1. Home
  2. ગુજરાતી
  3. યૂએનમાં પછડાયા બાદ ચીનનું નિવેદન- કાશ્મીર મુદ્દે અમારુ વલણ સ્પષ્ટ છે
યૂએનમાં પછડાયા બાદ ચીનનું નિવેદન- કાશ્મીર મુદ્દે અમારુ વલણ સ્પષ્ટ છે

યૂએનમાં પછડાયા બાદ ચીનનું નિવેદન- કાશ્મીર મુદ્દે અમારુ વલણ સ્પષ્ટ છે

0
  • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીન પડછાયું
  • ચીન અને પાકિસ્તાનને ફરી યૂએનમાં ફટકાર
  • અન્ય દેશોએ કાશ્મીર મુદ્દે કોઈ જ દખલ ન કરી
  • બીજા દેશો કાશ્મીર મુદ્દે ભારત સાથે

ભારત દેશના જમ્મુ-કાશ્મીરમાંથી વિતેલા વર્ષે કલમ 370 હેઠળ રાજ્યનો ખાસ દરજ્જો હટાવી લેતા પાકિસ્તાન બોખલાયું હતું ,અને આ મુદ્દો પાકિસ્તાનએ સંયુક્ત રાષ્ટ્રીય પરિષદમાં પણ ઉઠાવ્યો હતો,જો કે ત્યા તેઓને સાથ આપનાર કોઈ નહોતું મળ્યું,છંત્તા પણ પાકિસ્તાન ચીન સાથે મળીને કાશ્મીર મુદ્દે દખલગીરી કરતુ જ રહ્યું છે,ત્યારે ફરી સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીન પછડાયું છે,પાકિસ્તાનને સાથ આપીને ચીન ફરી એક વખત મોઢું બતાવા લાયક રહ્યું નથી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પડછાયા બાદ ચીનએ કાશ્મીરની હારની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે,ચીનના વિદેશ મંત્રાલય તરફથી રજુ કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે,”કાશ્મીર મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ છે, આ એક ઐતિહાસિક વિવાદ છે,જેનું સમાધાન યૂએન ચાર્ટર સિક્યોરિટી હેઠળ બન્ને પક્ષના એગ્રીમેન્ટ મારફત  ર્શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ”

વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગએ કહ્યું કે, “પાકિસ્તાનના કહેવા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ કાશ્મીરના મુદ્દાની સમિક્ષા કરી છે,સુરક્ષા પરિષદના સભ્ય કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઈને ચિંતિત છે,સદસ્યોએ યૂએનચાર્ટર,આંતરરાષ્ટ્રીય કાયદાઓનુ પાલન અને વિવાદના શાંતિપૂર્ણ રીતે સમાઘાન અંગે ,સહમતિ દર્શાવી છે”

ઉલ્લેખનીય છે કે,ચીનએ કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ બીજી વખત ઉઠાવ્યો છે,જો કે તેમાં તેમને સફળતા ન મળતા પછડાવવાનો વારો આવ્યો છે,સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બીજા સ્થાયી સભ્યો એ કાશ્મીર મુદ્દે કોઈ જ પ્રકારની દખલગીરી નહોતી કરી,યેનની ક્લોઝ ડોર બેઠકમાં ભારતની બીન ઉપસ્થિતિમાં પણ ચીને હારનો સામનો કરવો પડ્યો.

બુઘવારના રોજ ખાસ રીતે અમેરીકા અને ફ્રાંસએ કાશ્મીરનો મુદ્દાનો ઉલ્લેખ કરવા વિરુદ્ધ મજબુત વલણ દાખવ્યું હતું,બ્રિટનએ પણ સુરક્ષા પરિષદના દખલના વિરુદ્ધ મજબુત સ્થિતિ બનાવવા માટે અમેરીકા તથા ફ્રાંસને ટેકો આપ્યો હતો,તે સાથે રશિયા દેશ પણ આ ત્રણેય દેશોને ટેકો આપી તેમની સાથે નજર પડ્યો હતો,આ સમગ્ર ઘટનાને કારણે ચીન અને પાકિસ્તાનને ફરી કવખત પછડાવાનો વારો આવ્યો છે.

(સાહીન)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.