1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુરેન્દ્રનગર પાલિકાના 300 કોન્ટ્રેક્ટ બેઈઝ સફાઈ કર્મચારીઓ ત્રણ મહિનાથી પગારથી વંચિત

સુરેન્દ્રનગરઃ શહેરની સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાનો છે. પણ વઢવાણ-દૂધરેજ અને સુરેન્દ્રનગરની સંયુક્ત નગરપાલિકાના સત્તાધિશોની વહિવટની અણઆવડતને કારણે માત્ર નાગરિકો જ નહીં, નગરપાલિકાના કર્મચારીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે. શહેરમાં રખડતા ઢોર અને રખડતા કૂતરાનો ત્રાસ, ઉપરાંત પીવાના પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ સહિતના અનેક પ્રશ્નો છે. નાગરિકોની રજુઆતો છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. ત્યારે શહેરને […]

ગુજરાતમાં સોમવારથી તુવેર, ચણા, અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે, 437 કેન્દ્રો નક્કી કરાયા

ગાંધીનગરઃ  ગુજરાતમાં  ખેડૂતોને તુવેર, ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી માટે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. અને ઈ-પોર્ટલ પર ઓનલાઈન નોંધણી પણ કરવામાં આવી હતી.  જેના ભાગરૂપે તુવેર, ચણા અને રાયડાની આગામી તા. 18મી માર્ચને સોમવારથી ટેકાના ભાવે ખરીદીનો 437 કેન્દ્રો પરથી પ્રારંભ કરાશે, જે 90 દિવસ એટલે કે, 15મી જૂન સુધી ચાલુ રહેશે. જેનો […]

અમદાવાદમાં ફતેવાડીના ફ્લેટ્સમાં આગ લાગતા 42 વાહનો બળીને ખાક, 200 લોકોને રેસ્ક્યુ કરાયાં

અમદાવાદઃ શહેરના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં ગત રાતના સમયે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગાને લીધે ફલેટ્સના રહિશો જાગી ગયા હતા. અને બુમાબુમ કરી હતી. આગવે લીધે પાર્કિંગમાં ત્રણ રિક્ષા સહિત 39 જેટલા ટૂ-વ્હિલર બળીને ખાક થયાં હતા. આગ લાગ્યાની જાણ કરાતાં ફાયર બ્રિગંડના ફાયટરો દોડી આવ્યા હતા, […]

અમદાવાદમાં શહેર કોંગ્રેસ દ્વારા 48માંથી 40 વોર્ડમાં બે-બે વોર્ડ પ્રમુખો નિમાયા, 28ને રિપીટ કરાયા

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ અમદાવાદ શહેર કોંગ્રેસના માળખામાં ફેરફાર કરીને  શહેરના 48 વોર્ડમાંથી 40 વોર્ડમાં બે-બે વોર્ડ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમાંથી 28 વોર્ડ પ્રમુખને રિપીટ કરાયા છે. જ્યારે અન્યને શહેરમાં અન્ય હોદ્દા આપવામાં આવ્યા છે. આવનારી ચૂંટણીમાં માઈક્રો લેવલે અસરકારક કામગીરી થઈ શકે તે માટે શહેરના સંગઠનમાં મોટાપાયે […]

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓએ જુની પેન્શન યોજનાની માગ સાથે કર્યું વિરોધ પ્રદર્શન

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના સહિત વિવિધ પડકર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. હવે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ પાટનગર ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એકઠા થઈને કર્મચારીઓએ હાથમાં બેનર્સ, પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ. દરમિયાન કર્મચારીઓએ વિધાનસભા તરફ કૂચ કરતા પોલીસે અટકાવ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી […]

નાગપુરમાં RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રારંભ, 45 પ્રાંતો, 1500 કાર્યકર્તા ઉપસ્થિત

નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું ઉદ્ઘાટન સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત અને મા. સરકાર્યવાહ  દત્તાત્રેય હોસાબલેજી દ્વારા ભારત માતાના ચિત્ર પર પુષ્પો અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. નાગપુરમાં રેશિમ બાગ, સ્મૃતિ મંદિર સંકુલમાં 15-17 માર્ચ દરમિયાન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ 45 પ્રાંતોના 1500 થી વધુ કાર્યકરો ઉપસ્થિત છે. પ્રતિનિધિ […]

IPL 2024: પ્રથમ તબક્કામાં 21 મેચ પૈકી એક પણ મેચ દિલ્હીમાં નહીં રમાય

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન એટલે કે આઈપીએલ 2024 થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને કારણે IPL 2024ની માત્ર 21 મેચોના જ શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. IPL 2024ના પ્રથમ તબક્કામાં દિલ્હીમાં કોઈ મેચ રમાશે નહીં. દિલ્હી કેપિટલ્સ ટીમ તેની હોમ મેચ વિશાખાપટ્ટનમમાં રમશે. IPL 2024ની શરૂઆત 22 માર્ચે ચેન્નાઈ […]

IPLમાં ડેબ્યૂ કરીને ધૂમ મચાવી શકે છે આ ખેલાડીઓ

IPL બિડિંગમાં હેરાન કરવા વાળી રકમ મેળવનારા કેટલાક ખેલાડીઓ પર બધાની નજર રેશે. ઓસ્ટ્રેલિયન ડાબોડી ફાસ્ટ બોલર સ્પેન્સર જોન્સનનો સમાવેશ થાય છે, જેને ગુજરાત ટાઇટન્સે 10 કરોડમાં ખરીદ્યો હતો, સમીર રિઝવીને ચેન્નાઇ સુપર કિંગ્સે 8.4 કરોડમાં ખરીદ્યો હતો, કુમાર કુશાગ્રને દિલ્હી કેપિટલ્સે 7.2 કરોડમાં ખરીદ્યો હતો અને મુંબઈ ઈન્ડિયન્સે 4.8 કરોડમાં ખરીદેલા દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ […]

ઘરે આ રીતે જ કાર્પેટને સાફ કરો, તે પણ વગર મુશ્કેલી વગર

તમારા કાર્પેટને ઘરે સરળતાથી સાફ કરો અને તેને નવા જેમ ચમકદાર બનાવો થોડી સરળ ટીપ્સ આપી છે. જાણો ઘરે તમે તમારા કાર્પેટને આસાનીથી અને ઓછા ખર્ચે સાફ કરી શકો છો. જાણીએ આવા કેટલાક ઉપાય જે તમારા કાર્પેટને વગર ખર્ચે નવા ચમકદાર બનાવવામાં મદદ કરશે. બેકિંગ સોડા ઘરેલૂ સફાઈ એજન્ટ છે. તે કાર્પેટમાંથી સરળતાથી ગંદકી દૂર […]

NHPC કચ્છ જિલ્લાના ખાવડા ખાતે 200 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ વિકસાવશે

અમદાવાદઃ એનએચપીસી લિમિટેડ, ભારતની પ્રીમિયર હાઇડ્રોપાવર કંપની અને પાવર મંત્રાલય હેઠળની કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ, ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ના 1,125 મેગાવોટના આરઇ પાર્કમાં 200 મેગાવોટ ક્ષમતાનો સોલર પાવર પ્રોજેક્ટ વિકસાવવા માટે બિડ જીતી છે. આ પ્રોજેક્ટ ચાલુ થયાના પ્રથમ વર્ષમાં લગભગ 473 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે અને 25 વર્ષના સમયગાળામાં પ્રોજેક્ટમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code