in ,

વડોદરામાં ચાંદીપુરમ વાયરસથી બાળકીનું મોતઃ દાહોદમાં 4 શંકાસ્પદ કેદ નોંધાયા

અમદાવાદઃ વડોદરા નજીક ભાયલી ગામમાં 5 વર્ષીય બાળકીનું ચાંદીપુરમ વાઇરસથી મોત થતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. તેમજ વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ભાયલી ગામમાં ડસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં પણ 4 બાળકોમાં ચાંદીપુરના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. જેથી આરોગ્ય વિભાગે મુવાડા, ખંગેલા, વટેલા અને સુરપુર ગામમાં તપાસ હાથ ધરી છે.

સુત્રોના જણાવ્યા અનુસારભાયલીની 5 વર્ષની બાળકીને કેટલાક દિવસથી તાવ આવ્યા બાદ તબિયતમાં સુધારો ન થતાં તેને વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. જોકે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસની શંકાને પગલે તબીબોએ તેના નમૂના પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલ્યા હતા. જેનો નમૂનો પોઝિટિવ આવતા વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

દાહોદ જિલ્લાના મુવાડા, ખંગેલા, વટેલા અને સુરપુર ગામમાં 4 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરમના લક્ષણોને પગલે આરોગ્ય વિભાગની ટીમોએ આ ગામોમાં તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત બાળકોના રિપોર્ટ કરીને તપાસ માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. ચાંદીપુરમ વાઇરસને પગલે દાહોદ જિલ્લાના 34 હજાર જેટલા કાચા ઘરોમાં ડસ્ટીંગ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ચંદ્રબાબુ નાયડુને ટીડીપી સાંસદની ધમકીઃ “તમારા પાળતું કૂતરાંઓને કાબુમાં રાખો”

કોંગ્રેસમાં મુસ્લિમોની અવગણનાનો પાર્ટીના મુસ્લિમ સાંસદનો આરોપ!