1. Home
  2. ગુજરાતી
  3. ચીન બાદ કોરોનાની ઝપેટમાં ઈરાન – વિશ્વ માટે સાબિત થઈ શકે જોખમ
ચીન બાદ કોરોનાની ઝપેટમાં ઈરાન  – વિશ્વ માટે સાબિત થઈ શકે જોખમ

ચીન બાદ કોરોનાની ઝપેટમાં ઈરાન – વિશ્વ માટે સાબિત થઈ શકે જોખમ

0
  • ચીનમાં કોરોનાના કહેરથી 2700 લોકોના મોત
  • ચીન બાદ કોરાન કોરોનાનું મધ્ય સ્થાન બન્યું ઈરાન
  • ઈરાનમાં 47 કેસોમાંથી 12 લોકોના મોત
  • વિશ્વભરમાં વાયરસ ફેલાવાનું જોખમ

ચીનમાં વુહાનમાં બાદ હવે ઈરાન કોરોના વાયરસનું નવું કેન્દ્ર સ્થાપિત થયું છે, કોરોના વાયરસના કારણે ચીન દેશ બાદ સૌથી વધુ મોતનો આંકડો ઈરાનમાં સામે આવ્યો છે,અહી કોરોના વાયરસના કુલ સરગ્રસ્ત લોકોમાંથી 25 ટકાથી ઉપરના લોકોના મોત થઈ ચૂક્યા છે,જેના કારણે હવે સમગ્ર મિડલ ઈસ્ટમાં  વાયરસ ફેલાવવાનું જોખમ ખુબ વધી રહ્યું છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 80,128 લોકો અસરગ્રસ્ત થયા છે,જેમાંથી 77,658 લોકો માત્ર ચીનમાં છે,વિશ્વમાં અસર ગ્રસ્ત થયેલા લોકોમાંથી 2700 લોકોના મોત થઈ ચૂક્યા છે,મરનારા લોકોમાંથી 2663 માત્ર ચીનના લોકોનો જ સમાવેશ થાય છે.

ચીન દેશ બાદ જો કોરોના વાયરસના કારણે સોથી વધુ મૃત્યુઆંક નોંધાયો હોય તો તે ઈરાન દેશમાં છે,ઈરાનમાં અત્યાર સુધી 47 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે,જેમાંથી 12 લોકોએ જીવ ગુમાવ્યા છે,અટલે એમ કહી શકાય કે કુલ સંખ્યામાંથી 25 ટકાથી વધુ લોકોએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.ઈરાનમાં સરગ્રસ્ત લોકોની સરખામણીમાં હાલ સુધી સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે,જેના કારણે વિશ્વમાં ફરી ભયનો માહોલ સર્જાય શકે છે,સમગ્ર વિશ્વમાં હવે ચીનની જેમ રાનમાંથી કોરોના ફેલાવાનો ડર છે.ઈરાનમાં જોખમ વધી રહ્યું છે.

ઈરાનની નબળી સરકાર અને કથળેલી સ્વાસ્થ્ય સેવાઓને જોતા આ દેશમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે મરનારાઓની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ પુરેપુરી સેવાઈ રહી છે.

ઈરાન,અફઘાનિસ્તાન,બેહરીન,કુવૈત,ઓમાન,યુએઈ,લેબનાન અને કેનેડામાંથી કોરોનાના અસરગ્રસ્ત કેસો જે સામે આવ્યા છે તેમાંથી કોઈને કોઈ રીતે આ તમામના સંપર્ક ઈરાન સાથે અવશ્ય રહ્યો છે, આ સાથે જ એમ પણ કહી શકાય કે, ઈરાનમાંથી સૌથી વધુ કોરોના વાયરસ ફેલાવાનું મોટૂ કારણ એ છે કે,અહીના વર્કરો સમગ્ર વિશ્વભરમાં કામ અર્થે કાર્યરત છે તે સાથે જ બીજું મહત્વનું કારણ ધાર્મિક યાત્રોઓને પણ ગણાવી શકાય છે.

(સાહીન)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.