in , ,

ચીનની ભારતમાં વેપાર માટે નવી ચાલ, હોંગકોંગ અને સિંગાપોર મારફતે કરી શકે છે રોકાણ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારત દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. તેમજ ચાઈનાની 59 જેટલી મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ અગાઉ ચીનથી આયાત થતી વસ્તુઓ ઉપર ભારત દ્વારા ડ્યુટી વધારવામાં આવી હતી. ત્યારે હવે ચીન હોંગકોંગ અને સિંગાપોર જેવા અન્ય દેશ મારફતે ભારતમાં વેપાર કરવાના પ્રયાસો કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. એટલું જ નહીં ચીન વિવિધ વસ્તુઓ અન્ય દેશો મારફતે નિકાસ કરવાની સાથે રોકાણ કરવાની પણ ફિરાકમાં હોવાનું ચર્ચાય રહ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારતના જે દેશો સાથે મુક્ત વ્યપાર સમજૂતી (FTA), તરજીહી વ્યપાર સમજૂતી તથા અન્ય દ્રીપક્ષીય કોમર્શિયલ કરાર છે તેવા દેશો મારફતે ચીન ભારતમાં નિકાસ વધારવાની ફિરાકમાં હોવાનું મનાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનનું કુલ પ્રત્યક્ષ વિદેશી રોકાણ ઘડ્યું છે. જો કે, ભારતીય ફર્મને ચીનનું રોકાણ મળ્યું છે. બીજી તરફ ચીનથી થતી આયાતમાં ઘટાડો થયો છે. જ્યારે હોંગકોંગ અને સિંગાપોરથી થતા આયાતમાં વધારો થયો છે.

ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ચીનનો ભારત સાથે વર્ષ 2019માં 6.09 બિલિયન ડોલર વેપાર ઘડ્યો છે. જ્યારે હોંગકોંગ સાથે વેપારમાં લગભગ 5.8 બિલિયન ડોલરમાં વધારો થયો છે. હોંગકોંગમાં મુખ્ય આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં ઈલેકટ્રીકલ અને ઈલેકટ્રોનિક વસ્તુઓનો સમાવેશ થાય છે. હોંગકોંગના ભારત સાથે વર્ષ 2017માં 1.3 બિલિયન ડોલરનો વેપાર હતો તે વર્ષ 2019માં વધીને 8.6 બિલિયન ડોલર થયો છે. આમ હવે હોંગકોંગ અને સિંગાપોર જેવા દેશો મારફતે ભારતમાં વેપાર માટે ચીને તૈયારીઓ શરૂ કરી હોવાનું મનાઈ રહ્યું છે.

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ ઘટ્યાં, સુરતમાં પોઝિટિવ કેસમાં વધારો

કોરોના મહામારીઃ મુંબઈમાં લાલબાગ ચા રાજા ગણપતિજીનું આ વર્ષે નહીં થાય સ્થાપન