1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ધારી રેન્જના ગીર જંગલમાં વનરાજોની તરસ છીપાવવા માટે 254 પાણીના પોઈન્ટ કાર્યરત

અમરેલીઃ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે ગીરના પૂર્વના જંગલમાં સિંહોને પીવાનું પાણી મળી રહે તે માટે કુલ 254 પાણીના અલગ અલગ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં કુદરતી 82 પોઇન્ટ આવેલા છે. જ્યારે કૃત્રિમ 172 પોઇન્ટ આવેલા છે પાણીના પોઈન્ટમાં સોલાર, ટેન્કર, અને પવનચક્કીથી પાણી ભરવામાં આવે છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા […]

ભાવનગરમાં કુંભારવાડા સહિત અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા, ટેન્કરોથી પહોંચાડાતું પાણી

ભાવનગરઃ ગોહિલવાડમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોચી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. હાલ શહેરના કુંભારવાડા સહિત કેટલાક વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાણીના ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણીની લાઈનમાં દુર્ગંધવાળું પાણી મળતુ હોવાની સ્થાનિક રહીશો દ્વારા મ્યુનિ.કોર્પોરેશનને રજૂઆત કરાતા અધિકારીઓ દ્વારા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલમાં સુવિધાનો અભાવ, રમત-ગમતના મેદાનો પણ ખંડેર બન્યા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટસ સંકુલની હાલત દેખરેખના અભાવે બદતર બની ગઈ છે. સ્પોર્ટ્સ સંકુલમાં પીવાના પાણીથી લઈને અન્ય સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ઇન્ડોર સ્ટેડિયમની બદતર હાલતને કારણે અહીં એક ખેલાડી રમતા રમતા ઇજાગ્રસ્ત થયાના બનાવો પણ બન્યા છે. રમત ગમતના અન્ય મેદાનો કોચના અભાવે ખંડેર હાલતમાં છે. […]

ધોરાજીમાં પુલ પરથી કાર ખાબકતા ચાર અને તાપીના સોનગઢ પાસે કાર ઝાડ સાથે અથડાતા 3ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. બુધવારે બે અકસ્માતોમાં સાતના મોત નિપજ્યા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ભાદર નદીના પુલ પરથી કાર નદીમાં ખાબકતા ત્રણ મહિલા સહિત ચારના મોત નિપજ્યા હતા. જ્યારે બીજો અકસ્માતનો બનાવ તાપી જિલ્લાના સોનગઢ પાસે સર્જાયો હતો. જેમાં એક વૃદ્ધાને બચાવવવા જતાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ […]

લોકસભાની ચૂંટણીમાં સ્ટાફ અને મતપેટીઓની હેરફેર માટે 2000થી વધુ એસટી બસો ફાળવાશે

અમદાવાદઃ ગુજરાત લોકસભાની ચૂંટણીની તમામ તૈયારીઓ ચૂંટણી પંચે પૂર્ણ કરી દીધી છે. 7મી માર્ચે ચૂંટણી યોજશે. તમામ 26 લોકસભા બેઠક માટે ઈવીએમની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. મતદાનના દિવસે ચૂંટણીમાં ફરજ બજાવનારા સ્ટાફ તેમજ ઈવીએમ  બુથ ઉપર લઈ જવા અને લાવવા માટે એસટીની 2000થી વધુ બસો ફાળવવામાં આવશે. એસટીના તમામ ડિવિઝનોને કેટલી બસ ફાળવવી […]

સુરતમાં દારૂના નશામાં કારચાલકે રિક્ષા, બાઈક અને રાહદારીને અડફેટમાં લીધા, એકનું મોત,

સુરતઃ રાજ્યમાં મોટાભાગના વાહન અકસ્માતોના બનાવો વાહનચાલકોની બેદરાકીથી સર્જાતા હોય છે, કેટલાક વાહનચાલકો દારૂના નશામાં ચકચૂર થઈને વાહનો ચલાવતા હોય છે. ત્યારે શહેરના સરથાણા વિસ્તારમાં દારૂના નશામાં ચકચૂર થઈને પૂરઝડપે કાર ચલાવીને રિક્ષા, બાઈક અને ત્રણ રાહદારીને અડફેટે લેતા એક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં […]

અમદાવાદ સાબરમતી નદીમાં ગંદુ પાણી છોડતાં મ્યુનિ.ને CETP પ્લાન્ટને બંધ કરવા GPCBની નોટિસ

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં ગંદા પાણી છોડવા સામે કડક પગલાં લેવાના ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપ્યા બાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં હેન્ડ સ્ક્રિન પ્રિન્ટિંગ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 30 એમએલડી CETPને બંધ કરવા અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા નોટિસ આપવામાં આવી છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટના આઉટલેટમાંથી ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાના પગલે […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામો એપ્રિલ અંત સુધીમાં જાહેર કરી દેવાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું મૂલ્યાંકન કાર્ય પૂર્ણ થતાં હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે. એપ્રિલ અંત સુધીમાં ધોરણ 10-12ના પરિણામો જાહેર કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ સામાન્ય કરતાં એક મહિના જેટલો સમય વહેલાં જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક […]

રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું રવિવારે મહા સંમેલન, મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટી પડશે

રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રૂપાલાએ માફી માગી અને ભાજપે ડેમેજ કન્ટ્રોલ શરૂ કરીને ક્ષત્રિય સમાજના આગેવાનોને મનાવવાના પ્રયાસો કર્યા છતાંયે હજુ ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ સાથે મક્કમ છે. અને રાજકોટમાં 14મી એપ્રિલને રવિવારના રોજ […]

ગુજરાતમાં ગેરકાયદે BT કપાસના બિયારણનો થતો વેપાર, સરકાર કેમ પગલાં લેતી નથીઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમા અનઅધિકૃત રીતે  BT કપાસ બીજના લાખો પેકેટનુ વેચાણ દર વર્ષે થાય છે અને તેના લાખો ખેડુતોને કરોડો રુપિયાની નુકશાન જાય છે, છતાં રાજય સરકાર આવા અનઅધિકૃત વેપારને અટકાવી શકી નથી ઉપરાંત અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતા ગુનેગાર વેપારી / ઉત્પાદકો પકડાયા છે તેને કાયદા મુજબ સજા કરાવવામા પણ નિષ્ફળ રહી છે. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code