1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગૂગલ પરથી આ રીતે ડિલીટ કરો તમારી વ્યક્તિગત જાણકારી, ખુબજ આસાન પદ્ધતી

ઘણા લોકો એવું ચાહે છે કે તેમના વિશે ગૂગલ પર સર્ચ કરીએ તો રિઝલ્ટ મળે, પણ ઘણા લોકો એવું નથી ઈચ્છતા. કેટલીક વખત સોશિયલ મીડિયા એકાઉન્ટ, ફોન નંબર, ઘરનું એડ્રેસ અને બેંક ડિટેલ પણ ઓનલાઈન પલબ્ધ થઈ જાય છે. સૌથી મોટી સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આ ડિટેલ ગૂગલ પર દેખાવા લાગે છે. આજના […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરાશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલીંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરના તમામ પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને પોલીંગ ઑફિસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 […]

માત્ર આયર્ન અને કેલ્શિયમ જ નહીં, 30 વર્ષ પછી મહિલાઓને ઝિંક પણ હોય છે જરૂરી, આ ફૂડથી દૂર કરો તેની કમી

એક મહિલા તેના જીવનમાં ઘણા પડાવોથી પસાર થાય છે. વધતી ઉંમર સાથે શરીરમાં ઘણા પ્રકારના બદલાવ થાય છે. જેના લીધે તેમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.એવામાં જરૂરી છે કે સારા સ્વાસ્થ્ય માટે શરીરમાં બધા આવશ્યક પોષક તત્વો પૂરા પાડવા જોઈએ. ઝિંક તેમાંનું જ જરૂરી પોશક તત્વમાંનું એક છે. આપણા માટે તે ખુબ જરૂરી છે. […]

સ્કિન કેન્સરની તરફ ઈશારો કરે છે ત્વચામાં થતા આ બદલાવ, નદરઅંદાજ કરવાની ભૂલ ભારે પડશે

સ્કિન કેન્સરના શરૂઆતી લક્ષણો જોઈને સમસ્યાનો અંદોજ લગાવવો મુશ્કેલ છે. કેમ કે તે નોર્મલ દેખાય છે. લાપરવાહી અને જાણકારીના અભાવને કારણે સમય જતાં ગંભીર બની જાય છે અને તમને લાગતું હોય કે સ્કિન કેન્સર ખાલી બહારની સ્કિન પર હુમલો કરે છે તો જણાવી દઈએ કે તેનાથી આંખો અને કાન પ્રભાવિત થઈ શકે છે. • સ્કિનના […]

JNU માં દેખાશે સાચી ઘટનાઓ, ડાયરેક્ટરે જણાવ્યું કેમ રાખ્યું ફિલ્મનું નામ ‘JNU: જહાંગીર નેશનલ યૂનિવર્સિટી’

લોકસભાની ચૂંટણીની તૈયારીને પગલે પ્રચાર-પ્રસાર વેગવંતો બન્યો છે. સાથે બોલિવૂડમાં પણ કેટલીક એવી ફિલ્મોનો ખુમાર જોવા મળી રહ્યો છે જેમાં ચૂંટણીના રંગની ઝલક જોવા મળી રહી છે. તાજેતરમાં જ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’, ‘આર્ટિકલ 370’ ફિલ્મો રીલિઝ થઈ. જેમાં રાજકારણનું અમુક અંશ બતાવવામાં આવ્યું હતું. હવે ‘JNU’ 5મી એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે, જેમાં ડ્રામા […]

સુરતમાં IPLની નકલી ટિકીટની વેચાણના કૌભાંડનો પર્દાફાશ, સાતની ધરપકડ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આઈપીએલનો માહોલ જામ્યો છે. તેમજ ક્રિકેટ પ્રેમીઓ પણ આઈપીએલની મેચ સ્ટેડિયમમાં બેસીને જોવા માટે પૈસા ખર્ચતા પણ અચકાતા નથી. બીજી તરફ જેનો ગેરલાભ લઈને નાણા પડાવવા માટે કેટલાક લોકોએ આઈપીએલની ટિકીટના વેચાણ અર્થે એક વેબસાઈટ પણ બનાવી હતી. દરમિયાન પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરીને સાત શખ્સોને ઝડપી લઈને જેલના સળિયા […]

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે વિવિધ વર્ગોને આવરી લેતા 5 મુદ્દાઓની ગેરંટીની જાહેરાત કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસ પાર્ટીની આગામી લોકસભા ચૂંટણી માટે વિવિધ વર્ગોને આવરી લેતા પાંચ મુદ્દાઓની ગેરંટીની જાહેરાત કરી છે. જેમાં વિવિધ મુદ્દે આ મુજબ જાહેરાત કરવામાં આવી છે. • યુવા ન્યાય 1. પહેલી બાબત યુવાઓ માટે નોકરી પાક્કી : પ્રત્યેક શિક્ષિત […]

782 દવાઓ માટે પ્રવર્તમાન ટોચમર્યાદાના ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં: કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, કેટલાક મીડિયા અહેવાલો દર્શાવે છે કે એપ્રિલ, 2024થી દવાઓના ભાવમાં 12% સુધીનો નોંધપાત્ર વધારો થશે. આ અહેવાલો વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે કિંમતમાં આ વધારાથી 500થી વધુ દવાઓ પ્રભાવિત થશે. આવા અહેવાલો ખોટા, ભ્રામક અને દુર્ભાવનાપૂર્ણ છે. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર્સ (DPCO) 2013ની જોગવાઈઓ અનુસાર, દવાઓને સુનિશ્ચિત અને […]

એચપી ભારતીય ક્રિએટર્સ માટે લઇને આવ્યું છે, એઆઇ ફિચર સાથેનું સ્ટાઈલિશ એન્વી X360 14 લેપટોપ

નવી દિલ્હી- એપી આજે ભારતમાં લઈને આવ્યું છે, અદ્યતન એઆઇ ફિચર્સ સાથેનું સ્લીક અને સ્ટાઈલિશ એન્વી X360 14 લેપટોપ, જે ક્રિએટિવિટીને આગળ વધારશે. આ લેપટોપનો વજન ફક્ત 1.4 કિલો છે, જે 14 ઇંચ એએલઇડી ટચ ડિસ્પ્લે સાથે આવે છે, જે કામ કરવા, લખવા, જોવા અને ગેમિંગ માટે એક આદર્શ પોઝીશનમાં ફેરબદલ કરી શકાય છે. નવું […]

શામ, દામ, દંડ, ભેદથી શું શ્રીલંકા પાસેથી ભારત કચ્ચાતિવુ ટાપુ પાછો મેળવી શકશે?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલો કચ્ચાતિવુ ટાપુ દેશભરમાં રાજકીય ચર્ચાનો એક મુદ્દો બન્યો છે. વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે આરટીઆઈથી મેળલો જવાબ સામે આવ્યો કે 1974માં તત્કાલિન ઈન્દિરા ગાંધી સરકારે આ ટાપુને શ્રીલંકાને સોંપ્યો હતો. કચ્ચાતિવુ ભારતના રામેશ્વરમ અને શ્રીલંકાની વચ્ચે હિંદ મહાસાગરમાં આવેલો નિર્જન ટાપુ છે. આવો જાણીએ કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code