1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના ભય વચ્ચે ચીનમાં ભૂંકપના આચંકા અનુભવતા સર્જાયો અફરાતફરીનો માહોલ
કોરોનાના ભય વચ્ચે ચીનમાં ભૂંકપના આચંકા અનુભવતા સર્જાયો અફરાતફરીનો માહોલ

કોરોનાના ભય વચ્ચે ચીનમાં ભૂંકપના આચંકા અનુભવતા સર્જાયો અફરાતફરીનો માહોલ

0
  • દક્ષિણ પશ્વિમ ચીનમાં ભૂકંપના આચંકા અનુભવાયા
  • રાહત બચાવકાર્ય હાથ ઘરવામાં આવ્યું
  • તંત્ર હરકતમાં-150 લોકોને બચાવાયા

ચીનમાં કોરોના વાયરસએ મહામારીનું રુપ ઘારણ કરી લીઘું છે,અત્યાર સુઘી 361 લોકોના મોત કોરોના વાયરસના કારણે થઈ ચૂક્યા છે.તે સાથે જ 17 હજારથી પણ વઘુ નવા કેસો નોઘાંયા છે.તાજેતરમાં ચીન પ્રાંતમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે,હજુ એક મુશ્કેલીમાંથી બહાર આવવામાં સફળતા પ્રાપ્ત નથી થઈ ત્યા તો ચીનમાં ભુકંપના આંચકા અનુભવાયા છે.ભૂકંપના આચંકા સાથે જ ચીનનું પ્રશાસન તંત્ર હરકતમાં આવ્યું છે.અને રાહત કાર્ય હાથ ઘર્યુ છે.

કોરોના વાયરસથી ગંભીર રીતે ઘવાયેલ ચીન પર બીજી મુસીબત આવીને ઊભી રહી ગઈ છે,સોમવારના રોજ દક્ષિણ અને પશ્વિમ ચીનમાં ભુકંપના આચંકા અનુભવાયા છે,ભુંકપ બાદ ચીન પ્રશાસન તંત્ર દ્રારા બચાવ કામગીરી હાથ ઘરવામાં આવી હતી.

સમાચાર એજન્સી  પીટીઆઈએ ચાઈના ભુકંપ નેટવર્કર્સ તરફથી જણાવ્યું છે કે,આ ભૂકંપનું કેન્દ્ર 30.7 ડિગ્રી ઉત્તરી અક્ષાંસ અને 104.46 ડિગ્રી પુર્વ દેશાંતર વચ્ચે જમીનથી નજદીક 21 કિલો મીટર અંદર હતું અને ભૂકંપની તીવ્રતા રિક્ટલ સ્કેલ પર 5.1 માપવામાં આવી છે.

ભૂકંપ બાદ પ્રભાવીત વિસ્તારોમાં અત્યાર સુઘી 150 લોકોને બચાવવામાં આવ્યા છે,જ્યારે 34 વાહનોને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્ય માટે રવાના કરવામાં આવ્યા છે,જો કે,ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા પ્રમાણે હાલ સુઘી કોઈ જાનહાનિના કે માલના નુકશાનના સમાચાર સામે આવ્યા નથી.ભૂકંપ કેન્દ્ર સ્થાનેથી 38 કિલો મીટર દુર મોટા આચંકા અનુભવાયા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે,સોમવારના રોજ ભૂકંપના આચંકા અનુભવાયા બાદ લોકો પોતપોતાના ઘરમાંથી ઝડપથી બહાર ભાગવા લાગ્યા હતા.લોકો પોતાની જાનની રક્ષા માટે રસ્તાઓ પર અને ખુલા મેદાનમાં આવવા લાગ્યા.એક મોટા ભૂકંપના આચંકા પછી બીજા નાના આચંકા અનુભવાયા હતા.આ પ્રકારની સ્થિતિમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.