revoinews

બ્રિટનમાંથી મળી આવેલ ભગવાન રામ-સીતાની મૂર્તિઓ કેન્દ્ર સરકારએ તમિલનાડુ રાજ્યને સુપરત કરી

  • કેન્દ્ર સરકારે તમિલનાડુને ભગવાન રામ-સીતાની મુર્તિઓ પરત કરી
  • આ મૂર્તિઓ વિતેલા વર્ષે ચોરી કરાઈ હતીટ
  • ચોરી થયેલી મૂર્તિઓ લંડન લાવવામાં આવી હતી
  • બુધવારના રોજ મંત્રી પ્રહલાદ પટેલએ રાજ્ય સરકારને મૂર્તિઓ સોપી

નવી દિલ્હી – : કેન્દ્ર સરકારે વિતેલા દિવસને બુધવારના રોજ ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાની કાસ્યની મૂર્તિઓ તમિલનાડુ સરકારને સોંપી દીધી છે, રાજ્યના પુરાતત્ત્વીય વિભાગના મુખ્ય મથક ખાતે એક સમારોહ દરમિયાન કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે 20 વર્ષ પહેલા અહીંથી ચોરી કરેલી મૂર્તિઓ તમિલનાડુ સરકારને સોંપી હતી. આ શિલ્પો બ્રિટનમાં મળી આવી હતી.

લંડન મેટ્રોપોલિટન પોલીસે આ મુર્તિઓ કબજે કર્યા બાદ 15 સપ્ટેમ્બરે ભારતીય હાઈકમિશનને પરત કરી હતી. મંત્રી પટેલ પણ તે કાર્યક્રમમાં વીડિયો દ્વારા આ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બુધવારના રોજ મંત્રી પટેલે આ માટે લંડનમાં ભારતીય ઉચ્ચ આયોગને અભિનંદન પાઠવ્યા હતા અને લંડન મેટ્રોપોલિટન પોલીસનો પણ આભાર માન્યો.

ઉલ્લએખનીય છે કે વિતેલા વર્ષ દરમિયાન ઓગસ્ટ મહિનામાં, ભારત હાઈકમિશનને ભારત ગૌરવ પ્રોજેક્ટ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, તમિલનાડુના વિજયનગર કાર્પેટ મંદિરમાંથી  ખુબ પ્રાચીન મૂર્તિઓ જેમાં ભગવાન રામ-લક્ષમણ હનુમાન અને સીતાની મૂર્તિઓ ચોરી થયા બ્રિટનમાં દાણચારીના માધ્યમથી લાવવામાં આવી છે. આ મૂર્તિઓ ફરીથી પ્રાપ્ત કરવા માટે હાઇ કમિશને લંડન મેટ્રોપોલિટન પોલીસની મદદ માંગી હતી.છેવટે મૂર્તિઓ મળી જતા વિતેલા દિવસે તમિલનાડુ સરકારને પરત કરવામાં આવી છે.

સાહીન-

Related posts
Nationalગુજરાતી

તમિલનાડુ સરકારે તમિલ ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા લીધો મહત્વનો નિર્ણય - સિનેમા ઘરો, મલ્ટિપ્લેક્સ  હવે 100 ટકા દર્શકો સાથે ખુલશે

 તમિલ ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા લીધો મહત્વનો નિર્ણય સિનેમા ઘરો, મલ્ટિપ્લેક્સ હવે 100 ટકા દર્શકો સાથે ખુલશે દિલ્હીઃ-તામિલનાડુ એ દેશનું પહેલું રાજ્ય…
Nationalગુજરાતી

IIT મદ્રાસમાં કોરોના બેકાબૂ, 100થી વધુ લોકો સંક્રમિત થતાં ઇન્સ્ટિટ્યૂટ બંધ કરવું પડ્યું

તામિલનાડુની રાજધાની ચેન્નાઇમાં IIT મદ્રાસમાં કોરોના વિસ્ફોટ અહીંયા 100થી વધુ લોકો કોરાનાથી થયા સંક્રમિત વધતા કેસને કારણે સંસ્થા બંધ કરવાનો નિર્ણય લેવામાં…
Nationalગુજરાતી

ચોંકાવનારી ઘટના! સીબીઆઇની કસ્ટડીમાંથી જ 102 કિલો સોનું ગાયબ, મદ્રાસ હાઇકોર્ટે આપ્યો તપાસનો આદેશ

તામિલનાડુમાં સીબીઆઇ કસ્ટડીમાં બની ચોંકાવનારી ઘટના સીબીઆઇની કસ્ટડીમાંથી 102 કિલો સોનું ગાયબ થયું મદ્રાસ હાઇકોર્ટે સીબી-સીઆઇડીને આ કેસની એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો…

Leave a Reply