1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતીય રેલવ દ્વારા ઉનાળાની ઋતુ દરમિયાન રેકોર્ડબ્રેક 9111 ટ્રિપ્સનું સંચાલન

નવી દિલ્હીઃ મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા અને ઉનાળા દરમિયાન મુસાફરીની માંગમાં અપેક્ષિત વધારાનું સંચાલન કરવા માટે, ભારતીય રેલવે ઉનાળાની ઋતુ દરમિયાન રેકોર્ડબ્રેક 9111 ટ્રિપ્સનું સંચાલન કરી રહી છે. આ 2023ના ઉનાળાની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે, જ્યાં કુલ 6369 ટ્રિપ્સ ઓફર કરવામાં આવી હતી.ત્યારે આ વખતે 2742 યાત્રાઓની વૃદ્ધિ થઈ છે, જે મુસાફરોની માંગને અસરકારક […]

ઈરાન-ઇઝરાયલ વચ્ચે તણાવને પગલે એર ઈન્ડિયાએ ઈઝરાયલની હવાઈ સેવા બંધ કરી

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાએ 30 એપ્રિલ સુધી તેલ અવીવ માટે તેની તમામ ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે 30 એપ્રિલ, 2024 સુધી તેલ અવીવ જતી અને જતી ફ્લાઈટ્સ સ્થગિત […]

લોકસભા ચૂંટણીઃ મણિપુરમાં મતદાન દરમિયાન ગોળીબારની ઘટના, જાનહાની ટળી

નવી દિલ્હીઃ મણિપુરની લોકસભાની બે બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. જ્યારે કેટલાક સ્થળો ઉપર તકરારની ઘટના સામે આવી હતી. દરમિયાન મોઈરાંગમાં મતદાન મથક પાસે ગોળીબારની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આ ઉપરાંત ઈમ્ફાલ પૂર્વના ખોંગમાનમાં મતદાન કેન્દ્રમાં હથિયાર સાથે કેટલાક માથાભારે શખ્સોએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો […]

વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની પ્રથમ બેચ ભારતથી ફિલિપાઈન્સ પહોંચી

નવી દિલ્હીઃ ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધો માટે આજે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની પ્રથમ બેચ ભારતથી ફિલિપાઈન્સ પહોંચી છે. 2022 માં બંને દેશો વચ્ચે થયેલા કરાર હેઠળ, ભારતીય વાયુસેના સંચાલિત C-17 ગ્લોબમાસ્ટર પ્રથમ કન્સાઇનમેન્ટ સાથે હિંડન એરફોર્સથી ઉડાન ભરી હતી. ફિલિપાઈન્સ એરફોર્સના ક્લાર્ક એરબેઝ પર […]

વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીને નેવલ સ્ટાફના આગામી ચીફ તરીકે નિયુક્ત કરાયાં

નવી દિલ્હીઃ સરકારે વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી, પીવીએસએમ, એવીએસએમ, એનએમ, જેઓ હાલમાં નૌકાદળના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે, તેમણે 30 એપ્રિલ, 2024ની બપોરથી નૌકાદળના આગામી વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલના વડા નેવલ સ્ટાફ, એડમિરલ આર હરિ કુમાર, પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ 30 એપ્રિલ, 2024ના રોજ સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યાં છે. 15 […]

છેતરપીંડી કેસમાં બેંકના તત્કાલીન સિનિયર મેનેજરને રૂ.15.06 કરોડનો દંડ અને 7 વર્ષની કેદની સજાનો કોર્ટનો આદેશ

અમદાવાદઃ ગાંધીનગરના વિશેષ ન્યાયાધીશે આરોપી શ્રીમતી પ્રીતિ વિજય સાહજવાણી, તત્કાલીન સિનિયર મેનેજર, ઇન્ડિયન ઓવરસીઝ બેંક (આઇઓબી) વસ્ત્રાપુર શાખા, અમદાવાદને ફોજદારી વિશ્વાસઘાત, કિંમતી સુરક્ષા માટે બનાવટ, બનાવટી દસ્તાવેજને અસલી તરીકે ઉપયોગ કરવા અને બેંકને ખોટી રીતે નુકસાન પહોંચાડવાના ગુનામાં રૂ. 15,06,50,000ના દંડ સાથે 7 વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે ફટકારવામાં આવેલા દંડમાંથી 15 કરોડ રૂપિયા […]

ગાંધીનગર સીટ પરથી અમિત શાહે વિજય મુહૂર્તમાં ભર્યુ નામાંકન પત્ર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રહ્યા હાજર

ભવ્ય રોડ શો યોજ્યા બાદ આજે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. 12 વાગ્યેને 39 મિનિટના વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરીમાં તેમણે નામાંકન પત્ર ભર્યું છે. ગઈકાલે ગાંધીનગર અને અમદાવાદમાં કાર્યકરો સાથે શક્તિ-પ્રદર્શન કર્યા બાદ જાહેરસભા યોજી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યા […]

લીકર પોલીસી કેસઃ જેલમાં આવ્યા બાદ કેજરિવાલે ઈન્સ્યુલિન લેવાનું બંધ કર્યું

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી સંબંધિત મામલામાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને જેલમાં ઇન્સ્યુલિન આપવા અને નિયમિત ચેક-અપ કરાવવાની માંગ મુદ્દે કોર્ટે EDને આવતીકાલે એટલે કે શનિવારે પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની અરજીની નકલ આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે વધુમાં કહ્યું કે અમને હજુ સુધી […]

દક્ષિણ ગુજરાતઃ ઉનાળામાં લોકોને નહીં નડે પાણીની સમસ્યા, ઉકાઈમાં 49 ટકા પાણીનો જથ્થો

અમદાવાદઃ રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં પાણીની સમસ્યાઓ ઉભી થવા પામી છે. દક્ષિણ ગુજરાતથી મોટા રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાલ પણ 49% જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે આવનારા  એક વર્ષ સુધી આ વિસ્તારની પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા […]

દાહોદમાં ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત, સાત ઘાયલ

દાહોદના સરહદી વિસ્તારમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થયો છે. તાજેતરમાં જ નડિયાદ નજીક કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10ના કરુણ મોતની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન દાહોદમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ગોધરા-અમદાવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code