1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ચૈત્રનવરાત્રિઃ કન્યા પુજામાં કેટલી કન્યાઓને બેસાડવી જોઈએ, જાણો

નવરાત્રિ દરમિયાન કન્યા પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રિની પૂજા કન્યા પૂજા વિના અધૂરી રહે છે. નવરાત્રિમાં કન્યા પૂજાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. નવરાત્રિ વ્રતનું સમાપન કન્યા પૂજન સાથે થાય છે. તમે અષ્ટમી અથવા નવમી તિથિ પર કન્યાની પૂજા કરી શકો છો. કન્યા પૂજામાં 9 કન્યાઓને બેસાડવી શુભ માનવામાં આવે છે. 9 […]

લોકસભા ચૂંટણીઃ સાબરકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ આજે ફોર્મ ભયાઁ

ખેડબ્રહ્માઃ લોકસભા ચૂંટણી અંતર્ગત હાલમાં ઉમેદવારોના નામાંકનપત્રો ભરવાની પ્રક્રીયા ચાલી રહી છે. જ્યારે ઉમેદવારોએ આજે વિજય મુહુર્તમાં ફોર્મ રજૂ કયાઁ હતા. જ્યારે આજે સાબરકાંઠા જીલ્લાના સંસદીય મતવિસ્તાર માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ પોતાના ટેકેદારો સાથે કલેક્ટર કચેરી જઈને કલેક્ટર નૈમેષ દવેને નામાંકન પત્ર ભયુઁ હતુ. જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.તુષાર ચૌધરીએ તેમના ટેકેદારો […]

કુવૈતમાં શેખ અહેમદ અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહ બન્યા નવા પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ કુવૈતના અમીરે શેખ અહેમદ અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહને દેશના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. 7 એપ્રિલે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ સબાહ અલ-સાલેમ અલ-સબાહના રાજીનામા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 4 એપ્રિલના રોજ નવી સંસદની ચૂંટણી પછી, શેખ મોહમ્મદે 6 એપ્રિલના રોજ તેમના મંત્રીમંડળનું રાજીનામું સુપરત કર્યું. નવી સંસદ ચૂંટાયા પછી તેમનું રાજીનામું […]

કર્ણાટક નજીક દરિયામાં ફસાયેલી ફિશિંગ બોટને ભારતીય તટરક્ષક દળે બચાવી

નવી દિલ્હીઃ ભારતીય તટરક્ષક દળ (આઈસીજી)એ 16 એપ્રિલ, 2024ના રોજ ભારતીય ફિશિંગ બોટ (આઈએફબી) રોઝરીને સફળતાપૂર્વક બચાવી લીધી હતી, જેને કર્ણાટકના કારવારથી લગભગ 215 નોટિકલ માઇલ દૂર એન્જિનની નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. આઈસીજી જહાજ સાવિત્રીબાઈ ફૂલેએ 13 એપ્રિલ, 2024ના રોજ આઈએફબી રોઝરીના આપત્તિજનક કોલનો ઝડપી જવાબ આપ્યો હતો અને ટૂંક સમયમાં જ, પ્રતિકૂળ સમુદ્રની […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યોમાં વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા આશરે 200 ફરિયાદો નોંધાઈ

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન ઇસીઆઈએ તેની કામગીરીના પ્રથમ મહિના દરમિયાન આદર્શ આચારસંહિતા (એમસીસી)ના અમલીકરણને જાહેર ડોમેનમાં મૂકવાનો નિર્ણય લીધો છે, જેમાં કરવામાં આવેલી કાર્યવાહીની કેટલીક વિગતો સાથે, જેથી ચોક્કસ ક્ષેત્રોમાંથી ક્યારેક ગેરસમજો અને આરોપો આવે,  ભલે તે નાનું હોય કે મર્યાદિત હોય, તેને સંબોધવામાં આવે છે અને તેને અટકાવવામાં આવે છે. નીચે મુજબની સ્થિતિ, સંહિતાના બાકીના સમયગાળા […]

છત્તીસગઢઃ સુરક્ષા એજન્સીઓ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 12 ઉગ્રવાદી ઠાર મરાયાં

કાંકેરમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે ધાણીફુટ ગોળીબાર ગોળીબારમાં બે સુરક્ષા જવાનો ઈજાગ્રસ્ત થયાં સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું નવી દિલ્હીઃ દેશમાં લોકસભાનો માહોલ જામ્યો છે, બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ અને નક્સલવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન વધારે તેજ બનાવ્યું છે. દરમિયાન છત્તીસગઢના છોડે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સવાદીઓને ઝડપી લેવા માટે સ્થળ […]

લોકસભા ચૂંટણીઃ AAPના સ્ટાર પ્રચારકોની યાદીમાં અરવિંદ કેજરિવાલ બાદ બીજા ક્રમે પત્ની સુનિતા કેજરિવાલ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર વેગવંતો બન્યો છે. દરમિયાન રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ યાદીમાં પ્રથમ ક્રમે દિલ્હીના અરવિંદ કેજરિવાલનો સમાવેશ થાય છે. જ્યારે તેમના પત્ની બીજુ નામ તેમની પત્ની સુનિતા કેજરિવાલનો સમાવેશ થાય છે. આમ ‘આપ’માં અરવિંદ કેજરિવાલ બાદ બીજા ક્રમે […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાંથી ચૂંટણીપંચ દ્વારા અત્યાર સુધીમાં 96.45 કરોડની વસ્તુઓ જપ્ત કરી

અમદાવાદઃ ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મીઓ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. પોલીંગ સ્ટાફ, પોલીસ અને અન્ય કર્મચારીઓ તથા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતના ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલા ફોર્મ-12 તેમના સંબંધિત મત વિભાગના ચૂંટણી અધિકારીઓને સુપ્રત […]

ગુજરાતમાં સંભવિત હિટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન

અમદાવાદઃ રાજ્યમાં આગામી સમયમાં સંભવિત હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં માહિતી આપતા રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંભવિત હીટવેવ સામે લડવાનો એક્શન […]

ગૃહ મંત્રાલયના બીજા માળે લાગી આગ, સદનસીબે જાનહાની ટળી

નવી દિલ્હીઃ દિલ્હીમાં કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. કેન્દ્રીય સચિવાલયના નોર્થ બ્લોકમાં સ્થિત ગૃહ મંત્રાલય કાર્યાલયના બીજા માળે મંગળવારે આગ લાગી હતી. જેના કારણે ઓફિસમાં દોડધામ મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આ આગમાં કોઈ જાનહાનિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code