1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જસદણ પંથકમાં માવઠાએ દાટ વાળ્યો, ઘઉં સહિતના પાકને નુકસાન થતાં ખેડુતોની દયનીય સ્થિતિ

રાજકોટઃ ગુજરાતમાં ફાગણની વિદાય અને ચૈત્રના આગમન ટાણે જ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં ખેતીપાકને સારૂએવું નુકશાન થયું છે. જસદણ પંથકમાં  રવિવારે સાંજે અડધાથી દોઢ ઈંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો હતો. તેથી ખેતરોમાં ઉભા પાકને ભારે વરસાદથી નુકસાન પહોંચ્યું હતું. કપાસ, જીરૂ, ઇસબગુલ સહિતના ઊભા પાકનો સોથ વાળી દીધો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં  ફાગણ મહિનાના […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે કંચનબેન સિદ્ધપરા ચૂંટાયા,

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક આજે મળી હતી. જેમાં શહેરના નવા ડેપ્યુટી મેયર તરીકે કંચનબેન સિદ્ધપરા ચૂંટાયા છે.  ડેપ્યુટી મેયરની રેસમાં દર્શનાબેન પંડ્યા અને વર્ષાબેન રાણપરાના નામ છેલ્લે સુધી ચર્ચાતા હતા. પરંતુ ભાજપ શાસિત મ્યુનિ.માં  કંચનબેનને ડેપ્યુટી મેયર બનાવ્યા છે.  કંચનબેન સિદ્ધપરા 6 મહિના સુધી ડેપ્યુટી મેયર તરીકે રહેશે. તેમને ભાજપના મ્યુનિ.ના પદાધિકારીઓ અને […]

ગુજરાતમાં અમદાવાદ સહિત 6 જેટલા સ્માર્ટસિટી પાછળ સરકારે કર્યો રૂપિયા 3737 કરોડનો ખર્ચ

ગાંધીનગરઃ ગુજરાતમાં અમદાવાદ,સુરત અને રાજકોટ સહિત અડધો ડઝન સ્માર્ટસિટીના વિકાસ માટે રાજ્ય સરકારે કેન્દ્રના સહયોગથી રૂપિયા 3737 કરોડનો ખર્ચ કર્યો છે. શહેરના રોડ-રસ્તાઓ, ફલાય ઓવરબ્રિજ, પાણી વિતરણ સહિતની સુવિધા પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ  દેશના તમામ રાજ્યમાં સ્માર્ટ સિટી તૈયાર કરવાની યોજના અમલમાં છે, ત્યારે ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા […]

ભારતમાં 5 ટ્રિલિયન યેન એટલે કે રૂ. 3.20 લાખ કરોડના જાપાનીઝ રોકાણનો લક્ષ્યાંકઃ PM મોદી

નવી દિલ્હીઃ  જાપાનના વડાપ્રધાન કિશિદા ભારતની મુલાકાતે આવ્યાં છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાના પીએમ કિશિદા વચ્ચે મીટીંગ મળી હતી. જાપાનના પીએમ સાથેની સંયુક્ત પ્રેસ મીટિંગમાં પીએમ  નરેન્દ્ર મોદીનું પ્રેસ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, ગયા વર્ષે, અમે આગામી 5 વર્ષમાં ભારતમાં 5 ટ્રિલિયન યેન એટલે કે ત્રણ લાખ વીસ […]

ગીરગઢડામાં સસલાનો શિકાર કરતી ટોળકી ઝબ્બે, અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ શરુ કરાઈ

ચાર શિકારીઓ પાસેથી નેટ સહિતની વસ્તુ મળી ટોળકીના અન્ય સાગરિતોને ઝડપી લેવા તપાસ વનવિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા અમદાવાદઃ સમગ્ર દેશમાં એક માત્ર જુનાગઢના ગીર જંગલમાં એશિયનટીક લાયન વસવાટ કરે છે. આ ઉપરાંત જંગલમાં અન્ય પશુ-પંખીઓ વસવાટ કરી રહ્યાં છે. અગાઉ જંગલ વિસ્તારમાંથી શિકાર કરતી અનેક ટોળકીને ઝડપી લેવામાં આવી હતી. એટલું જ નહીં […]

ભાઈજાનના અવાજમાં ફિલ્મ ‘કીસી કા ભાઈ કીસી કી જાન’ નું ‘જી રહે થે હમ’ સોંગનું ટીઝર રિલીઝ

સલમાન ખાનની ફિલ્મના સોંગનું ટિઝર રિલીઝ સલમાન ખાને પોતે આ સોંગમાં આવજા આપ્યો છે. મુંબઈઃ- અભિનેતા સલમાન ખાનની મોસ્ટ અવોઈડેટ ફિલ્મ કીસી કા ભાઈ કીસી કી જાનને લઈને દર્શકો ખૂબ જ આતપર છે આ ફિલ્મ ઈદની આસપાસ રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે આ ફિલ્મનું એક સોંગ  જી રહે થે હમનું ટિઝર આજરોજ રિલીઝ કરવામાં આવ્યું […]

અદાણી RMRWની દેશભરની સાઈટ્સ પર માર્ગ સલામતી મહિનાની ઉજવણી

આપણે સૌ જાણીએ છીએ કે સલામત ડ્રાઇવિંગ જીવન બચાવે છે, પરંતુ સામાન્ય જાણકારીનો આભાવ લોકોને ગંભીર અકસ્માત ભણી દોરી જાય છે. રોજબરોજના જીવનમાં માર્ગ સલામતીના નિયમોનું પાલન થાય અને અકસ્માતો અટકાવી શકાય તે હેતુથી સમગ્ર ભારતમાં અદાણી રોડ, મેટ્રો, રેલ અને વોટર (RMRW) ની તમામ સાઈટ્સ પર માર્ગ સલામતી મહિના (ટ્રાફિક સેફ્ટી મન્થ)ની ઉજવણી કરવામાં […]

ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અન્વયે રૂ.79375 કરોડના 56 MoU

અમદાવાદઃ આત્મનિર્ભર ભારત’નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો કોલ આત્મનિર્ભર ગુજરાતના નિર્માણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની આ પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકારે ઓક્ટોબર-2022 માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલી ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ યોજના અન્વયે રાજ્યમાં જુદા […]

CBI કેસમાં મનીષ સિસોદિયાને ઝટકો – જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ વધારવામાં આવી

CBI કેસમાં મનીષ સિસોદિયાને ન મળી રહાત  જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ વધારવામાં આવી દિલ્હીઃ-  દિલ્હીના ભૂતપુર્વ મંત્રી કે જેઓ દારુ કૌંભાડ મામલે એજન્સીઓની રડાર પર છે તેવા મનીષ સિસોદિયાની મુસીબત ઘટવાનું નામ લઈ રહી નથી, કારણ કે હવે ત દારૂ કૌભાંડના મામલામાં મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી રહી છે. માહિતી પ્રમાણે આજરોજ સોમવારે આ કેસની સુનાવણી […]

મનસુખ માંડવીયાએ ‘ટેકિંગ યુનિવર્સલ હેલ્થ કવરેજ ટુ લાસ્ટ સિટિઝન’ વિષય પર વૈશ્વિક પરિષદને સંબોધિત કરી

દિલ્હી:“ડિજિટલ સોલ્યુશન્સ હેલ્થકેર ડિલિવરી સિસ્ટમમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે. માનનીય પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત સંસ્થાકીય માળખા તરીકે ડિજિટલ સ્વાસ્થ્ય પર વૈશ્વિક પહેલ શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ ફ્રેમવર્ક ડિજિટલ હેલ્થ માટે વૈશ્વિક પ્રયાસોને એકીકૃત કરવાનો અને અત્યાધુનિક તકનીકોના ઉપયોગ સાથે ડિજિટલ સોલ્યુશન્સ વધારવાનો હેતુ ધરાવે છે.આરોગ્યસંભાળ સેવાઓના ઉન્નત કવરેજ અને ગુણવત્તા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code