1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લોકસભા ચૂંટણીઃ સુપ્રિયા શ્રીનેટ અને દિલીપ ઘોષને વાંધાજનક ટીપ્પણીઓ બાબતે ચૂંટણીપંચનો ઠપકો

નવી દિલ્હી: ચૂંટણી પંચે સોમવારે ભારતીય જનતા પાર્ટીના નેતા દિલીપ ઘોષ અને કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને મહિલાઓના ગૌરવ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ઠપકો આપ્યો હતો. ઘોષે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી અને શ્રીનેતે અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. કમિશને કહ્યું કે, બંને નેતાઓએ નિમ્ન સ્તરનો વ્યક્તિગત […]

રાહુલ ગાંધીએ ભાજપ પર લોકસભા ચૂંટણીઓમાં મેચ ફિક્સિંગની કોશિશનો લગાવ્યો આરોપ, ECને બીજેપીએ કરી ફરિયાદ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ઘોષણા બાદથી વિપક્ષી દળો અને ભાજપ વચ્ચે વાદવિવાદની રાજનીતિ તીવ્ર બની છે. આ દરમિયાન થોડા દિવસો પહેલા વિપક્ષી ઈન્ડી ગઠબંધને ભાજપ અને કેન્દ્ર સરકારની વિરુદ્ધ દિલ્હીમાં લોકશાહી બચાવો રેલી આયોજીત કરીને નિશાન સાધ્યા હતા. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે ભાજપ લોકસભા ચૂંટણીઓમાં મેચ ફિક્સિંગની તમામ કોશિશો કરી રહ્યું છે. […]

મૌન રહેવું આરોપીનો મૂળભૂત હક: એનઆઈએને ઠપકો આપીને હાઈકોર્ટે કસ્ટડી વધારવાનો કર્યો ઈન્કાર

હૈદરાબાદ: તેલંગાણા હાઈકોર્ટે તાજેતરમાં એક ચુકાદામાં કહ્યું છે કે કોઈપણ આરોપીની કેવી પણ પૂછપરછ હોય અથવા તપાસના મામલામાં ચુપ રહેવાનો અધિકાર બંધારણ હેઠળ સુરક્ષિત તેનો એક મૂળબૂત અધિકાર છે. તેની સાથે જ હાઈકોર્ટે કહ્યું છે કે તપાસ એજન્સી આ કારણથી અન્ય અરજી આપીને આરોપીની કસ્ટડી વધારવાની માગણી કરી શકે નહીં. કોર્ટે એક મામલામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન […]

જ્ઞાનવાપી સંકુલના વ્યાસ ભોંયરા હિન્દુઓ પુજા કરી શકશે, મસ્જિદ સમિતિને સુપ્રીમમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના વ્યાસ ભોંયરામાં પૂજા વિરુદ્ધ મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી કરી હતી. મસ્જિદ પક્ષના વકીલ હુઝૈફા અહમદીએ જણાવ્યું હતું કે નીચલી અદાલતે આદેશને લાગુ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો, પરંતુ સરકારે તેનો તરત જ અમલ કર્યો હતો. અમને હાઈકોર્ટમાંથી પણ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે આને તાત્કાલિક […]

IPL 2024: ગીલ બાદ હવે પંતે પણ કરી મોટી ભૂલ, રૂ. 12 લાખનો દંડ ફટકારાયો

નવી દિલ્હીઃ વિશાખાપટ્ટનમાં રમાયેલી સીએસકે (ચેન્નાઈ સુપર કિંગ્સ) અને ડીસી (દિલ્હી કેપિટલ્સ) રમાયેલી મેચમાં દિલ્હીનો વિજ્ય થયો હતો પરંતુ દિલ્હીના કેપ્ટનની મુશ્કેલીમાં વધારો થયો છે. ડીસીના કેપ્ટન પંતને સ્લો ઓવર  રેટ મામલે દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા ગુજરાતના કેપ્ટન ગીલને પણ સ્લો ઓવર રેટ મામલે રૂ. 12 લાખનો દંડ કરવામાં આવ્યો છે. દિલ્હી અને […]

સ્વતંત્ર છે ED-CBI, અમે નથી જણાવતા કે શું કરવાનું છે?: પીએમ મોદીનો વિપક્ષને જવાબ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય એજન્સીઓ સ્વતંત્ર થઈને કામ કરે છે. તેમણે કહ્યુ છે કે કોઈપણ તરફથી તેમને નિર્દેશ આપવામાં આવતા નથી. ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહીતના ઘણાં વિપક્ષી દળો સરકાર પર ઈડી અને સીબીઆઈના દુરુપયોગનો આરોપ લગાવતા રહે છે. તમિલનાડુના થાંથી ટીવીને […]

સંદેશખાલીમાં મહિલા સાથે થયેલા અન્યાય અને અત્યાચાર એ રાજ્યની નિષ્ફળતાઃ શંકરાચાર્યજી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં થયેલા મહિલાઓ અને ગરીબો સાથે થયેલા અત્યાચારને લઈને શંકરાચાર્ય અવિમુક્તેશવરાનંદ સરસ્વતી મહરાજજીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ આ મામલે રાજ્ય સરકારને જવાબદાર ઠરાવ્યાં છે. શંકરાચાર્ય અવિમુક્તેશવરાનંદ સરસ્વતી મહરાજજીએ મહિલાઓ સાથે થયેલા અન્યાય અને અત્યાચારને રાજ્યની અસફળતા ગણાવી છે. શંકરાચાર્યજીએ જણાવ્યું હતું કે, આપણી માતાઓ અને બહેનો એપેક્ષા કરી છે કે, […]

જયંત  ચૌધરીના ભાજપ સાથે જવાથી ભડક્યા શાહિદ સિદ્દીકી, છોડયું આરએલડીનું ઉપાધ્યક્ષ પદ

લખનૌ: લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીને મોટો આંચકો લાગ્યો છે. વોટિંગના કાઉન્ટડાઉન વચ્ચે જયંત ચૌધરીને ભાજપ સાથે જવાથી નારાજ આરએલડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શાહિદ સિદ્દીકીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જયંત ચૌધરીને મોકલેલા રાજીનામામાં સિદ્દીકીએ લખ્યુ છે કે હું ખામોશીથી દેશના લોકતાંત્રિક ઢાંચાને સમાપ્ત થતો જોઈ શકું નહીં. પૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકીએ […]

અખિલેશના પીડીએમાં ઓવૈસી-પલ્લવીનું પીડીએમ પાડશે ગાબડું, સમાજવાદી પાર્ટીનું વધ્યું ટેન્શન

લખનૌ: લગભગ બે વર્ષથી અખિલેશ યાદવ સતત પીડીએની વાત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભાજપની લીડરશિપવાળા એનડીએનો મુકાબલો પીડીએ જ કરી શકે છે. તેમના પીડીએનો અર્થ, પછાત, દલિત અને લઘુમતીથી રહ્યો છે. આ સિવાય તેઓ ઓબીસીની તમામ જાતિઓ સિવાય દલિતો અને મુસ્લિમોને જોડવાનીવાત કરી રહ્યા છે. પરંતુ તેમની આ ટર્મને લઈને સેક્યુલર ખેમામાં […]

દિલ્હી પોલીસી કેસમાં કેજરિવાલને જેલમાં મોકલાયાં, તપાસમાં સહયોગ ના આપતા હોવાનો EDનો આરોપ

નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી કેસમાં રિમાન્ડ પુરા થતા ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીને પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કર્યાં હતા. અદાલતે કેજરિવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતા. દરમિયાન કોર્ટમાં ઈડીએ કેજરિવાલ ઉપર આક્ષેપ કર્યો હતો કે, તેઓ કેસની તપાસમાં સહયોગ આપી રહ્યાં નથી. દિલ્હી લીકર પોલીસી કેસમાં ઈડીએ આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલને રાઉજ એવન્યુ કોર્ટમાં રજુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code