NATIONALPM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરના રોજ વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા સ્વામિત્વ યોજના લોન્ચ કરશે

  • પીએમ મોદી લોન્ચ કરશે સ્વામિત્વ યોજના
  • વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા આ યોજના કરશે લોન્ચ
  • ગ્રામીણ ક્ષેત્રના લોકોને આપવામાં આવશે પ્રોપર્ટી કાર્ડ

દિલ્લી: ગ્રામીણ ભારતને બદલવા અને લાખો ભારતીયોને સશક્ત બનાવવા માટે એક એતિહાસિક પગલાના રૂપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરના રોજ વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા સ્વામિત્વ યોજનાની શરૂઆત કરશે. આ હેઠળ પીએમ મોદી 1.32 લાખ લોકોને સંપતિ કાર્ડ વિતરણ કરશે.

આ લોન્ચ હેઠળ 1.32 લાખ સંપત્તિ ધારકો તેમના મોબાઈલ ફોન પર આવેલા એસએમએસ લિંક દ્વારા પોતાના સંપત્તિ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. ત્યારબાદ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સંપતિ કાર્ડોનું ભોતિક વિતરણ કરવામાં આવશે. તેમાં છ રાજ્યોના 763 ગામોમાં લાભાર્થીઓ સામેલ છે. જેમાં ઉત્તરપ્રદેશમાં 346, હરિયાણામાં 221, મહારાષ્ટ્રમાં 100, મધ્યપ્રદેશમાં 44, ઉત્તરાખંડમાં 50 અને કર્ણાટકના 2 ગામો સામેલ છે.

આ પગલું ગ્રામીણો દ્વારા લોન લેવા અને અન્ય નાણાકીય લાભ માટે આર્થિક સંપત્તિ તરીકે ઉપયોગમાં લેવાનો માર્ગ મોકળો કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન કેટલાક લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય પંચાયતી રાજમંત્રી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થશે.

સ્વામિત્વ યોજના શું છે ?

સ્વામિત્વ પંચાયતી રાજ મંત્રાલયની એક કેન્દ્રીય ક્ષેત્ર યોજના છે, જેને 24 એપ્રિલ 2020ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારના ગ્રામીણ ઘરોના માલિકોને ‘અધિકારનો રેકોર્ડ’ આપવાનો અને સંપતિ કાર્ડ જારી કરવાનો છે.

આ યોજના ચાર વર્ષ (2020-2024)ના ગાળામાં દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે અને આખરે તે દેશના 6.62 લાખ ગામોને કવર કરી લેશે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક રાજ્યોમાં લગભગ 1 લાખ ગામો અને પંજાબ અને રાજસ્થાનના કેટલાક સરહદી ગામો,પંજાબ અને રાજસ્થાનમાં સતત સંચાલન પ્રણાલી સ્ટેશનોના નેટવર્કની સ્થાપના સાથે, પાયલોટ તબક્કા (2020 – 21) માં સામેલ કરવામાં આવી રહ્યા છે.

આ તમામ છ રાજ્યોએ ગ્રામીણ ક્ષેત્રોના ડ્રોન સર્વેક્ષણ અને યોજના કાર્યાન્વયન માટે ભારતના સર્વેક્ષણની સાથે સમજુતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આ રાજ્યો એ ડીઝીટલ પ્રોપર્ટી કાર્ડ ફોર્મેટ અને ગામોને ડ્રોન આધારિત સર્વેક્ષણ માટે અંતિમ રૂપ આપ્યું છે. પંજાબ અને રાજસ્થાન રાજ્યોએ ભવિષ્યના ડ્રોન ફ્લાઇટ પ્રવૃત્તિઓમાં સહાયતા કરવા માટે કોર્સ નેટવર્કની સ્થાપવા માટે ભારતના સર્વેક્ષણ સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.

પ્રોપર્ટી કાર્ડ માટે જુદા જુદા રાજ્યોમાં અલગ – અલગ નામકરણ છે. ‘ટાઈટલ ડીડ’ હરિયાણામાં, કર્ણાટકમાં રૂરલ પ્રોપર્ટી ઓનરશિપ રેકોર્ડ્સ, મધ્યપ્રદેશમાં અધિકાર અભિલેખ, મહારાષ્ટ્રમાં સનદ, ઉત્તરાખંડમાં સંવિત્વા અભિલેખ, ઉત્તર પ્રદેશમાં ધરોની’.

આ યોજનાનો ફાયદો શું થશે ?

પીએમ મોદી જે ભૌતિક નકલો તેમને સોંપશે તેનાથી માલિકો દ્વારા લોન લેવા માટે ઉપયોગ કરી શકાય છે અને તે ગ્રામીણ ક્ષેત્રોમાં સંપત્તિના રેકોર્ડ રાખવામાં પણ મદદ કરશે. હાલમાં આવા કોઈ રેકોર્ડ અસ્તિત્વમાં નથી. 24 એપ્રિલના રોજ પીએમ દ્વારા શરૂ કરાયેલા ‘સ્વામિત્વ’ પ્રોજેક્ટ હેઠળ નકલો સોંપવામાં આવશે અને 2024 સુધીમાં 6.40 લાખ ગામોના તમામ શહેરી અથવા વસ્તીવાળા ક્ષેત્રોના નકશાઓ તૈયાર કરવામાં આવશે.

_Devanshi

Related posts
PM Modiગુજરાતી

દેશની પ્રથમ સી પ્લેન સેવાનો પીએમ મોદીએ કર્યો આરંભ – કેવડિયાથી અમદાવાદમાં પીએમ મોદીનું આગમન

દેશની પ્રથમ સી પ્લેન સેવાનો પીએમ મોદીએ કર્યો આરંભ  સી પ્લેનના માધ્યમથી કેવડિયાથી અમદાવાદ આવ્યા  પીએમ મોદી દેશના વડા પ્રધાન મોદી બે…
Important StoriesNATIONAL

આજે 'બ્લુ મૂન'નો દુર્લભ નજારો જોવા મળશે

‘બ્લુ મૂન’નો જોવા મળશે દુર્લભ નજારો મહિનામાં બીજી વાર જોવા મળશે નજારો ‘બ્લુ મૂન’31 ઓગસ્ટ 2023 ના રોજ થશે અમદાવાદ: આજે ‘બ્લુ…
Important StoriesNATIONAL

દિલ્હીમાં અત્યાર સુધી પ્રદૂષણના સૌથી ગંભીર આંકડા, જાણીને જ ચોંકી જશો

દિલ્હીમાં પ્રદૂષણ અને કોરોનાનો ડબલ એટેક કોરોનાના 5 હજારથી વધુ નવા કેસ નોંધાયા AQI 400ને પારના આંકડા ‘ગંભીર’ શ્રેણીમાં નવી દિલ્લી: દિલ્હીમાં…

Leave a Reply