દિવસ બંધ

સુરતઃ  ઉનાળાના વેકેશનને લીધે ઉભરાટ અને દાંડીના સમુદ્રના બીચ પર પર્યટકો ફરવા માટે આવી રહ્યા છે. હાલ બંગાળના સમુદ્રમાં ચક્રવાત અને દક્ષિણ ભારતમાં વાજતે-ગાજતે મેઘરાજાનું આગમન થતાં તેની અસર ગુજરાત પર પણ પડી રહી છે, બીજીબાજુ દરિયો તોફાની બની રહ્યો છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે દાંડી અને ઉભરાટનો બીચ પર્યટકો માટે 5 […]

સુરેન્દ્રનગર શહેરમાં અસહ્ય ગરમીથી લોકોને રાહત આપવા રોડ પર પાણીનો છંટકાવ કરાયો

સુરેન્દ્રનગરઃ શહેરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના ટાણે તો બજારો સુમસામ બની જાય છે. ત્યારે લોકોને ગરમીથી રાહત મળે તે માટે નગરપાલિકાના ફાયર વિભાગના વાહનોથી શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ કરી લોકોને ઠંડક મળે તે માટે પ્રયાસ કરાયો છે. પાણીના છંટકાવથી મુખ્ય રસ્તાઓ પરના દુકાનદારોને પણ રાહત મળી છે. ગઈકાલે ગુરુવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code