1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લોકસભા ચૂંટણીઃ મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી અન્વયે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, […]

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો, 6 બળવાખોર અને 3 અપક્ષ ધારાસભ્યો ભાજપમાં સામેલ

શિમલા: કૉંગ્રેસને હિમાચલ પ્રદેશમાં મોટો આંચકો લાગ્યો છે. રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કારણે અયોગ્ય ઠેરવવામાં આવેલા 6 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે. તેમની સાથે ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા છે. હિમાચલ પ્રદેશમાં સતત વધી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઘણાં પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ થવાની આશંકા વ્યક્ત થઈ રહી હતી. તેવામાં હવે કોંગ્રેસના […]

કેજરીવાલની ધરપકડ પર જર્મનની ટીપ્પણી સામે MEAએ ઉઠાવ્યો વાંધો, જર્મન રાજદૂત તલબ

નવી દિલ્હી: જર્મનીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને નિવેદન આપ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ મામલામાં જર્મન દૂતાવાસના ઉપપ્રમુખ જોર્જ એન્જવીલરને તલબ કરવામાં આવ્યા છે. ભારતે આને દેશની આંતરીક ઘટના ગણાવી છે અને જર્મન પક્ષની ટીપ્પણીઓ પર આકરો વિરોધ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ જર્મનીએ કહ્યું છે કે અમે આ […]

અમદાવાદઃ IPL મેચને લઈ મેટ્રો ટ્રેન સેવાઓના સમયમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 24 અને 31 માર્ચ તથા 4 એપ્રિલના રોજ યોજાનારી આગામી IPL -2024 ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, GMRCએ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના 6.20 વાગ્યાથી રાત્રીના 12:00 વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, GMRCએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલ IPL મેચોના […]

‘તિહાડ કલબના બિગબોસ-ચેરમેન કેજરિવાલ’, મહાઠગ સુકેશે પત્ર લખી કેજરિવાલ ઉપર કર્યાં આક્ષેપ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની લીકર પોલીસી કૌભાંડમાં ધરપકડ બાદ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે કેજરિવાલને એક ઓપન લેટર લખીને ગંભીર આક્ષેપ કર્યાં છે. પાંચ પેજના આ લેટર માફરતે ગંભીર આક્ષેપ કરતા મહાઠગ સુકેશે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના સંયોજકનું તિહાડ જેલ કલબમાં સ્વાગત છે. સત્યની હંમેશા જીત થાય છે. આ નવા ભારતની શક્તિનું શાનદાર […]

‘તમારો ભાઈ, તમારો દીકરો લોખંડનો બનેલો છે, ઘણો મજબૂત છે’ પત્ની સુનીતાએ વાંચી સંભળાવ્યો CM કેજરીવાલનો વીડિયો મેસેજ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના પતિનો જેલમાંથી મોકલવામાં આવેલો સંદેશ વાંચ્યો હતો. તેમણે કેજરીવાલનો સંદેશ વાંચતા કહ્યું હતું કે મારા પ્યારા દેશવાસીઓ, મારી ધરપકડ કરી લેવામાં આવી. હું અંદર રહું અથવા બહાર દરેક પળ દેશની સેવા કરતો રહીશ. મારી જિંદગીની એક-એક ક્ષણ દેશ માટે સમર્પિત છે, મારા […]

વડોદરાથી ભાજપના સાંસદ રંજનબહેન ભટ્ટનો ચૂંટણી લડવાનો ઈન્કાર, જાણો શું છે કારણ?

વડોદરા: ગુજરાતના વડોદરામાં ભાજપમાં બધું ઠીક દેખાય રહ્યું નથી. અહીંથી ભાજપના સીટિંગ એમપી રંજનબહેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. લોકસભા ચૂંટણી માટે આ બેઠક પરથી ત્રીજીવાર રંજનબહેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ હવે તેમણે પોતાની ઉમેદવારીને પાછી ખેંચી છે. રંજનબહેન ભટ્ટ ગત 2 ટર્મથી સાંસદ છે. તાજેતરમાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા […]

લોકસભા ચૂંટણીઃ સાબરકાંઠા બેઠકના ભાજપાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી રહ્યાં છે. જો કે, પહેલા અમદાવાદ પૂર્વ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. બીજી તરફ ભાજપામાં કેટલાક ઉમેદવારો ચૂંટણી […]

શું છે ISIS-K, જેણે મોસ્કોમાં ખ્રિસ્તીઓ પર વરસાવ્યો છે કેર, રશિયા સાથે દુશ્મનીનું મૂળ શું?

નવી દિલ્હી: રશિયાની રાજધાની મોસ્કોમાં એક મ્યૂઝિક કન્સર્ટ દરમિયાન આતંકવાદી હુમલામાં 60થી વધારે લોકોના મોત નીપજ્યા છે અને 145 લોકો ઘાયલ થયા છે. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ-કેએ આની જવાબદારી લીધી છે. આતંકી સંગઠને કહ્યુ છે કે તેણે ખ્રિસ્તીઓની ભીડને મારી નાખી છે. સૈન્ય વર્દીમાં સમારંભ સ્થાન પર પહોંચેલા આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યા બાદ બોમ્બ વિસ્ફોટ પણ […]

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. જેથી લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ પોરબંદર અને ગીરસોમનાથમાં હિટ વેવની પરિસ્થિતિ રહેશે. આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 25 તારીખ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code