in , ,

દિલ્હીના હૌજ કાજી વિસ્તારમાં મંદીરમાં તોડફોડ અને મૂર્તિ ખંડીત ધટનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ એક્શનમાં

છેલ્લા બે દિવસથી દિલ્હીના હૌજ કાજી વિસ્તાર મંદીરના તોડફોડને લઈને વિવાદમાં છે ત્યારે  પુરા મામલા પર હવે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ લાલ આંખ કરી છે. મળતી  માહિતી મુજબ  અમિત શાહ પોલીસની કાર્યવાહીથી નારાજ છે તેમણે દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને આડે હાથ લીધા હતા અને અત્યાર સુધીની તમામ કાર્યવાહી પર અસંતુષ્ટતા દાખવી હતી

હૌજ કાજી વિસ્તારની બે સમુદાય વચ્ચેની અફડાતફડીને લઈને માહોલ ગરમાયો હતો અસામાજીક તત્વો દ્રારા મંદીરમાં થયેલી તોડફોડને લઈને અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.  ધટના બાદ ફેલાયેલા સાંપ્રદાયિક તણાવમાં બુધવારે રાહત મળી હતી અહિ લાલ કુવા વિસ્તામાં સામાન્ય લોકો, સ્થાનિક નેતાઓ અને વ્યાપારીઓના સહયોગથી કડક પોલિસ બંદોબસ્ત વચ્ચે બજારો ખુલ્લા મુકવામાં આવ્યા હતા. પોલીસના આશ્વાસન બાદ વેપારીઓ પોતાના કાર્યમાં જોતરાયો હતા અને અનેક દુકાનો ખોલવામાં આવી હતી છતા પણ પોલીસ દ્રારા સતર્કતા રાખવામાં આવી રહી છે. આજે સવારના આ વિસ્તારમાં ધાર્મિકતા જોવા મળી હતી  બન્ને સમુદાયના લોકોએ ભેગા મળીને  મંદીરમાં પ્રાર્થના કરી હતી

ગઈ 30જુને હૌજ કાજી વિસ્તારમાં વાહન પાર્ક કરવાને લઈને વિવાદ સર્જાયો હતો આ વિવાદ જૂથ અથડામળમાં પરિણામ્યો હતો અને મંદીરમાં તોડ ફોડ કરનારા ચાર વ્યક્તિની પોલીસે અટકાયત પણ કરી હતી અને બન્ને સમુદાયના લોકો વચ્ચે બેઠક પણ યોજવામાં આવી હતી.  ડેપ્યુટી પોલીસ કમિશ્નર મંદીપ સિંહ રંધાવાએ જણાવ્યું હતું કે ગુનેગારને ચોક્કસ સજા મળવીજ જોઈએ. જેથી કરી દરેક વ્યકિત શાંતિ જાળવી રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાજ્યમાં 28.24 લાખ હેકટરમાં વાવણીઃ મગફળી અને કપાસનું સૌથી વધારે વાવેતર

વર્લ્ડકપમાં સિલેક્ટ ન થતા અંબાતી રાયડૂએ ક્રિક્રેટમાંથી સન્યાસ લઈ નારાજગી વ્યક્ત કરી