1. Home
  2. ગુજરાતી
  3. ઓસ્ટ્રેલિયાએ આપ્યો અમેરિકાનો સાથ, ચીને આપી ઓસ્ટ્રેલિયાને ધમકી
ઓસ્ટ્રેલિયાએ આપ્યો અમેરિકાનો સાથ, ચીને આપી ઓસ્ટ્રેલિયાને ધમકી

ઓસ્ટ્રેલિયાએ આપ્યો અમેરિકાનો સાથ, ચીને આપી ઓસ્ટ્રેલિયાને ધમકી

0
  • અમેેરિકાનો સાથ આપ્યા બાદ ચીનની ઓસ્ટ્રેલિયાની ધમકી
  • ચીની પ્રવાસીઓ તથા વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા આવવાનું કરી શકે છે બંધ
  • ઓસ્ટ્રેલિયાએ કોઈ પણ પગલા પહેલા બે વાર વિચારવુ જોઈએ: ચીન

નવી દિલ્લી: કોરોનાવાયરસના ફેલાવાને લઈને ચીન પર અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને અમેરિકા તો ચીન પાછળ હાથ ધોઈને પડી ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. અમેરિકા દ્વારા કોરોનાવાયરસના ફેલાવાને લઈને શોધખોળ કરવા માટે ચીનને કેટલીક વાર અપીલ કરવામાં આવી અને અમેરિકાએ કોરોનાવાયરસના ફેલાવા પાછળ ચીનને જવાબદાર ગણાવ્યુ હતુ જેમાં ઓસ્ટ્રેલિયાએ પણ અમેરિકાનો સાથ આપ્યો હતો.

કોરોના બાબતે ઓસ્ટ્રેલિયા દ્વારા અમેરિકાને સમર્થન કરવામાં આવતા ચીને ઓસ્ટ્રેલિયાને ઘમકી આપી છે. ચીને હવે ઓસ્ટ્રેલિયાને ધમકી આપી છે કે જો તે કોરોના વાયરસ રોગચાળાની તપાસની માંગ કરે તો તેને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. ઓસ્ટ્રેલિયામાં ચીનના રાજદૂતે કહ્યું કે આ પગલાથી ચીની ઓસ્ટ્રેલિયન ચીજોનો બહિષ્કાર કરી શકે છે અને અહીં મુસાફરી બંધ કરી શકે છે.

મહત્વનુમં છે કે અમેરિકા વુહાન વાયરસની તપાસની માગ કરી હતી અને તેમાં ઓસ્ટ્રેલિયાએ અમેરિકાની વાતને સમર્થન આપ્યું હતુ.

ઓસ્ટ્રેલિયામાં ચીનના રાજદૂતે વધારે ઉમેરતા કહ્યું કે ઓસ્ટ્રેલિયા જે કરી રહ્યું છે તેનાથી ચીનના લોકો નારાજ અને નિરાશ થયા છે. જો વસ્તુઓ ખરાબથી ખરાબ થશે તો લોકો આશ્ચર્યચકિત થશે અને વિચારશે કે આપણે એવા દેશમાં કેમ જવું જોઈએ જ્યાં ચીન પ્રત્યેનું વલણ મૈત્રીપૂર્ણ નથી. ચીનથી ઓસ્ટ્રેલિયા આવતા વિદ્યાર્થીઓ થતા પ્રવાસીઓ ઓસ્ટ્રેલિયા આવતાં પહેલાં નિશ્ચિતરૂપે બે વાર વિચાર કરશે.

(VINAYAK)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.