1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લોકસભા ચૂંટણીઃ યુવા અને શહેરી મતદારોને જોડવા માટે ચૂંટણીપંચે સોશિયલ મીડિયાની શક્તિનો લાભ લીધો

નવી દિલ્હીઃ દેશ 2024ની લોકસભાની ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યો છે, ત્યારે ભારતીય ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘ટર્નિંગ 18’ અને ‘યુ આર ધ વન’ જેવા અનોખા અભિયાનો દ્વારા નાગરિકોને સામેલ કરવા માટે ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ની વ્યાપક થીમ અંતર્ગત એક રણનીતિ તરીકે એક અભિનવ યાત્રાની શરુઆત કરી છે. હાલમાં ઇસીઆઈ ફેસબુક, […]

કચ્છના જળાશયોના તળિયા દેખાયા, ભૂજમાં પાણીની સમસ્યા, અનેક વિસ્તારોમાં ટેન્કરરાજ

ભૂજઃ કચ્છમાં તાપમાનમાં વધારો થતાં જ જિલ્લાના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જો કે નર્મદાના નીરને લીધે રાહત પણ છે. પરંતુ બધા વિસ્તારોને પહોંચી વળવું મુશ્કેલ છે. સ્થાનિક લોકોની સાથે પશુધન અને ખેડૂતો માટે પણ પાણીની અછતની સમસ્યા ઊભી થઈ છે. ભુજ શહેરમાં  છેલ્લા 10 – 11 દિવસથી અનેક વિસ્તારોમાં પાણી પહોંચ્યું નથી. ત્યારે લોકો […]

અમદાવાદમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 73500 અને ચાંદીના કિલોએ 81000 વટાવ્યા

અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં તેજીને લીધે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદમાં સોનાના ભાવે રેકોર્ડ કર્યો છે. હાજર સોનાની કિંમત રૂ. 500 વધી રૂ. 73500 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચી છે. તેમજ ચાંદી રૂ. 81000 પ્રતિ કિગ્રાની સપાટીએ સ્થિર રહી હતી. સોનાના ભાવમાં વધારો થતાં લોકોમાં સોનાની ખરીદી ઘટી છે. શહેરના જ્વેલર્સમાં સોનાના દાગીનાની ઘરાકી […]

ટ્રેનની અડફેટે સિંહના થતાં મોતને રોકવા પીપાવાવ-લીલીયા વચ્ચે ટ્રેન ધીમી ગતિએ દોડાવાશે

અમદાવાદઃ ગીરના જંગલમાં સિંહની વસતી વધતા હવે સિંહો રેવન્યુ વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લામાં રાજુલાથી લઈને કોસ્ટલ વિસ્તારોમાં પણ સિંહોએ વસવાટ શરૂ કર્યો છે. ત્યારે આ વિસ્તારમાં ટ્રેનોની અડફેટે આવી જતાં સિંહોના મોતના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે સિંહના અકુદરતી મોત અટકાવા આખરે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પીપાવાવ-લીલીયા વચ્ચે […]

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અંબાજીઃ ચૈત્રી નવરાત્રીનો આજથી એટલે કે 9મી એપ્રિલથી પ્રારંભ થશે, માતાજીના પૂજન-અર્ચન માટે ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહાત્મ્ય છે. મા જગતજનની અંબાના ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ,  અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહાત્મ્ય છે.  આજથી એટલે કે 9મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ […]

ખારાઘોડા અને ઝીંઝુવાડાના રણમાં ધોમધખતા તાપમાં કાળી મજુરી કરીને મીઠું પકવતા અગરિયાઓ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે જિલ્લાના ખારાઘોડા અને ઝીંઝુવાડાના અફાટ રણ વિસ્તારમાં ધોમધખતા તાપમાં કાળી મજુરી કરીને મીઠું પકવીને અગરિયાઓ પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી રહ્યા છે. રણમાં અસહ્ય બફારા વચ્ચે તાપમાન 40 ડીગ્રીને વટાવી જતાં અગરિયાઓ કાળઝાળ ગરમીમાં શેકાય રહ્યા છે. રણમાં ટ્રકો, ડમ્પરો અને જેસીબી સહિતના સાધનો વડે […]

ક્ષત્રિય સમજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા 16મી એપ્રિલે જાહેર સભા બાદ ઉમેદવારી ફોર્મ ભરશે

રાજકોટઃ  લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમજ રોષે ભરાયો છે. અને ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો યોજીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરવામાં આવી રહી છે. ભાજપ રૂપાલાને કોઈપણ ભોગે બદલવા માગતું નથી. ત્યારે પરશોત્તમ રૂપાલા 16મી એપ્રિલના રોજ સવારે 10:30 વાગે શહેરના બહુમાળી ભવન ચોક ખાતે જંગી […]

સુરતમાં લોકોને નાગા બાવાની ઓળખ આપી હિપ્નોટાઈઝ કરીને લૂંટ કરતો મદારી પકડાયો

સુરતઃ શહેરમાં લોકોને હિપ્નોટાઈઝ કરીને હવામાં ભસ્મ ઉડાવીને રોકડ રૂપિયા અને પહેરેલા સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરતો એક મદારી શખસને શહેરની જહાંગીરપુરા પોલીસે મહેસાણાના દહેગામથી દબોચી લીધો છે. મદારી શખસ લક્ઝુરિયસ કારમાં મંદિર પાસે આવીને નાગા બાવા હોવાની ઓળખ આપી લોકોને લૂંટી લેતો હતો. લોકોને રસ્તો પૂછવા અથવા તમારી ઉપર ખોટી વિદ્યાનો પ્રકોપ છે એવી વાતો […]

અમદાવાદના કાંકરિયા ક્રોસ રોડના ટ્રાફિક સિગ્નલો પર પાણીના છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવાયા

અમદાવાદઃ શહેરમાં લોકોને ઉનાળો આંકરી ગરમીનો અહેસાસ કરાવી રહ્યો છે. તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. અને એપ્રિલના અંત સુધીમાં તો તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. ત્યારે રોડ પર વાહનો સાથે જતાં લોકોને ગરમીથી રાહત આપવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાંકરિયા વિસ્તારમાં આવેલા પુષ્પકુંજ ચાર રસ્તા ઉપર સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. જેના […]

ગુજરાત યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને 16 માર્ચની ઘટનામાં થયેલા નુકસાનનું વળતર ચુકવશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગત તા. 16મી માર્ચના રોજ રાતના બહારના કેટલાક લોકોએ ઘૂંસી જઈને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરીને મોબાઈલ, લેપટોપ, સ્પીકર, એસી તથા વાહનને નુકસાન કર્યું હતુ. આ ઘટનાની વિદેશ મંત્રાલયે પણ નોંધ લીધી હતી. વિદેશી વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખી વળતરની માંગ કરી હતી. આ વળતર આપવા યુનિવર્સિટી તરફથી કાર્યવાહી કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code