in , , , , , , , , ,

એપ બેન થયા બાદ, સાયબર એટેક કરી શકે છે ચીન, એલર્ટ જારી

  • સરકારે 59 ચીની એપ પર મૂક્યો પ્રતિબંધ
  • ચીન તરફથી સાયબર એટેક થવાની સંભાવના
  • સાયબર સિકયુરિટી દ્વારા એલર્ટ જારી કરાયું

હાલમાં સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને ત્યારથી ચીન તરફથી સાયબર એટેક થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તેને જોતા દેશભરમાં એલર્ટ ઉપરાંત ગુપ્તચર એજન્સી દ્વારા મોનિટરિંગ પણ જોરદાર કરવામાં આવ્યું છે. સાયબર સિક્યોરિટી એક્સપર્ટનું કહેવું છે કે એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાની શરૂઆત માત્ર એક શરૂઆત છે અને આ બદલામાં ચીનને ભારતીય સાયબર સ્પેસને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે.

વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે લગભગ તમામ ક્ષેત્રોમાં વધુ સારી રીતે મોનેટરીંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ચીની માળખાગત સુવિધાઓ સાથે સંકળાયેલ પાવર, ટેલિકોમ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટરને કારણે પણ તેઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

રીમોટ લોકેશનથી ચીન ભારતના આ નેટવર્ક્સ પર સાઈબર એટેક કરી શકે છે જેને લઈ એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. સાયબર સિક્યુરિટી એક્સપર્ટના જણાવ્યા મુજબ, સરકાર તે કંપનીઓ પર ફોકસ કરશે જેને ચાઈનીઝ ઇન્વેસ્ટર્સ પાસેથી ફંડિંગ કરવામાં આવી હોય અને તેની મોનીટરીંગ અને સર્વિલાંસ અલગ – અલગ સ્તર પર કરવામાં આવશે. આ સિવાય સરકારી અને ખાનગી ક્ષેત્રમાં ઉપયોગમાં લેવામાં આવતા ચીનમાં સર્વિલાંસ ડિવાઇસ પણ રેડાર પર છે.

પીડબલ્યુસી ઇન્ડિયાના નેતા સાયબર સક્યુરિટી સિદ્ધાર્થ વિશ્વનાથે કહ્યું, વર્તમાન આર્થિક સ્થિતિમાં કોઈ સરહદ પર યુદ્ધ માટે તૈયાર નથી, તેથી સાયબર સ્પેસ, વેપાર અને સપ્લાય ચેનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ શકે છે. ચીન અને ખાસ કરીને ટેક કંપનીઓ પાસેથી ફંડ મેળવનારી કંપનીઓ પર હવે નજર રાખવામાં આવી રહી છે કારણ કે તેઓ સરળતાથી લક્ષ્યાંક બની શકે છે. ભૂતકાળમાં સરકાર દ્વારા ચીની હેકરોને લગતી ચેતવણી આપવામાં આવી છે.

ગયા વર્ષે પણ ડેટા માઇનીંગ માટે ચીન તરફથી હુમલા થયા છે અને ગયા વર્ષે પણ લાખો ભારતીયોના મેડિકલ ડેટા ચોરીનો મામલો સામે આવ્યો હતો. ધ ડાયલોગના ડાયરેક્ટર કાજિમ રિઝવીએ કહ્યું છે કે, યુઝર્સના ડેટાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીન તરફથી કોઈ દબાણ ન આવે તે માટે વ્યૂહરચના બનાવીને કામ કરવાની જરૂર છે અને આવા હુમલાઓ અંગે સજાગ રહેવાની જરૂર છે.

(Devanshi)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત: આવતીકાલથી GTUની પરીક્ષા લેવાશે: ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

ટિકટોકનો કેસ લડવા ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કર્યો ઇનકાર, આપ્યું આ કારણ