in ,

સુરતની શાળાઓમાં માતા-પિતાની પૂજા કરીને ‘વેલેન્ટાઈન ડે’ની કરાઈ ઉજવણી

  • જિલ્લા શિક્ષણઆધિકારીએ પરિવત્ર બહાર પાડ્યો હતો
  • મોટી સંખ્યામાં વાલીઓ સંતાનો સાથે રહ્યાં હાજર
  • પુલવામાં શહિદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અપાઈ

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ સહિત રાજ્યભરમાં યુવાહૈયાઓએ પોતાના પ્રેમનો એકરાર કરીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી. જ્યારે સુરતની શાળામાં અનોખી રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં વિદ્યાર્થીઓએ માતા-પિતાની પૂજા કરીને પ્રેમના આ દિવસની ઉજવણી કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓએ પોતાના દેશને પ્રેમ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. એટલું જ નહીં આ પ્રસંગ્રે એક વર્ષ પહેલા પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

રાજ્યભરમાં પ્રેમીપંખીડાઓ દ્વારા વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી. જ્યારે કેટલીક સંસ્થાઓ દ્વારા વેલેન્ટાઈન ડેની ઉજવણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે સુરતના વિદ્યાર્થીઓએ પ્રેમના આ દિવસે માતા-પિતાની પૂજા કરવા અને લોકોની સાથે પ્રેમથી વર્તન કરવાનો સંદેશ આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ ભૂલાય રહ્યા હોવાનું જણાય આવતા જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂએ સુરત શહેરની તમામ શાળાને 14મી ફેબ્રુઆરીએ માતા-પિતા પૂજન દિવસ મનાવવાનો આદેશ કર્યો હતો. જેથી શાળાઓમાં આજે માતા-પિતા પૂજનનો કાર્યક્રમ રાખી વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલે હાજર રહ્યા હતા અને ડીઈઓના પરિપત્રને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સમાજની દરેક વ્યક્તિ અને રાષ્ટ્રને પ્રેમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગ્રે પુલવામા આતંકવાદી હુમલાની ઘટનાને યાદ કરીને બાળકો, વાલી. શિક્ષકોએ પુલવામા હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વેલેનટાઈન-ડેઃ- પોતાની ‘જાત’ને પણ પ્રેમ કરો- જેવા છો તેવા ‘સ્વ’ને સ્વીકારો – આજે કહી જ દો ‘આઈ લવ માય સેલ્ફ’

પુલવામા થયેલા હુમલાને આજે એક વર્ષ પુરુ- વડા પ્રધાનમોદીએ શહીદોને શ્રધ્ધાંજલી આપી