1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ગાઝા પટ્ટી માં બંધક બનાવાયેલ 14 ઇઝરાયેલી અને 3 વિદેશી બંધકોને હમાસે કર્યા મુક્ત

દિલ્હી – ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 1  મહિનાથી પણ વધુ સામે ચાલી રહેલા યુદ્ધમાં વિરામ આપ્યો હતો આ સ્થિતિ વચ્ચે  હમાસના લડવૈયાઓએ રવિવારે યુદ્ધવિરામ કરાર હેઠળ 14 ઇઝરાયેલ સહિત 17 વધુ બંધકોને મુક્ત કર્યા હતા. હમાસે રવિવારે  રોજ બંધકોના ત્રીજા જૂથને મુક્ત કર્યો. મીડિયા  અહેવાલ મુજબ ઈઝરાયેલની સેનાએ જણાવ્યું કે ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા 14 ઈઝરાયેલ અને […]

શું બુધ પર પણ જીવન શક્ય છે? નાસાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

દિલ્હી: અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સૂર્યની સૌથી નજીકના ગ્રહ બુધને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે બુધ સૂર્યની સૌથી નજીક હોવાને કારણે અહીં અતિશય ગરમી પડશે જેના કારણે અહીં જનજીવન શક્ય નહીં બને. જો કે, હવે નાસાએ દાવો કર્યો છે કે બુધ ગ્રહ પર જીવનની સંભાવના હોઈ શકે છે. […]

પીએમ મોદીએ ગુરુ નાનક દેવના પ્રકાશના તહેવાર અને દેવ દિવાળીની દેશવાશીઓને શુભેચ્છા પાઠવી

દિલ્હી – આજરોજ દેશભરમાં દેવ દિવાળીઓ પર્વ મનાવવામાં આવશે તો સરે જ આજે શીખોનો ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ પણ છે આ ખાસ પ્રસંગે  પીએમ  મોદીએ સોમવારે ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે શીખોના પ્રથમ ગુરુ દ્વારા આપવામાં આવેલી અન્યની સેવા કરવાની અને ભાઈચારાને આગળ વધારવાની શિખામણ […]

PM મોદી 30 નવેમ્બરે દુબઈ જશે,વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં લેશે ભાગ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ક્લાઈમેટ ચેન્જ પર વૈશ્વિક સમિટમાં ભાગ લેવા માટે દુબઈની બે દિવસની મુલાકાતે જશે. પરિષદ ઉત્સર્જન ઘટાડવા અને આબોહવા સંબંધિત ઘટનાઓનો સામનો કરવા વિકાસશીલ દેશોને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.વિદેશ મંત્રાલય (MEA) એ રવિવારે કહ્યું કે વડા પ્રધાન મોદી વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લેવા માટે 30 નવેમ્બર અને 1 […]

શ્રીલંકા અને થાઈલેન્ડ બાદ હવે આ દેશમાં ભારતીયોને મળશે ફ્રી વિઝા,રાષ્ટ્રપતિએ કરી જાહેરાત

દિલ્હી: આર્થિક વિકાસ માટે મલેશિયા હવે શ્રીલંકા અને થાઈલેન્ડના માર્ગે ચાલી રહ્યું છે. મલેશિયાએ ભારતીય નાગરિકોને 30 દિવસ માટે ફ્રી વિઝા આપવાનું પણ કહ્યું છે.જો કે, મલેશિયાએ આ સિસ્ટમને ચીની નાગરિકો માટે પણ ખોલી દીધી છે, જે 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. મલેશિયા ભારતીય નાગરિકોને ફ્રી વિઝા આપનારો ત્રીજો એશિયાઈ દેશ છે. હાલમાં મલેશિયામાં સાઉદી […]

પીએમ મોદી તિરૂપતિ બાલાજી મંદિર પહોંચ્યા , પરંપરાગત વસ્ત્રોમાં કરી પૂજા અર્ચના

હેદરાબાદ- તેલંગાણામાં વિધાનસભા ની ચુંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી  રહી છે દરેક પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી રહી છે આ સ્થિતિમાં તેલંગાણામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તિરુપતિ બાલાજી ધામ પહોંચ્યા હતા. પીએમ મોદીએ મંદિરમાં વિશેષ પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં 30મી નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે […]

રાજધાની દિલ્હીની હવા આજે પણ ખરાબ શ્રેણીમાં નોંધાઈ ,લોકોનું શ્વાસ લેવું બન્યું મુશ્કેલ 

  દિલ્હી – દેશની રાજદશાની દિલ્હીમાં દિવાળી પહેલથીજ હવા માં પ્રદૂષણનું સ્તર  વધતું જોવા મળી રહ્યું છે ત્યારે હવે આજ રોજ પણ દિલભીના લોકોને ખરાબ હવામાં રાહત મળી નથી આજે સવારથી જ હવા માં ઘૂમદાન ગોટેગોટા જોવા મળ્યાં છે . વિતેલા દિવસની જો વાત કરીએ તો રવિવારે દિલ્હી એનસીઆરમાં સૌથી વધુ પ્રદૂષિત રહ્યું હતું. અહીં […]

કાશીમાં દેવ દિવાળી, ગંગા ઘાટ પર 21 લાખ દીપ પ્રગટાવાશે, 150 વિદેશી ડેલિગેટ્સ હાજરી આપશે

વારાસણીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને કાશી ગણાતા વારાણસીમાં આજે ગંગા નદીના ઘાટ પર  21 લાખ દીવા પ્રગટાવીને દેવ દિવાળીની ઊજવણી કરવામાં આવશે. દીપ પ્રકાશના આ નજારાને જોવા માટે 12 લાખથી વધુ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ કાશી પહોંચી ગયા છે. મુખ્યમંત્રી યોગીની સાથે 70 દેશના ડેલિગેટ્સ અને 150થી વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ દીપ ઉત્સવમાં ભાગ લેશે.  ગંગા મૈયાના […]

ગઝવા-એ-હિંદ’ મોડ્યૂલ મામલે ગુજરાત સહિત 4 રાજ્યોમાં NIAના દરોડા, ડોક્યુમેન્ટ જપ્ત કરાયાં

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ મોડ્યુલ કેસમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. NIAના દરોડામાં સર્ચ દરમિયાન શકમંદોના પરિસરમાંથી પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથેના સંબંધો વિશે પણ માહિતી મળી હતી. એનઆઈએ દ્વારા મધ્યપ્રદેશના દેવાસ, ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લા, તેમજ ઉત્તર […]

ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલ ‘રહસ્યમય બીમારી’ બાદ ભારતમાં એલર્ટ,કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને તૈયાર રહેવાની આપી સલાહ

દિલ્હી: તાજેતરના સપ્તાહોમાં ઉત્તરી ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બીમારીમાં વધારો થવાના સંકેત આપતા તાજેતરના અહેવાલોને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પુષ્કળ સાવચેતીના સંદર્ભમાં, શ્વસન બિમારીઓ સામે સજ્જતાનાં પગલાંની સમીક્ષા કરવાનો સક્રિયપણે નિર્ણય લીધો છે. ચાલુ ઈન્ફલ્યુએન્ઝા અને શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ હોવાનું નોંધવામાં આવ્યું છે, જેના પરિણામે શ્વસન સંબંધી બીમારીના કેસોમાં વધારો થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code