1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે મોટિવેશનલ સ્પીકર અવધ ઓઝા? બૃજભૂષણ શરણ સિંહનું વધ્યું ટેન્શન

નવી દિલ્હી : મોટિવેશનલ સ્પીકર અને ટીચર અવધ ઓઝાના આગામી લોકસભા ચૂંટણી દ્વારા રાજકારણમાં પ્રવેશને લઈને ચર્ચાઓ છે. તેઓ ભાજપની ટિકિટ પરથી લોકસભા ચૂંટણીમાં યુપીની બે બેઠકોમાંથી એક પરથી ઉમેદવાર બને તેવી શક્યતા છે. ગત કેટલાક દિવસોથી અવધ ઓઝાએ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને પૂર્વ ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા સાથે મુલાકાત પણ કરી […]

સુખબીર સંધૂ-જ્ઞાનેશ કુમાર બન્યા ચૂંટણી કમિશનર, પેનલમાં સામેલ અધીર રંજને ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: ભૂતપૂર્વ બ્યૂરોક્રેટ સુખબીર સંધૂ અને જ્ઞાનેશ કુમારને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકાર પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગુરુવારે બપોરે મીડિયાને આ જાણકારી આપી. મહત્વપૂર્ણ છે કે અધીર રંજન ચૌધરી પણ ચૂંટણી કમિશનરની પસંદગી સંબંધિત સમિતિનો ભાગ છે. બેઠક બાદ સમિતિના સદસ્ય અધીર રંજન ચૌધરીએ કહ્યુ છે કે સમિતિની […]

‘આર્ટિકલ 370’ ફિલ્મ દ્વારા જમ્મુ-કાશ્મીરનું સત્ય સ્વરૂપ જાણવા મળ્યું : રાજ્યપાલ

અમદાવાદઃ ‘આર્ટિકલ 370’ ફિલ્મમાં જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 ને કારણે લોકોને કેટલીય પરેશાની ભોગવવી પડી છે તેનો તાદ્રશ્ય અને વાસ્તવિક ચિતાર પ્રસ્તુત કરવામાં આવ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાત્રે ગાંધીનગરના સિટીપલ્સ સિનેમા મગૃહમાં ફિલ્મ ‘આર્ટિકલ 370’ નિહાળી હતી. ફિલ્મથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અનુચ્છેદ 370ની […]

વિભાજન સમયે કોંગ્રેસ નેતાઓએ વિખૂટા પડેલા લોકોને આપેલુ વચન મોદી સરકારે નિભાવ્યું: અમિત શાહ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાંથી હિજરત કરીને દેશના અલગ અલગ ખૂણે વસેલા હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપતો કાયદો એટલે કે CAA પર નિવેદન આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ કાયદાથી કોઇની નાગરિકતા છીનવાશે નહી, આથી કોઇએ ડરવાની જરૂર નથી. એ તમામ લોકો કે જેમણે 15 ઓગસ્ટ 1947થી 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારતમાં પ્રવેશ કર્યો હોય […]

અશ્લિલ કોન્ટેન્ટ મામલે સરકારની કાર્યવાહીઃ 18 OTT પ્લેટફોર્મ, 19 વેબલાઈટ, 10 મોબાઈલ એપ્સ બ્લોક

નવી દિલ્હીઃ ઓટીટી પ્લેટફોર્મ ઉપર અશ્લિલ કન્ટેન્ટ લઈને ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. 18 ઓટીટી પ્લેટફોર્મ, 19 વેબસાઈટ અને 10 મોબાઈલ એપ્સ (સાત ગુગલ પ્લે સ્ટોર અને 3 એપલ સ્ટોરની) તથા 57 જેટલા સોશિયલ મીડિયા હેન્ડલ્સને દેશભરમાં બ્લોક કરી દેવામાં આવ્યાં છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B)એ વિવિધ […]

CAAનો અમલ: અટલ યુગથી મોદીયુગ સુધી, કેટલું બદલાયું ભાજપનું મુસ્લિમ પોલિટિક્સ?

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ તેની 1980માં સ્થાપના પછી પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા ઘણાં વિચારધારાત્મક વાયદાઓ અને એજન્ડાઓને પૂર્ણ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં ત્રણ વખત અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અને બે વખત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનાવી છે. આ કડીમાં નરેન્દ્ર મોદીની સરકારની બીજી ટર્મમાં નાગરિકતા સંશોધન કાયદો પણ લાગુ […]

ભૂટાનના PM દશો શેરિંગ તોબગે 5 દિવસની ભારતની મુલાકાતે, નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે

નવી દિલ્હીઃ ભૂતાનના પ્રધાનમંત્રી દાશો શેરિંગ ટોબગે આજથી પાંચ દિવસીય ભારતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તેમની આ પહેલી વિદેશ યાત્રા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, મુલાકાત દરમિયાન ભૂટાનના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. પ્રધાનમંત્રી શેરિંગ તોબગે પણ મુંબઈ જશે. વિદેશ અને વિદેશ […]

અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે મોટરકારે સ્કુટરને મારી ટક્કર, યુવતી ઈજાગ્રસ્ત

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા શિવરંજની ચાર રસ્તા નજીક પૂરઝડપે પસાર થતી મોટરકારે સ્કુટરને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં સ્કુટર ઉપર સવાર યુવતીને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જાનાર કારના ચાલકે અન્ય બે વ્યક્તિઓને પણ અડફેટે લીધા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શિવરંજની ચાર રસ્તા નજીક પૂર ઝડપે પસાર થતી […]

શરણાર્થીઓ વિરોધ નિવેદન કરનાર કેજરિવાલની મુશ્કેલી વધી, CM હાઉસ બહાર દેખાવો

નવી દિલ્હીઃ CAAને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલના નિવેદનના પગલે ભારતમાં આસરો લેનારા શરણાર્થીઓમાં રોષ ફેલાયો છે. મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે, સીએએથી કાયદો-વ્યવસ્થા ભાગી પડશે અને તે પછી ચોરી, લૂંટ અને દૂષ્કર્મ સહિતના ગંભીર બનાવોમાં વધારો થશે. સીએમ કેજરિવારના આ નિવેદનને પગલે તેમના નિવાસસ્થાન બહાર મોટી સંખ્યામાં શરણાર્થીઓ ઉમટી પડ્યાં હતા. તેમજ તેમની સામે […]

વન નેશન વન ઈલેક્શન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને કોવિંદ કમિટીએ સોંપ્યો રિપોર્ટ, 18626 પૃષ્ઠોનો છે અહેવાલ

નવી દિલ્હી: લોકસભા અને રાજ્યોની વિધાનસભા સહીતના વિભિન્ન નિગમોની એકસાથે ચૂંટણી કરાવવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી ઉચ્ચસ્તરીય સમિતિએ ગુરુવારે એક રાષ્ટ્ર-એક ચૂંટણી પર પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપ્યો છે. સમિતિએ દેશભરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવા બાબતેની ભલામણનો રિપોર્ટ સોંપ્યો છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં રચવામાં આવેલી સમિતિને હાલના બંધારણીય માળખાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code