1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વિદ્યા પ્રાપ્તિ બાદ વ્યક્તિઓએ નમ્ર બનવુ જોઈએ, સૌમ્યતાથી સન્માનતા પ્રાપ્ત થાય છેઃ રાજ્યપાલ

અમદાવાદઃ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો  9મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં કચ્છના અંતરિયાળ વિસ્તારો એવા નલિયા, દયાપર, રાપર અને ખાવડામાં યુનિવર્સિટીના 4 નવા સેન્ટરનો શુભારંભ પણ કરાયો હતો. ઉપરાંત નવા 5 અભ્યાસક્રમો પણ લોન્ચ કરાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલ દેવવ્રતજીએ પદવી ધારકોને શીખ આપતા જણાવ્યું હતું કે, વિદ્યા […]

અમદાવાદમાં SV કોલેજમાં પરીક્ષા સમયે ગેટ બંધ કરાતા મોડા આવેલા વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો

અમદાવાદઃ શહેરના રિલીફ રોડ પર આવેલી એસવી કોલેજમાં ગુરૂવારે સવારે પરીક્ષાનો આરંભ થવાના ટાણે કોલેજનો લોખંડી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન કેટલાક નિર્ધારિત સમય કરતા મોડા આવેલા વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી હતી અને હોબાળા મચાવતા પોલીસ બોલાવવી પડી હતી. જોકે કોલેજ દ્વારા બાદમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોઈ ઘર્ષણ […]

ગાંધીનગરમાં કર્મચારીઓ, શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કાલે શનિવારે મહાપંચાયત યોજાશે

ગાંધીનગરઃ  ગુજરાતના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓ  જૂની પેન્શન યોજનાની માગ સહિત વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. શિક્ષકોએ તથા કર્મચારીઓએ ચોકડાઉન અને પેનડાઉન કરીને આંદોલનનો પ્રારંભ કર્યો હતો. સરકારે મચક ન આપતા હવે આવતી કાલે શનિવારે ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે એક લાખ કર્મચારીઓ-શિક્ષકો ભેગા થઈને મહાપંચાયત કરશે. શિક્ષકો ભગવા […]

અમદાવાદમા દાણીલીંબડામાં ફ્લેટ્સમાં આગ લાગતા બાળકીનું મોત, 8 જણાં દાઝ્યાં, 27ને રેસ્ક્યુ કરાયાં

અમદાવાદઃ  શહેરના દાણીલીમડા ગામમાં પટેલ વાસ નજીક આવેલા ખ્વાજા ફ્લેટના ગ્રાઉન્ડફ્લોર પરના મીટરમાં ગુરૂવારે વહેલી સવારે આગ લાગી હતી. અને જોતજોતામાં આગ પાર્કિંગથી લઈ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. આગને લીધે ફ્લેટ્સના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ કરાતા ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. આગમાં 15 દિવસની બાળકી સહિત 9 લોકો દાઝી જતાં […]

દ્વારકા-ઓખા શહેરી વિકાસ મંડળની રચના, બીચને વિકાસ કરાશે, CMએ લીધો નિર્ણય

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન તીર્થક્ષેત્ર અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, સુદર્શન સેતુથી વિશ્વપ્રસિદ્ધી પામેલા બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને પ્રવાસન અને સર્વગ્રાહી ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ડેવલપમેન્ટ માટે “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના કરી છે. મુખ્યમંત્રીએ ઓખા અને દ્વારકાની નગરપાલિકાઓ ઉપરાંત આરંભડા, સુરજકરાડી, બેટ દ્વારકા સહિતના વિસ્તારો તેમજ શિવરાજપુર […]

ગુજરાતમાં શુક્રવારે ધાર્મિક માહોલમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાશે

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં શુક્રવારે હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે મહાશિવરાત્રી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. વિવિધ શિવાલયોમાં સવારથી ભક્તોની લાંબી લાઈનો લાગશે. તેમજ અલગ-અલગ સ્થળો ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે સમગ્ર ગુજરાત શિવમય  બની જશે. જૂનાગઢમાં શુક્રવારે મધ્ય રાત્રે સાધુ-સંતોની રવાડી યોજાશે અને શાહીસ્નાન યોજાશે. હાલ જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં […]

ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં સ્થાનિક ચલણના ઉપયોગ કરાશે

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) અને બેંક ઇન્ડોનેશિયા (BI) એ દ્વિપક્ષીય વેપારમાં સ્થાનિક ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપવા MoU પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી નિકાસકારો અને આયાતકારોને તેમના સ્થાનિક ચલણમાં બિલ અને ચુકવણી કરવામાં મદદ મળશે. રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્થાનિક ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે RBI અને બેન્ક ઈન્ડોનેશિયાએ એક સમજૂતી પત્ર […]

ભારતીય નૌકાદળમાં MH-60R સીહોક હેલિકોપ્ટર સમાવેશ, જાણો તેની વિશેષતા

નવી દિલ્હીઃ ભારતીય નૌસેનાએ MH-60R સીહોક હેલિકોપ્ટરને તેના કાફલામાં સામેલ કર્યું છે. નેવીના આ પગલા બાદ તેની સૈન્ય ક્ષમતામાં વધારો થયો છે. MH-60R સીહોક હેલિકોપ્ટરને નેવલ ચીફ આર હરિ કુમારની હાજરીમાં કોચીમાં INS ગરુડા ખાતે એક સમારોહમાં નેવલ એર સ્ક્વોડ્રનમાં સામેલ કરવામાં આવ્યું હતું. તો ચાલો જાણીએ હેલિકોપ્ટરની ખાસ વિશેષતા વિશે… હેલિકોપ્ટર અત્યાધુનિક સુવિધાથી સજ્જ […]

બેયરસ્ટો પોતાની 100મી ટેસ્ટને લઈને થયો ભાવુક, ઈંગ્લેન્ડની ટીમે કર્યું સન્માન

નવી દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમ વચ્ચે ધર્મશાળામાં પાંચમી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. આ મેચમાં ઈંગ્લેન્ડનો ખેલાડી બેયરસ્ટો રમી રહ્યો છે. બેયરોસ્ટોની આ 100મી ટેસ્ટ મેચ હોવાનું જાણવા મળે છે. મેચ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે તેનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે બેયરસ્ટો ભાવુક બની ગયા હતા. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. એક […]

ઢોસામાં હેલ્દી ટ્વીસ્ટ, આવી રીતે બનાવો મિક્સ દાળ ઢોસા

જો તમે ઢોસાના શોખીન છો, તો આજે અમે તમને જે રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ તે તમારી ફેવરિટ બનવા જઈ રહી છે. આ વાનગીનું નામ છે મિક્સ દાળ ડોસા, જે પાંચ અલગ-અલગ પ્રકારની કઠોળમાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં તુવેરની દાળ, પીળી મગની દાળ, અડદની દાળ, ચણાની દાળ અને છાલવાળી મગની દાળના ગુણોનો સમાવેશ થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code