1. Home
  2. ગુજરાતી
  3. ચીનની સેનાએ પૂર્વ લદ્દાખમાં કરી ઘૂસંણખોરી – સીમા પર તણાવપૂર્ણ માહોલ
ચીનની સેનાએ પૂર્વ લદ્દાખમાં કરી ઘૂસંણખોરી – સીમા પર તણાવપૂર્ણ માહોલ

ચીનની સેનાએ પૂર્વ લદ્દાખમાં કરી ઘૂસંણખોરી – સીમા પર તણાવપૂર્ણ માહોલ

0
  • ચીનનું લશ્કર પૂર્વ લદ્દાખમાં ઘુસ્યું
  • સીમા પર માહોલ તંગ
  • નિયંત્રણ રેખાથી 18 કિમી અંદર ઘુસ્યા હોવાની માહિતી મળી
  • રેકીનાલા અને જીવાનનાલા વિસ્તારમાં ઘૂસ્યું લશ્કર

હાલ દેશમાં ચીન સાથે લદ્દાખ સીમા વિવાદ ચાલી રહ્યો છે,સમગ્ર દેશમાં ચીન પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે,ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ચીનએ કરેલા હુમલામાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા ત્યારે ફરી હવે ચીને પૂર્વ લદ્દાખમાં પોતાના લશ્કરને ઘૂસણખોરી કરાવી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઈન્ડિયન એરફઓર્સ અને આર્મી વચ્ચે તાલમેલ સાંધવાના હેતુંથી યુદ્દાભ્યાસ કરવામાં આવ્યો હતો.ચીનને ભારતની તાકાતનું પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું ત્યારે ચીનથી હવે ભારતની શક્તિ બરદાસ્ત થઈ રહી નથી. છેલ્લા કેટલાક દિવસોથી ભારત સરહદ પર પોતાની સુર્કષશામાં વધારો કરી રહ્યું છે.

પૂર્વ લદાખમાં ગલવાન ઘાટી અને પેગોંગ સીમા પર સર્જાય રહેલ તંગ માહોલ વચ્ચે હવે ચીનના લશ્કર દેપસાંગમાં નિયંત્રણ રેખાથી અંદાજે 18 કિલો મીટરની અંદર ભારતના વિસ્તારમાં ઘૂસણખોરી કરવાની માહિતી મળી છે, સેટેલાઈટની મદદથી જાણવા મળ્યું છે કે, ચીન દેશની સેના ભારતની સીમાના એવા વિસ્તારમાં ઘૂસ્યું છે જ્યા 2013-14માં પણ ભારત-ચીન વચ્ચે વિવાદ થયો જેને બોટલનેક કહાવામાં આવે છે. આ વિસ્તાર રેકીનાલા અને જીવાનનાલા તરીકે ઓળખવામાં આવે છે ઓળખાય છે.

આ સાથે જ ભૂતપૂર્વ રાજ્ય રક્ષામંંત્રી અને કોંગ્રેસના નેતા પલ્લમ રાજુએ ગઈકાલે શુક્રવારના રોજ દાવો કર્યો હતો કે, “ચીની સૈનિકો દેપસાંગ વિસ્તારમાં 18 કિમી અંદર ઘૂસી આવી અને ટોટિયાવાય જંક્શન વિસ્તારમાં ડેરાતંબૂ નાખીને ત્યાજ સ્થિત છે.

બીજીબાજુ આઈટીબીપીએ જણઆવ્યું છે કે, તેઓ સીમા પરના દેરક પડકારોનો સામનો કરવા તત્પર છે. આર્મીએ સિક્કીમમાં પોર્ટરની ભરતી કરવાના અહેવાલને ફગાવ્યા છે.મળતી માહિતી પ્રનમાણે પોર્ટરની ભરતી દર વર્ષે કરવામાં આવે જ છે અને તે સામાન્ય પ્રક્રિયા છે. તેને ચીન સીમાના તણાવ સાથે કોઈ લેવાદેવા છે જ નથી.

સાહીન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.